GSTV

IRCTCની એલર્ટ! રેલવે ટિકિટ બુક કરતી વખતે આવી ભૂલ ન કરતાં, ચુકવવી પડશે ભારે કિંમત

જો તમે ઓનલાઇન કે ઑફલાઇન રેલવે ટિકિટ બુક કરાવતા હોવ તો તમારા માટે IRCTCએ એક એલર્ટ જારી કર્યુ છે. આ એલર્ટ તે લોકો માટે પણ છે જે રેલવે મુસાફરી દરમિયાન જાણકારી કે ફરિયાદ માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. IRCTCના આ એલર્ટને જો ઇગ્નોર કરશો તો તેની ભારે કિંમત ચુકવવી પડી શકે છે. તેવામાં ચાલો તમને જણાવીએ કે આખરે આ એલર્ટ શું છે….

IRCTCએ કર્યુ ટ્વીટ

હકીકતમા IRCTC તરફથી ટ્વીટર પર અનેક ટ્વીટ કરવામા આવ્યા છે. તે અનુસાર IRCTCના તે યુઝર્સને ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં છે જે પોતાની ફરિયાદ કે પૂછપરછ દરમિયાન સોશિયલ મીડિયા પર મોબાઇલ નંબર, પીએનઆર અને ટ્રાન્જેક્શન આઇડી જેવી પોતાની પર્સનલ ડિટેલ્સ શેર કરે છે.

બેન્કિંગ ફ્રોડનો ખતરો

તેવામાં યુઝર્સ સાથે બેન્કિંગ ફ્રોડ થઇ શકે છે. IRCTCએ લોકોને આ ડિટેલ્સને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર ન કરવાની અપીલ કરી છે. આ સાથે જ IRCTCએ જણાવ્યું કે ભારતીય રેલવે ફક્ત ડાયરેક્ટ મેસેજ દ્વારા જાણકારી માગે છે. તે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે IRCTCની રિફંડ પ્રક્રિયા સંપૂર્ણ રીતે ઓટોમેટિક છે અને તેમાં કોઇપણ પ્રકારનો માનવીય હસ્તક્ષેપની જરૂર નથી હોતી.

કૉલ-મેસેજથી સાવચેત રહો

કહેવાનો અર્થ એ છે કે જો IRCTCથી ટિકિટ કેન્સલ કરાવો તો રિફંડની પ્રક્રિયા માટે તમારે કોઇ વ્યક્તિ કે કોઇ અન્યની મદદ લેવાની જરૂર નથી પડતી. તેવામાં તમે કોઇપણ કૉલ કે મેસેજથી સાવધાન રહો. આ મેસેજ કે કૉલ તમારા બેન્ક એકાઉન્ટને ખાલી કરી શકે છે.

Read Also

Related posts

સિદ્ધપુર તાલુકો સીલ કરી દેવાયો : ઘરમાંથી બહાર નીકળવા પર સંપૂર્ણ પ્રતિબંધ, 5 કેસો નોંધાયા

Pravin Makwana

કોરોનાનો ચેપ લાગ્યો અને કંઇ થયું તો ગુજરાત સરકાર આપશે 25 લાખ રૂપિયા, રૂપાણી સરકારે કરી જાહેરાત

pratik shah

કરમની કઠણાઈ: લોકડાઉનમાં વતન જવા 400 કિમી પગપાળા ચાલ્યા તો બોર્ડર બંધ, પાછી ઉલટી સફર ચાલુ કરી

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!