રેલવેની અધિકારીક વેબસાઈટ IRCTCએ હવાઈ યાત્રાને પ્રોત્સાહન આપવા માટે એયર એપમાં ઘણી નવી યોજનાઓ જોડી છે. એનાથી માત્ર યાત્રીઓ ઘરે બેઠા ટિકીની બુકીંગ જ નહિ પરંતુ અન્ય સાઇટ્સની તુલનામાં ટિકિટ ઘણી સસ્તી પણ મળશે. IRCTCએ પોતે ટ્વીટ કરી આ અંગે જાણકારી આપી. IRCTC મુજબ એની એયર વેબસાઈટ અથવા એપ પર વિઝીટ કરવાનો સારી અવસર છે. અહીં ટીકીટ બુક કરાવવા પર કન્વિનિયન્સ ફી 50 રૂપિયા, રિશિડ્યુલ અથવા ક્રેડિટ ફેસેલિટી, સરળ LTC ક્લેમ, સ્પેશિયલ ડિફેન્સ જેવી ઘણી સુવિધા મળી રહી છે. એની સાથે યાત્રીઓને ટિકિટ બુક કરાવવા પર 50 લાખનું ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પણ આપવામાં આવે છે. IRCTCએ આને flyAt50 નામ આપ્યું છે.
શું છે IRCTC Air App

IRCTC Air App એક IATD સર્ટિફાઇડ વેબસાઈટ છે જે સસ્તામાં હવાઈ ટિકિટ બુક કરવાની સુવિધા આપે છે. આ વેબસાઈટ પર ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય બંને પ્રકારની ટિકિટ બુક કરાવી શકો છો. આ વેબસાઈટ સાથે ઘણી એરલાઇન્સ કંપનીની ફ્લાઇટ પ્રાઇસ જોડાયેલ છે જેથી યાત્રીઓને એક જ પ્લેટફોર્મ પર તમામ જાણકારી એક સાથે મળે છે. યાત્રી પોતાની પસંદની સુવિધાજનક ભાડું આપી ટિકિટ બુક કરાવી શકો છો.
બીજી વેબસાઈટની જેમ IRCTCથી ટિકિટ બુક કરાવવું ખુબ સરળ

વેબસાઈટ પર યાત્રાની તારીખ નાખતા જ એ પ્લેનમાં યાત્રીઓની સંખ્યા અને ટ્રાવેલ ક્લાસની જાણકારી મળી જશે. આ એપ દ્વારા તમે પ્લેનની એક મેપ જોઈ શકો અને એના આધારે ટિકિટ બુક કરી શકો છો. વેબસાઈટ અથવા એપ ઘણી અલગ અલગ એરલાઇન્સનું ભાડું અને ખાલી સીટ અંગે એક જ પ્લેટફોર્મ પર ઘણી એરલાઇન્સ કંપનીના ભાડા અંગે જાણકારી મળી જાય છે, જેથી બુકીંગ કરાવવામાં સરળતા રહે છે.
કયા કયા છે ફાયદા

આ એપથી બુકીંગ કરાવવાનો સૌથી મોટો ફાયદો એ છે કે આ 50 લાખ રૂપિયાનું ટ્રાવેલ ઇન્શ્યોરંસ આપી રહ્યું છે. IRCTCની આ flyAt50ને નામ આપવામાં આવ્યું છે. એની સાથે જો તમે નેટ બેન્કિંગ દ્વારા ટિકિટ બુક કરવો છો તો એના માટે સુવિધા અથવા પ્રોસેસિંગ ચાર્જ નહિ લાગે, જયારે વિમાનની ટિકિટ બુક કરાવવા વાળી વેબસાઈટ પર એના માટે 150થી 250 ખર્ચ કરવા પડે છે.
Read Also
- યુસુફ પઠાણે ક્રિકેટ જગતમાંથી લીધો સંન્યાસ, સોશિયલ મીડિયા પર શેર કરી ભાવુક પોસ્ટ
- ખાસ વાંચો / હવે જનમતાની સાથે જ બની જશે નવજાતનું આધાર કાર્ડ, જાણો સમગ્ર પ્રક્રિયા…
- BIG NEWS : પશ્વિમ બંગાળ સહિત દેશના 5 રાજ્યોની ચૂંટણીની તારીખો થઈ જાહેર, આટલા તબક્કામાં યોજાશે મતદાન
- અમદાવાદમાં આત્મહત્યાનો સિલસિલો યથાવત, બી.જે મેડિકલ કોલેજની યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર
- Twitterની મોટી જાહેરાત/ જો હવે તમારી પાસે પણ હશે વધારે ફોલોઅર્સ તો દર મહિને આવી રીતે કમાઈ શકો છો રૂપિયા