GSTV

અમેરિકા સાથે બદલો લેશે ઈરાન, ઈરાકી કમાન્ડરે સેનાને આપી દીધા તૈયાર રહેવાના આદેશ

Last Updated on January 3, 2020 by Karan

ઈરાની કમાન્ડર કાસિમ સુલેમાનીના મૃત્યુ બાદ રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ કહ્યું કે, ઈરાન અને અન્ય ક્ષેત્રના બધા જ દેશ રિવોલ્યૂશનરી ગાર્ડ્સ કમાન્ડર કાસિમ સોલેમાનીની હત્યા માટે સંયુક્ત રાજ્ય અમેરિકા સાથે બદલો લેશે. રૂહાનીએ કહ્યું કે, તેમાં કોઇ આશંકા છે કે ઈરાન અને ક્ષેત્રના અન્ય સ્વતંત્ર રાષ્ટ્ર, આ જઘન્ય અપરાધ માટે અમેરિકા સાથે બદલો લેશે. તો ઈરાકના હશેડ અલ-શાબી સૈન્ય બળના એક કમાન્ડરે અમેરિલી સ્ટ્રાઇક બાદ પોતાના સેનાને એલર્ટ રહેવા કહ્યું છે. જેણે તેમના ઉપ પ્રમુખ અને ઈરાની કમાન્ડર કાસિમ સોલેમાનીને ઠાર માર્યો છે.

ઈરાની રાષ્ટ્રપતિ રૂહાનીએ મધ્ય પૂર્વમાં તેમના સહયોગીઓનો ઉલ્લેખ કરતાં કહ્યું, આમાં કોઇ આશંકા નથી કે, ઈરાન અને ક્ષેત્રના અન્ય સ્વતંત્ર રાષ્ટ્ર આ જઘન્ય અપરાધનો બદલો લેશે. ઈરાન સરકારની વેબસાઇટ પર પોસ્ટ કરવામાં આવેલ નિવેદનમાં કહેવામાં આવ્યું છે, “સુલેમાનીની શહાદતને આક્રમક અને અપરાધી અમેરિકાએ ઈરાન અને ક્ષેત્રના બધા દેશોના દિલને દુ:ખી કર્યાં છે.”

રૂહાનીએ કહ્યું કે, તેમના મૄત્યુને ઈરાન અને અન્ય સ્વતંત્ર રાષ્ટ્રોને અમેરિકાની ગંડાગીરી અને ઈસ્લામી મૂલ્યોની રક્ષાના દ્રઢ સંકલ્પને ફરી પરિભાષિત કર્યા છે, રાષ્ટ્રપતિએ કહ્યું કે, આ વાહિયાત અને કાયરતાપૂર્ણ કાર્ય અમેરિકાની હતાશા અને ક્ષેત્રમાં તેની નબળાઇનું વધુ એક સંકેત છે.

ઈરાકે આપ્યા સેનાને તૈયાર રહેવાના આદેશ

તો ઈરાકમાં પણ જનરલ સુલેમાનીના મૃત્યુ બાદ ગુસ્સો જોવા મળી રહ્યો છે, ઈરાકની સેનાઇ આ હુમલાની નિંદા કરી છે. એક નિવેદનમાં કહ્યુઝ, હસદના ઉપ પ્રમુખ, અબૂ મહદી અલ-મુહાંડિસ અને કુર્દ બળોના પ્રમુખ કાસિમ સુલેમાનીને અમેરિકી હુમલામાં મારી નાખવામાં આવ્યા, બગદાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના રસ્તા પર તેમની કારને નિશાન બનાવવામાં આવી.

ઉલ્લેખનિય છે કે, હશદ શિયા સશસ્ત્ર શાખાઓનું એક બળ છે, જેમાંના ઘણા ઈરાનના બહુ નીકટના છે, જેમને આધિકારિક રૂપે ઈરાકના રાજ્ય સુરક્ષા બળોમાં શામેલ કરવામાં આવ્યું છે.

ઈરાકની સેનાઇ કહ્યું, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મિલાઇસ હુમલામાં અડધી રાત બાદ તેમને મારવામાં આવ્યા. સુરક્ષા સૂત્રોએ જણાવ્યું કે, રૉકેટોએ સેનાના કાફલાને નિશાન બનાવ્યો જેમાં આઠ લોકોનાં મૃત્યુ થયાં, જેમાં જનરલ કાસિમ સુલેમાની પણ હતા.

ઉલ્લેખનિય છે કે, જનરલ સુલેમાની ઈરાની રિવિલ્યૂશનરી ગાર્ડ કૉર્પ્સ ક્વૉડ્સ ફોર્સના પ્રમુખ છે અને ઈરાક પર ઈરાનના એક મુખિયા તરીકે કામ કરી રહ્યા છે.

Read Also:

Related posts

રસીકરણ / દેશના 51 ટકા લોકોને વેક્સિનનો પહેલો ડોઝ આપવામા ભારત સફળ, જાણો ક્યારે થશે આખો દેશ સંપૂર્ણપણે વેક્સીનેટ…?

Zainul Ansari

બાંગ્લાદેશ દુર્ગાપૂજા હિંસાનો મામલો, પોલીસે આખરે કરી હિંસા ભડકાવનારા શખ્સોની ધરપકડ

Pritesh Mehta

ડ્રેગનને ભીંસમાં લેશે ચાર દેશોનું ગઠબંધન, ચીન સામે એકજૂટ થશે ભારત, ઇઝરાયલ, યુએઇ અને અમેરીકા!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!