GSTV

રેલવે એ મુસાફરો માટે કરી નવી પહેલ, હવે જમવામાં મળશે ખાસ સુવિધા

Last Updated on December 10, 2019 by

મુસાફરોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા માટે ભારતીય રેલ્વે ટૂંક સમયમાં નવી સિસ્ટમ લાવવાની તૈયારી કરી રહી છે, જેનાથી મુસાફરોને લાભ થશે. સાથે જ આ નવી પહેલથી રેલ્વેની આવકમાં પણ થોડો વધારો થવાની આશા છે. મળતી માહિતી મુજબ મુસાફરોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા માટે ભારતીય રેલ્વેની નવી સિસ્ટમ હેઠળ મુસાફરોને મુસાફરી દરમિયાન તેમનું મનપસંદ ખાવાનું મળશે. રેલવેએ મુસાફરો માટે નવી પહેલ કરી છે, જેનું નામ છે ‘ખુશિયોં કી ડિલીવરી’ (Khushiyon Ki Delivery)

700 ફૂડ વેન્ડરો સાથે કરાર

મળતી માહિતી અનુસાર ભારતીય રેલ્વે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) તેની હાલની કેટરિંગ સિસ્ટમને ફરીથી નામ આપવાનો પ્રયાસ કરી રહ્યું છે, જે અંતર્ગત IRCTCએ 700 ફૂડ વેન્ડરો સાથે કરાર કર્યો છે. જાણકારોના જણાવ્યા અનુસાર IRCTCએ ઘણા વર્ષોથી ઘણા સુધારાઓ કરી રહી છે. તો CCTVથી રસોડામાં દેખરેખ રાખવી તેમાંથી એક છે. ઉપરાંત ટ્રેનમાં જે ફૂડ મળે છે તેમાં ક્યૂઆર કોડ પણ હોય છે. આ કોડને સ્કેન કરીને મુસાફરો બેઝ કિચનને લાઇવ જોઈ શકે છે.

350 રેલ્વે સ્ટેશનો પર ડિલિવરી…

આ નવી પહેલ હેઠળ મુસાફરોને તેમના મનપસંદ ખોરાકની ડિલીવરી લગભગ 350૦ રેલ્વે સ્ટેશનો પરથી મળી શકશે. આ 350 રેલ્વે સ્ટેશનોની પસંદગી એવી રીતે કરાઈ છે, જેમાં ત્યાંથી પસાર થતી લગભગ તમામ ટ્રેનો અને રેલ્વે રૂટોને આવરી લેવામાં આવે અને વધુને વધુ મુસાફરો તેનો લાભ લઈ શકે. IRCTCની આ યોજના અંતર્ગત મુસાફરો મુસાફરી દરમિયાન સબવે, ડોમિનોઝ પિઝા, બિરયાની બ્લૂઝ, હલ્દિરામ, ફાસોસ, નિરુલાજ અને સારવાના ભવન સહિતના વિવિધ સ્થળો પરથી તેમની પસંદગીનો ખોરાક ઓર્ડર કરી શકશે.

ઈ-કેટરિંગ : મળી રહ્યા છે ફૂડ ઓર્ડર

નોંધનીય છે કે, IRCTC દર મહિને ઈ-કેટરિંગ દ્વારા લગભગ 21,000 ફૂડ ઓર્ડર મેળવે છે. એકથી દોઢ વર્ષ પહેલાની વાત કરીએ તો ઇ-કેટરિંગ દ્વારા IRCTCને ફક્ત 8,000 ફૂડ ઓર્ડર પ્રાપ્ત થયા હતા. IRCTCને દરેક ઓર્ડર પર 12% કમિશન મળે છે.

Read Also

Related posts

એલર્ટ/ જૂની નોટ કે સિક્કાને ખરીદી કે વેચી રહ્યાં હોય તો ચેતજો, RBIએ આપી આ ચેતવણી

Bansari

Indian Currency: એક રૂપિયાનો જુનો સિક્કો બનાવી શકે છે કરોડપતિ, ક્યાંક તમારી પાસે તો નથીને આ જુનો સિક્કો

pratik shah

કમાણી: ફક્ત એક વાર 10 હજાર રૂપિયા લગાવીને શરૂ કરો આ બિઝનેસ, દર મહિને થશે 30,000ની આવક, વધતો જ જશે નફો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!