GSTV

અગત્યનું/ ટ્રેનમાં મુસાફરી કરવાના હોય તો પહેલા વાંચી લો આ સમાચાર, નહીંતર આવશે હેરાન થવાનો વારો

IRCTC

Last Updated on October 22, 2021 by Bansari

જો તમે ટ્રેન દ્વારા ક્યાંક જવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર વાંચવા તમારા માટે જરૂરી છે. ખરેખર, પૂર્વ રેલવેની(Eastern Railway) પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ થોડા સમય માટે બંધ રહેશે. પૂર્વી રેલવેએ કહ્યું છે કે પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (PRS) 23 ઓક્ટોબરે સાંજે 23.45 થી 24 ઓક્ટોબરે સવારે 5.00 વાગ્યા સુધી કામ કરશે નહીં.

રેલવેએ કર્યું ટ્વિટ

પૂર્વીય રેલવેના ટ્વિટ મુજબ, કોલકાતાના પીઆરએસ ડેટા સેન્ટરમાં મેન્ટેનેન્સ એક્ટિવિટીને કારણે ટિકિટ જનરેશન થશે નહીં. આ કામ 23 મી ઓક્ટોબરે બપોરે 23.45 થી 24 ઓક્ટોબર સવારે 5 વાગ્યા સુધી ચાલશે. તેથી, મુસાફરોએ અગાઉથી ટિકિટ બુક કરાવવી જોઈએ, નહીંતર તેમને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

અહીં બંધ રહેશે સિસ્ટમ

Eastern Railwayએ જણાવ્યું છે કે મેન્ટેનેન્સ એક્ટિવિટી દરમિયાન, દક્ષિણ પૂર્વીય રેલવે (South Eastern Railway), ઇસ્ટ કોસ્ટ રેલવે(East Coast Railway), સાઉથ ઇસ્ટ સેન્ટ્રલ રેલવે (South East Central Railway), નોર્થઇસ્ટ ફ્રંટિયર રેલવે (North East Frontier Railway)અને ઇસ્ટ સેન્ટ્રલ રેલવે (East Central Railway)માં ઈન્ટરનેટ બુકિંગ, ઇન્ક્વાયરી સહિતની તમામ સેવાઓ બંધ રહેશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર,આ રેલવે ઝોન હેઠળ આવતા રાજ્યો, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્રપ્રદેશ, આસામ સહિતના પૂર્વોત્તર રાજ્યોમાં રેલવે ટિકિટનું ઓનલાઇન બુકિંગ, ઓનલાઈન રિટાયરિંગ રૂમ, પૂછપરછ વગેરે સેવાઓ ઉપલબ્ધ થશે નહીં.

ટ્રેન

પહેલાં પણ આવું થઇ ચુક્યું છે

કેટલાક સમય માટે રેલવે ટિકિટ જનરેશન પહેલાથી જ બંધ કરવામાં આવી ચુક્યુ છે. આ વર્ષે ઓગસ્ટ મહિનામાં, દક્ષિણ રેલવે દ્વારા આવું જ એક નોટિફિકેશન જારી કરવામાં આવ્યું હતું. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું હતું કે એક નવું ડેટા સેન્ટર ઉભું કરવામાં આવી રહ્યું છે, જેના કારણે લોકોને ટિકિટ બુકિંગ જેવી બાબતોમાં થોડા સમય માટે મુશ્કેલી પડશે, કારણ કે તેમની પાસે IRCTC વેબસાઇટ નહીં ખુલે.

Read Also

Related posts

કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે કર્યું ગઠબંધન, જૂથવાદ અને નારજગીના કારણે શોધ્યો નવો વિકલ્પ

Zainul Ansari

મની લોન્ડ્રીંગ કેસ / અભિનેત્રી જેક્લીનની મુશ્કેલી વધી, EDએ મોકલ્યું સમન્સ

Zainul Ansari

ભ્રષ્ટ ગેહલોત સરકાર શરુ કરી દે કાઉન્ટડાઉન, વર્ષ 2023માં બહુમતી સાથે બનશે ભાજપની સરકાર : અમિત શાહ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!