GSTV
Gujarat Government Advertisement

ફાયદાની વાત/ 49 પૈસામાં 10 લાખનું ઇન્શ્યોરન્સ કવર આપે છે ભારતીય રેલવે, ફટાફટ આ રીતે ઉઠાવો લાભ

49

Indian Railway, IRCTC: ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) દ્વારા ટિકિટ બુકિંગ પર ઇન્શ્યોરન્સ કવર પણ મળે છે. મોટાભાગના લોકોને આ વિશે જાણકારી નથી હોતી. તેવામાં તેઓ તેને ક્લેમ કેવી રીતે કરવુ તેની જાણકારી ધરાવતા નથી. IRCTC ગ્રાહકોને ઑનલાઇન બુક કરવામાં આવેલી ટિકિટ પર આ સુવિધા આપે છે.

Gujarat Government Advertisement

49 પૈસામાં 10 લાખ રૂપિયા સુધીનો ઇન્શ્યોરન્સ કવર

49

દેશમાં અનેક મોટી રેલ દુર્ઘટનાઓ ઘટે છે અને ઘણા લોકો ઘાયલ થાય છે, તો કેટલાંક લોકો જીવ ગુમાવે છે. તેવામાં દુર્ઘટનાનો ભોગ બનનાર લોકો અથવા તેના પરિવારને વીમા કવર આપવામાં આવે છે. આ વીમા કવર દ્વારા તેમને આર્થિક રૂપે સહારો આપવામાં આવે છે. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝન કોર્પોરેશન માત્ર 49 પૈસામાં 10 લાખ રૂપિયા સુધીનો ઇન્શ્યોરન્સ કવર આપે છે.

ખાસ વાત એ છે કે તે સંપૂર્ણપણે યાત્રી પર આધારિત છે કે તે આ વીમા કવર લેવા માગે છે કે નહી. હકીકતમાં IRCTCએ મોબાઇલ એપ્લીકેશન અથવા વેબસાઇટ પરથી ટિકિટ બુકિંગ દરમિયાન આ વિકલ્પ માટે પૂછવામાં આવે છે. જો તમે વીમો લેવા માગતા હોવ તો તેના માટે તમારી ટિકિટના કુલ રેટમાં 49 પૈસા જોડવામાં આવે છે.

રેલવેની આ સુવિધામાં કેટલો મળશે લાભ

49

આ વીમા કવરની શરતો અનુસાર મૃત્યુ, સ્થાપી પૂર્ણ વિકલાંગતા, સ્થાયી આંશિક વિકલાંગતા તેના દ્વારા કવર કરવામાં આવે છે. સાથે જ હોસ્પિટલ ખર્ચ અને ટ્રાન્સપોર્ટ ખર્ચ પણ તેના દ્વારા કવર કરવામાં આવી શકે છે. યાત્રીનું દુર્ઘટનામાં મૃત્યુ થાય તો પરિવારને વીમા કવર આપવામાં આવે છે.

રેલ દુર્ઘટનામાં સ્થાયી આંશિક દિવ્યાંગતાથી પીડિત યાત્રી 7.5 લાખ રૂપિયા સુધીનો દાવો કરી શકે છે. જો કોઇ યાત્રી દુર્ઘટનામાં સ્થાયી રૂપે દિવ્યાંગ થઇ જાય તો તેને પણ 10 લાખ રૂપિયાની રકમ આપવામાં આવે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

આ UPની વાત છે અહીં કંઈ પણ બની શકે છે ! લ્યો બોલો એક જ મોબાઈલ નંબર પર સાડા સાત હજાર લોકોના કોરોના ટેસ્ટ કર્યાં

Pravin Makwana

વેક્સિંગ પછી તમને ખંજવાળ આવે કે બળતરા થાય છે? તો પછી આ ઉપાય કરો

Bansari

મુખ્યમંત્રીની ભલામણ: સમાજ અને જ્ઞાતિના આગેવાનો આગળ આવે, જ્યાં પણ સુવિધા હોય ત્યાં તાબડતોડ કોવિડ કેર ઉભા કરો

Pravin Makwana
Video-MW-gstv.in-Direct-RS-SLDR-GL
Do NOT follow this link or you will be banned from the site!