GSTV

IRCTC/ ટિકિટ બુક કરો અને મેળવો 2000 રૂપિયાનો ફાયદો! જાણો કેવી રીતે મળશે આ ઑફરનો લાભ

irctc

Last Updated on February 10, 2021 by Bansari

Indian Railway: ટ્રેનની ટિકિટ બુક કરાવવા જઇ રહ્યાં હોય તો શૉપિંગનો પ્લાન પણ બનાવી લો, કારણ કે ઇન્ડિયન રેલવે કેટરિંગ એંડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) તમારી ટિકિટ બુક કરાવવા પર કેશબેક આપી રહ્યું છે. IRCTC તરફથી તેના iMudra એપ દ્વારા ડિજિટલ કાર્ડથી શોપિંગ કરવા પર 2000 રૂપિયા સુધીનું કેશબેક મળશે. તમે 28 ફેબ્રુઆરી સુધી આ ઑફરનો લાભ લઇ શકો છો.

IRCTCની કેશબેક ઑફર

IRCTCની iMudra એપ પર વીઝા અથવા રૂપે કાર્ડથી પેમેન્ટ અથવા ખરીદી કરવા પર તમને 2000 રૂપિયા સુધીનું કેશબેક મળી રહ્યું છે. IRCTC iMudraએ ટ્વીટ કરીને આ ઑફર વિશે જણાકારી આપી છે. iMudraએ આ ટ્વીટમાં કહ્યું છે કે જો ગ્રાહક પોતાની મનપસંદ iMudra એપ પર વીઝા અથવા રૂપે કાર્ડથી 5000 રૂપિયાથી વધુ ખર્ચ કરે તો તેમને 2000 રૂપિયા સુધીનું કેશબેક મળી શકે છે.

આ તારીખ સુધી મેળવો ઑફરનો લાભ

આ ઑફર 28 ફેબ્રુઆરી સુધી જ માન્ય છે અને ફક્ત iMudra Visa/Rupay કાર્ડ ટ્રાન્જેક્શન પર જ લાગુ છે. iMudraએ ટ્વીટ કર્યુ છે કે, કેશબેકના દિવસો પરત આવ્યા! તમારા IRCTC iMudra વોલેટમાં પૈસા નાંખો અને 5000 રૂપિયા સુધી ખર્ચ કરીને 2000 રૂપિયા સુધીનું કેશબેક મેળવો. જો તમે કેશબેક મેળવવા ઇચ્છતા હોય તો iMudra એપ પર Visa અથવા Rupay કાર્ડથી પેમેન્ટ કરવાનું છે. જણાવી દઇએ કે IRCTCએ ફેડરલ બેંક સાથે મળીને આ કાર્ડને લોન્ચ કર્યુ હતુ. આ કાર્ડમાં તમે ડેબિટ કાર્ડ, UPI અથવા ક્રેડિટ કાર્ડથી પણ પૈસા નાંખી શકો છો.

IRCTC

ઘણી કામની છે IRCTC iMudra એપ

IRCTC iMudraનું ફિઝિકલ કાર્ડ મેળવવા ઇચ્છતા હોય તો તેના માટે તમારે ફીસ ચુકવવી પડશે. તે બાદ તમે આ કાર્ડથી કોઇપણ એટીએમમાંથી પૈસા ઉપાડી શકો છો. IRCTC iMudraથી તમે કોઇને પૈસા મોકલી કે મેળવી શકો છો. IRCTC iMudra એક ફિઝિકલ અને ડિજિટલ કાર્ડ છે. તમે આ કાર્ડથી ઑનલાઇન શૉપિંગ કરી શકો છો. બિલ ચુકવી શકો છો, ટ્રેનમાં ફૂડ ઓર્ડર કરી શકો છો, મોબાઇલ રિચાર્જ કરાવી શકો છો, ટ્રેન, ફ્લાઇટ અને હોટલ બુકિંગ પણ કરી શકો છો.

IRCTC iMudra વોલેટમાં આ રીતે એડ કરો રૂપિયા

તમે IRCTC iMudra વોલ્ટમાં મની એડ કરવા માટે ડેબિટ કાર્ડ, UPI અથવા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી શકો છો. મની એડ કરવા માટે તમારે તમારી iMudra એપ પર એડ મની ઓપ્શન પર ક્લિક કરવાનું છે અને પછી અમાઉન્ટ સિલેક્ટ કરીને તમારા વોલેટમાં લોડ કરવા માટે આગળ વધો.

જણાવી દઇએ કે આ વચ્ચે 29 જાન્યુઆરીએ IRCTCએ ટ્રેનો અને ફ્લાઇટ ઉપરાંત બસોની બુકિંગ પણ શરૂ કરી છે. યાત્રી IRCTC પોર્ટલ પર જઇને બસ પણ બુક કરી શકે છે. તેમાં તમને બસોના તમામ પ્રકારના વિકલ્પ મળે છે. Volvo, AC બસ, Non-AC બસ. તમે તમારી સુવિધા અને યાત્રા અનુસાર બસની પસંદગી કરી શકો છો.

Read Also

Related posts

મોટા સમાચાર: CBSEએ જાહેર કર્યો CTET પરીક્ષાનો કાર્યક્રમ, સમગ્ર દેશમાં 20 ભાષાઓમાં લેવામાં આવશે આ કસોટી

Pravin Makwana

VIDEO: નબળા હ્દયવાળા આ વીડિયો જોતા જ નહીં, ફુલ સ્પિડે ચાલતી ટ્રેન સાથે લટકીને ખતરનાક સ્ટંટ કરી રહ્યા છે આ યુવકો, મરવાનો ડર જ નથી

Pravin Makwana

T20માં વિરાટ કોહલી કરતાં વધુ સારો કેપ્ટન સાબિત થશે રોહિત શર્મા, આ છે 5 સૌથી મોટા કારણો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!