GSTV

દિવાળીના તહેવારોમાં જ રેલવેનું બખડજંતર, આજે છે આ 265 ટ્રેનો રદ

એક તરફ દિવાળીના સપરમા તહેવારના પગલે દેશભરના લોકો પોતપોતાને વતન જવા ધસારો કરી રહ્યા છે ત્યારેજ ભારતીય રેલવેએ આજે મંગળવારે 22 ઓક્ટોબરે વિવિધ વિસ્તારોની કુલ 265 ટ્રેનો રદ કરી હોવાની જાહેરાત કરી હતી.

આ સ્પેશિયલ ટ્રેનો પણ થઇ રદ્દ

રદ કરાયેલી ટ્રેનોમાં દિવાળી નિમિત્તે રાખવામાં આવેલી કેટલીક સ્પેશિયલ ટ્રેનોનો પણ સમાવેશ થયો છે એમ જાહેર કરાયું હતું. જો કે આ માટે રેલવેએ એવું કારણ આપ્યું હતું કે દેશના જુદા જુદા વિસ્તારોમાં થઇ રહેલા રિનોવેશન અને રિપેરીંગના પગલે આ ટ્રેનો રદ કરવાની ફરજ પડી હતી. રદ કરાયેલી ટ્રેનોની ટિકિટ બુક કરનારા ઉતારુઓને એસએમએસ દ્વારા જાણ કરાઇ રહી છે.

વેબસાઇટ પર રદ્દ કરાયેલી ટ્રેનોની જાહેરાત

રદ કરાયેલી ટ્રેનો જે જે સ્ટેશને થોભવાની હતી એ તમામ સ્ટેશનો પર માઇક્રોફોન દ્વારા જાહેરાત કરાતી હોવાનું પણ રેલવેએ જણાવ્યું હતું. રેલવેની વેબસાઇટ પર પણ રદ કરાયેલી ટ્રેનોની જાહેરાત કરાઇ છે. એવું રેલવેએ વધુમાં કહ્યું હતું. રેલવેની પૂછપરછ માટેના ફોન નંબર 139 પરથી પણ જરૂરી માહિતી મળી શકે છે.

દિવાળીના તહેવારો ટાણે અમદાવાદથી પસાર થતી વિવિધ  ટ્રેનોમાં વેઇટિંગ લિસ્ટ ૩૫૦ને પાર પહોંચી ગયું છે. તેમાંય ૨૨ ઓક્ટોબરની સાબરમતી એક્સપ્રેસ અને ૨૫ ઓક્ટોબરની ગોરખપુર એક્સપ્રેસમાં નો-રૂમના પાટિયા વાગી ગયા છે. બંને ટ્રેનોમાં સ્લીપર ક્લાસમાં વેઇટિંગ લિસ્ટ ૪૦૦ને પાર પહોંચી જતા હવે ટિકિટ આપવાનું જ બંધ કરવું પડયું છે.

ટ્રેનો હાઉસફૂલ, સાબરમતી અને ગોરખપુર એક્સપ્રેસમાં નો-રૂમ !

અમદાવાદથી ઉપડતી તેમજ પસાર થતી ઉત્તર ભારત, દક્ષિણ ભારતની મોટાભાગની ટ્રેનો હાઉસફૂલ થઇ જતા મુસાફરો માટે ટ્રેનની મુસાફરી  આ વખતે પણ કપરી સાબિત થાય તેવી શક્યતા જોવા મળી રહી છે. આક્ષમ, સુલતાનપુર અને હાવડા એક્સપ્રેસમાં પણ કેટલીક તારીખો માટે સ્લીપર ક્લાસમાં નો-રૂમ થઇ જાય ત્યાં સુધીનું વેઇટિંગ પહોંચી ગયું છે.

સ્લીપર ક્લાસમાં લાંબુ વેઇટિંગ

અમદાવાદતી જોધપુર, ચેેન્નાઇ, લખનઉં, આગ્રા, અલ્હાબાદ, નાગપુર, દિલ્હી, ઇન્દોર, વારાસણી, સુલતાનપુર, જયપુર, પુરી, હરિદ્વાર, હાવડા તરફ જતી વિવિધ ટ્રેનોમાં ૩૧ ઓક્ટોબર સુધી ૨૦૦થી માંડીને ૪૦૧ સુધીનું વેઇટિંગ સ્લીપર ક્લાસમાં ચાલી રહ્યું છે.

દિવાળીના તહેવારોમાં સહપરિવાર વતન ભણી જતા તેમજ વેકેશનમાં વિવિધ પર્યટન સ્થળોની મુલાકાતે જઇ રહેલા હજારો મુસાફરોને ટ્રેનોમાં સીટ ન મળતા તેઓનું પ્રવાસનું આખું આયોજન પડી ભાગવાની શક્યતા જોવાઇ રહી છે. સીટ ન મળવાની સ્થિતિમાં યાતનાસભર મુસાફરી કરવાની પણ નોબત આવી પડે તેમ છે. તેમજ  વૈકલ્પિક પરિવહનના સાધનોમાં વધુ પૈસા ખર્ચ કરવાની પણ નોબત આવી પડે તેમ છે.

મુસાફરોને કન્ફર્મ મુસાફરી પુરી પાડવામાં તંત્ર અક્ષમ

દર વર્ષે દિવાળીના તહેવારોમાં ટ્રેનો હાઉસફૂલ જાય છે. મુસાફરોને જગ્યા મળતી નથી. મુસાફરોના ભારે ધસારાવાળી ટ્રેનોમાં વધારાના કોચ જોડાય છે. તે પણ અપુરતા સાબિત થાય છે. જેતે રૂટમાં વિશેષ ભાડા સાથે વિશેષ ટ્રેનો પણ દોડાવાતી હોવા છતાંય નવાઇની વાત એ છેકે રેલેવે તંત્ર મુસાફરોને કન્ફર્મ મુસાફરી પુરી પાડવામાં આઝાદીના સાતેક દાયકા બાદ પણ અસક્ષમ પુરવાર થઇ રહ્યું છે.

અમદાવાદથી વિવિધ ટ્રેનોમાં સ્લીપર ક્લાસમાં વેઇટિંગ લિસ્ટની સ્થિતિ

ટ્રેનતારીખવેઇટિંગ
૧૯૧૬૭ સાબરમતી એક્સપ્રેસ૨૨ઓક્ટોબર૪૦૧
૧૯૪૦૯ ગોરખપુર એક્સપ્રેસ૨૫ ઓક્ટોબર૪૦૧
૧૨૯૧૫ આશ્રમ એક્સપ્રેસ૨૫ ઓક્ટોબર૩૯૪
૧૯૪૦૩ સુલતાનપુર એક્સપ્રેસ૨૨ ઓક્ટોબર૩૯૧
૧૨૮૩૩ હાવડા એક્સપ્રેસ૨૬ ઓક્ટોબર૩૮૫
૧૨૮૪૪ અમદાવાદ-પુરી૨૬ ઓક્ટોબર૩૬૮
૧૨૫૪૮ અમદાવાદ-આગ્રા કેન્ટ૨૩ ઓક્ટોબર૩૧૬
૨૨૯૬૭ અમદાવાદ-અલ્હાબાદ૨૪ ઓક્ટોબર૩૫૭
૧૯૪૦૭ અમદાવાદ-વારાણસી૨૪ ઓક્ટોબર૨૯૬
૧૯૦૩૧ હરિદ્વાર મેલ૨૮ ઓક્ટોબર૨૫૦
૧૮૪૨૨ અજમેર-પુરી૨૩ ઓક્ટોબર૨૪૭
૧૯૩૦૯ ગાંધીનગર-ઇન્દોર૨૫ ઓક્ટોબર૨૪૨
૧૯૪૦૧ અમદાવાદ-લખનઉં૨૮ ઓક્ટોબર૨૩૨
૧૨૪૮૦ સુર્યનગરી એક્સપ્રેસ૨૫ એક્ટોબર૧૯૭
૧૨૬૫૫ નવજીવન એક્સપ્રેસ૩૦  ઓક્ટોબર૧૬૪
૧૮૪૦૬ અમદાવાદ-પુરી૨૫ ઓક્ટોબર૧૬૨

Read Also

Related posts

Coronavirus: કોવિડ-19 કે ફ્લૂ શિયાળામાં કેવી રીતે જાણશો? આ 2 મોટા સંકેતો જણાવશે તફાવત

Mansi Patel

સાબરકાંઠા/ વિજયનગરની પોળોમાં જતા હોય તો સાવધાન થઈ જશો, પોલીસે મુક્યો છે હાલ પ્રતિબંધ

pratik shah

‘ગુડ ન્યુઝ’ માટે સંબંધોની અદલા-બદલી, સાસુ-વહુના સંબંધને અલગ દિશા આપશે આ સીરિયલ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!