GSTV

આઈઆરસીટીસી સ્કેમના એક મામલે, રાબડી દેવી અને તેજસ્વી યાદવને મળી મોટી રાહત

Last Updated on August 31, 2018 by Karan

બિહારના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન રાબડી દેવી અને બિહાર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવને આજે મોટી રાહત મળી છે. આઈઆરસીટીસી સ્કેમાના એક મામલામાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે આરજેડીના બંને નેતાઓને જામીન આપી દીધી છે. રાબડી દેવી અને તેજસ્વી યાદવ પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ થયા હતા. કોર્ટે બંનેને એક લાખના બોન્ડ અને એક જામીનના આધારે બેલ આપ્યા હતા.

મહત્વપૂર્ણ છે કે ગુરુવારે આરજેડી પ્રમુખ લાલુપ્રસાદ યાદવે રાંચીની વિશેષ સીબીઆઈ કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું અને બાદમાં તેમને બિરસા મુંડા જેલમાંથી રિમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘણાં સમયગાળા બાદ રિમ્સ હોસ્પિટલમાં પહોંચેલા લાલુ યાદવની પહેલી રાત્રિ પડખાઓ ફેરવવામાં જ વીતી હતી. જણાવવામાં આવે છે કે લાલુ યાદવે શુક્રવારે નાશ્તામાં માત્ર ઈંડા, મગની દાળ અને પપૈયું લીધું હતું.

સીબીઆઈ તરફથી આ મામલામાં ચાર્જશીટ દાખલ કરાયા બાદ પટિયાલા હાઉસ કોર્ટે તમામ આરોપીને સમન કર્યા હતા. જેમાં લાલુ યાદવ, રાબડી દેવી અને તેમના પુત્ર તેજસ્વી યાદવના નામ સામેલ હતા. જો કે લાલુ યાદવ રિમ્સમાં હોવાના કારણે પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ થયા ન હતા. આ મામલો 2006નો છે. રાંચી અને પુરીમાં આઈઆરસીટીસીની બે હોટલોના ટેન્ડરની ફાળવણીમાં કથિતપણે અનિયમિતતા સાથે આખો મામલો સંબંધિત છે. આરોપ લગાવવામાં આવ્યો છે કે રેલવે પ્રધાન તરીકેના કાર્યકાળમાં લાલુપ્રસાદ યાદવે એક ખાનગી કંપની દ્વારા પટનામાં એક મહત્વપૂર્ણ સ્થાન પર ત્રણ એકર જમીનની વ્યાવસાયિક પ્લોટ તરીકે કથિતપણે લાંચમાં લીધી હતી.

 

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta

E-Auction / PM નરેન્દ્ર મોદીના ચાહકો માટે મોટા સમાચાર, વડાપ્રધાનને મળેલી ભેટ ખરીદવાની સોનેરી તક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!