GSTV
Home » News » રેલવે યાત્રીઓને હવે ટ્રેનમાં મળશે ગુણવત્તાયુક્ત ભોજન, IRCTCએ કરી છે આ ખાસ તૈયારી

રેલવે યાત્રીઓને હવે ટ્રેનમાં મળશે ગુણવત્તાયુક્ત ભોજન, IRCTCએ કરી છે આ ખાસ તૈયારી

ભારતીય રેલવે દ્વારા સંચાલિત ટ્રેનોમાં મળતા ભોજનના પેકેટ પર હવે બારકોડ હશે, જેનાથી રેલવેના અધિકારી અને યાત્રી જાણી શકશે કે ભોજન કયા રસોડામાં તૈયાર થયું છે. રેલવેએ જણાવ્યું કે તેનાથી ભોજનની ગુણવત્તાને લઇને રેલવેયાત્રીઓ દ્વારા કરાતી ફરિયાદમાં ઘટાડો થશે. રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે મુંબઇ, દિલ્હી, અલ્હાબાદ,કલકત્તા સહિત 32 શહેરોમાં ઉન્નત રેલ કિચન બનીને તૈયાર થઇ ગયાં છે.

નવા નિયમ અનુસાર ભોજન બનાવવા તથા ટ્રેનોમાં પુરુ પાડવાનું કામ અલગ અલગ કંપનીઓ કરશે. ભોજનના પેકેટ પર ક્યૂઆર કોડ સ્ટીકર લગાવાથી ભોજન તૈયાર કરનાર કંપની, તપાસ કરનાર ઓફિસર તથા કોન્ટ્રાક્ટર અંગે સરળતાથી જાણી શકાશે. આ વ્યવસ્થાથી ખાણીપીણીમાં ઉચ્ચ સ્તરની ગુણવત્તા તથા સ્વચ્છતા જળવાઇ રહેશે. વાસી ખોરાકના પેકેટ અથવા કોઇપણ પ્રકારની ગરબડ થવા પર સખત કાર્યવાહી કરવામાં આવશે.

રેલવે કિચનમાં ખાણીપીણી પર નજર રાખતાં ફૂડ સેફ્ટી સુપરવાઇઝર નિયુક્ત કરવામાં આવશે. આ કાર્યને કોમર્સ એન્ડ ઇન્ડ્સ્ટ્રી મંત્રાલયે નેશનલ એગ્રીડેશન બોર્ડ ફોર ટેસ્ટિંગ એન્ડ કેલિબરેટિંગ લેબ્સ કરશે. સેફ્ટી સુપરવાઇઝર ભોજન બનાવનાર કોન્ટ્રાક્ટર કંપનીઓના કામકાજ પર નજર રાખવા ઉપરાંત ભોજનની ગુણવત્તા તપાસશે.

Read Also

Related posts

ભાગવત-યોગી-કેજરીવાલને મળી બોંબથી ઉડાવી દેવાની ધમકી

Mansi Patel

અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિ માટે પાટીદાર સંસ્થાનો ટેકો લેવાશે: દિનેશ બાંભણીયાએ પત્ર લખી જાહેર કરી આ વાતો

Riyaz Parmar

બોલિવૂડની આ હિરોઈનનો બોયફ્રેન્ડ સાથે લીપલોક કરતો વીડિયો વાયરલ, જાણો કોણ છે

Nilesh Jethva