Last Updated on March 2, 2021 by Karan
રેલ્વે મંત્રાલયે તેના કેટરિંગ બિઝનેસ, ઈન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી) ને તમામ હાલની મોબાઈલ કેટરિંગ કરારો રદ કરવાનો નિર્દેશ આપ્યો છે. રેલવે મંત્રાલયે એક રેગ્યુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું છે કે, આઈઆરસીટીસીને મોબાઇલ કેટરિંગ માટે આવા તમામ કરાર રદ કરવાનું કહેવામાં આવ્યું છે, જે મુસાફરોને બેઝ કિચનમાં તૈયાર કરેલા ખોરાક પૂરા પાડવામાં સંબંધિત છે. મંત્રાલયે કહ્યું કે, નિર્દેશના પ્રભાવનું આકાલન કરવામાં આવી રહ્યું છે.

સિક્યોરિટી ડિપોઝીટ અને એડવાન્સ લાઈસન્સ ફી પરત કરી દેવામાં આવે
મંત્રાલયે વધુમાં કહ્યું કે આઇઆરસીટીને પણ કોરોના રોગચાળાને કારણે સર્જાયેલા સંજોગોને ધ્યાનમાં રાખીને આ બાબતને અપવાદરૂપે લેવાની સૂચના આપવામાં આવી છે અને તેને કોન્ટ્રાક્ટરનો દોષ ન ગણવો. એટલા માટે કેટરિંગ સર્વિસ ઉપલબ્ધ નહીં કરવા માટે કોઈ પણ દંડ પણ ન લગાવવામાં આવે. અને બાકીનો હિસાબ ચુકતે કરી સિક્યોરિટી ડિપોઝીટ અને એડવાન્સ લાઈસન્સ ફી પરત કરી દેવામાં આવે.
માગણીઓ સાંભળવાની સાથે કેટરિંગ સેવા ફરીથી ચાલુ કરવા નિર્દેશ આપ્યો હતો
એક અહેવાલ મુજબ, ભારતીય રેલ્વેનું આ નિવેદન ભારતીય રેલ્વે મોબાઇલ કેટરર્સ એસોસિએશન (આઈસીઆરએમસીએ) ના સભ્યોએ 19 જાન્યુઆરી 2021 ના રોજ મદ્રાસ હાઈકોર્ટની એક અરજીમાં મોબાઇલ કેટરિંગનો મુદ્દો ઉઠાવ્યા પછી આવ્યો છે. પોતાના આદેશમાં હાઇકોર્ટે ભારતીય રેલ્વેને આઈસીઆરએમસીએની માગણીઓ સાંભળવાની સાથે કેટરિંગ સેવા ફરીથી ચાલુ કરવા નિર્દેશ આપ્યો હતો, જે લોકડાઉનને કારણે ગયા વર્ષના માર્ચથી સ્થગિત કરવામાં આવી છે.
લાઇસન્સ ફી સાથે રાખેલી ટ્રેનોમાં કામ કરવાની છૂટ આપવી જોઈએ
અદાલતે રેલવે ઓર્થોરિટીને કહ્યું હતું કે સંગઠનના સભ્યો પોતાની વાત રાખવાનો પૂરો સમય આપે અને ચાર અઠવાડિયાની અંદર આદેશ જારી કરવા કહ્યું છે. રેલવે મંત્રાલયે કહ્યું કે તેણે 4 જાન્યુઆરી 2021 ના રોજ આઇસીઆરએમસીએની વાત સાંભળી અને ટેન્ડર સંબંધિત દસ્તાવેજો અને નીતિની શરતોને પણ ધ્યાને રાખી હતી. આ ઉપરાંત 11 ફેબ્રુઆરી 2021 ના રોજ આઈઆરએમસીએના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી. બેઠકમાં સર્વાનુમતે વિનંતી કરવામાં આવી હતી કે તેઓને લાઇસન્સ ફી સાથે રાખેલી ટ્રેનોમાં કામ કરવાની છૂટ આપવી જોઈએ અથવા નવી ટ્રેનોમાં કામ કરવાની છૂટ આપવામાં આવે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- શાહરુખ ખાન ની લાડલી દીકરી સુહાનાએ બેડરૂમ માંથી કરી તસવીરો શેર, બતાવ્યું પોતાનું પરફેક્ટ ફિગર
- ફેમિલી ગ્રુપમાં શેર થઇ ગઈ પોતાની આપત્તિજનક તસવીર, જાણો પછી મહિલાના પરિવારે શું કર્યું
- લાપરવાહી / કોરોનાકાળમાં સરકારે નિકાસ કરી દીધો 700 ટકા ઓક્સિજન, સવાલ ઉઠ્યા તો આપી આ સફાઈ
- મમતા બગડ્યાં: કોરોનાની બીજી લહેર મોદી નિર્મિત ત્રાસદી છે, બંગાળમાં નથી જોઈતી ડબલ એન્જિનની સરકાર
- વિશ્વમાં સૌથી ઝડપી રસીકરણ ભારતમાં/ કોરોના વેક્સિનના 13 કરોડ ડોઝ આપવામાં ફક્ત આટલા દિવસનો સમય, સ્વાસ્થ્યમંત્રીએ આપી જાણકારી
