GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

આ લોકોને ટ્રેન ટિકિટના ભાડામાં મળશે છૂટ, રેલવેના આ નિયમ જાણી લો ફાયદામાં રહેશો

Corona

1 જૂનથી દેશભરમાં દોડનારી 200 ટ્રેનોમાં સીનિયર સિટીઝન મહિલાઓ-પુરુષોને ભાડામાં હાલ કોઇપણ પ્રકારની રાહત નહી મળે. તેમણે પૂરૂ ભાડુ ચૂકવવુ પડશે. ભાડામાં છૂટ હવે ફક્ત દિવ્યાંગો અને ગંભીર બિમારીથી પીડાતા દર્દીઓને જ આપવામાં આવશે. જણાવી દઇએ કે આ 200 ટ્રેનોને નિયમિત ટાઇમ ટેબલ અનુસાર દોડાવવામાં આવશે. આ અંગે યાત્રીઓ માટે કેટલીક ગાઇડલાઇન્સ જારી કરવામાં આવી છે. સોશિયલ ડિસ્ટેંસિંગનું ધ્યાન રાખવુ તથા માસ્ક પહેરવુ ફરજિયાત છે અને યાત્રીઓને ઓછામાં ઓછો સામાન લઇ જવા પણ કહેવામા આવ્યું છે. રેલવેએ ઓનલાઇન ટિકિટ બુકિંગમાં સીનિયર સિટીઝન અને મહિલાઓના છૂટના ઓપ્શનને હટાવી દીધો છે.

મજૂરો

ખાવા-પીવા માટે જારી કર્યા આ નિર્દેશ

યાત્રીઓને ખાવા-પીવાનો સામાન સાથે લાવવાની સલાહ આપવામાં આવી છે. ફૂડ પ્લાઝા અને કેન્ટીન વગેરેમાં રાંધી શકાય તેવો સામાન લઇ જવા દેવામાં આવશે. કોઇપણ ગાડીના ભાડામાં ખાણી-પીણીના રૂપિયા સામેલ નથી. યાત્રી પ્રીપેડ ભોજન બુક નહી કરાવી શકે. ઇ-કેટરિંગની સુવિધા પણ નહી મળે. આઇઆરસીટીસી કેટલીક ટ્રેનોમાં જ રૂપિયા લઇને ખાવા-પીવાની સુવિધા આપશે. આ સામાન સીલ બંધ મળશે.

ઓછો સામાન લઇને જાઓ

રેલવે યાત્રીઓને ઓછામાં ઓછો સામાન લઇને આવવાની સલાહ આપી રહ્યું છે. ટ્રેનના એસી કોચમાં તાપમાન કંટ્રોલ રાખવામાં આવશે. ટ્રેનમાં યાત્રીઓને ચાદર, ટુવાલ અને ધાબળા નહી મળે. તેવામાં તમારો સામાન સાથે લઇને જાવ.

શ્રમિકો

જે ટ્રેનો દોડાવવામાં આવી રહી છે, તેમાંથી ઘણી ટ્રેનો ફરીદાબાદ સ્ટેશન પર રોકાશે. તેવામાં યાત્રીઓ રેલવેના નિર્દેશોનું પાલન કરે. ડિસ્ટેંસિંગ ખૂબ જ જરૂરી છે. માસ્ક જરૂર લગાવો. કોઇ સમસ્યા હોય તો રેલવેની હેલ્પલાઇન નંબર 139 પર સંપર્ક કરો.

રેલ મંત્રાલયે ટ્રેન ટિકિટના ભાડામાં છૂટને લઇને જણાવ્યું કે હાલના સમયમાં ત્રણ કેટેગરીના લોકોને છૂટ મળી રહી છે. તેવામાં દિવ્યાંગ, દર્દીઓ અને વિદ્યાર્થી (તે વિદ્યાર્થીઓ જે પોતાના મૂળ રાજ્યને છોડીને અન્ય રાજ્યમાં રહીને અભ્યાસ કરે છે) સામેલ છે. રેલ મંત્રાલયનું કહેવું છે કે વૃદ્ધો અને મહિલાઓનો કોટા યથાવત છે. તેમને ટ્રેનમાં સીટની પ્રાથમિકતા આપવામાં આવશે. પરંતુ વર્તમાન સમયમાં કંસેશન નહી આપવામાં આવે.

Read Also

Related posts

એક મધપુડાના કારણે 12 જેટલા દુકાનદારો થયા પરસેવે રેબઝેબ, યુ.જી.વી.સી.એલના અધિકારીઓએ હાથ અધર કરી દીધા

Nilesh Jethva

12 વર્ષના ટેણીયાની ચાલાકી જોઈ પોલીસ પણ ગોથા ખાઈ ગઈ, 10 સેકન્ડમાં ઉપાડી લીધા 10 લાખ

Pravin Makwana

તડકામાં આંખો ઝીણી કરીને મોબાઇલમાં નેટવર્ક શોધતા બાળકોને ભણવું તો છે પણ મોબાઇલમાં નેટવર્ક જ નથી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!