GSTV
Home » News » IRCTC આપી રહ્યું છે દુબઈ ફરવાની તક, ફક્ત આટલા રૂપિયા ખર્ચવા પડશે

IRCTC આપી રહ્યું છે દુબઈ ફરવાની તક, ફક્ત આટલા રૂપિયા ખર્ચવા પડશે

જો તમે નવા વર્ષમાં વિદેશમાં ઓછા પૈસા ખર્ચ કરીને રજા મનાવવાનું પ્લાનિંગ કરી રહ્યાં છો તો દુબઈથી સારી કોઈ જગ્યા નથી. ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી) સસ્તામાં દુબઈ ફરવાની તક આપી રહ્યું છે. પાંચ દિવસના આ ટૂર માટે તમારે ઓછામાં ઓછા 50 હજાર રૂપિયા ખર્ચવા પડશે.

5 દિવસનો હશે ટૂર

આઈઆરસીટીસીનો આ ટૂર પાંચ દિવસ અને ચાર રાતનો હશે. પ્રવાસી આઈઆરસીટીસીની વેબસાઇટ પર જઇ બુકિંગ કરાવી શકે છે. આ ટૂર પેકેજમાં પ્રવાસીઓને દુબઈ અને આબુ ધાબીની પ્રસિદ્ધ જગ્યા જેવીકે બુર્ઝ અલ ખલીફા, દુબઈ મૉલ, મિરેકલ ગાર્ડન સહિત અન્ય સ્થાનો પર ફેરવવામાં આવશે.

આ તારીખથી શરૂ થશે ટૂર

આઈઆરસીટીસીની વેબસાઇટ મુજબ ટૂર પેકેજ જાન્યુઆરીથી માર્ચની વચ્ચે હશે. પ્રવાસી પોતાની સુવિધા મુજબ તારીખની પંસદગી કરી શકે છે. આ તારીખ છે- 19 જાન્યુઆરી, 14 ફેબ્રુઆરી અને 30 માર્ચ 2019. દરેક ટૂર માટે ફક્ત 41 સીટ ઉપલબ્ધ છે.

ટૂર પેકેજમાં આ છે સામેલ

ટૂર પેકેજમાં રિટર્ન એરપોર્ટ ટ્રાન્સફર, વીઝા ફી, અમેરિકન મીલ પ્લાન, એસી ડીલક્સ બસોમાં પ્રવાસ સામેલ છે. પ્રવાસીઓને બુર્જ અલ ખલીફાના 124મા માળ પર જવાની ફી પણ પેકેજમાં સમાવેલી છે.

આ પેકેજમાં સામેલ કરાયુ નથી

પેકેજમાં હવાઈ ભાડામાં વધારો, એરપોર્ટ ફી, ફેરારી વર્લ્ડ અને સ્નો પાર્કની પ્રવેશ ફી અને ડૉલરના મૂલ્ય વધવા પર ભાડાનું અંતર સામેલ નથી.

આ છે પેકેજ

READ ALSO

Related posts

રાજકોટ: આવાસ યોજનામાં હેરાફેરીની ઉઠતી ફરિયાદ, મનપા દ્વારા સઘન ચેકિંગ કરાતા ફફડાટ

Riyaz Parmar

ટીએમસીને વધુ એક ઝટકો, એક ધારાસભ્ય સહિત દિનાજપુર જિલ્લા પંચાયતના સભ્યો ભાજપમાં જોડાયા

Nilesh Jethva

હાઈકોર્ટમાં આર.ટી.ઇ હેઠળ પ્રીસ્કૂલથી જ બાળકોને પ્રવેશ મળે, રાજ્ય સરકાર પાસે માંગ્યો જવાબ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!