GSTV

આત્મઘાતી હુમલાથી ઇરાકની રાજધાની બગદાદ હલબલી ઉઠ્યું, 32ના મોત અને 110 ઘાયલ

ઇરાકની રાજધાની બગદાદમાં ગુરૂવારના રોજ થયેલા આત્મઘાતી હુમલાથી ત્યાંની ધરા ધ્રુજી ઉઠી છે. બગદાદના એક માર્કેટમાં થયેલા વિસ્ફોટના કારણે ઓછામાં ઓછાં 32 લોકોના મોત નિપજ્યાં છે અને 110થી વધારે લોકો ઘાયલ થયા છે. હાલમાં આ વર્ષમાં આ પ્રકારે થયેલો આ પ્રથમ હુમલો છે.

ઉલ્લેખનિય છે કે છેલ્લાં ત્રણ વર્ષમાં બગદાદમાં આ સૌથી ખતરનાક હુમલો છે. શહેરનાં ટાયેરાન સ્કવેટર પર જુના કપડાનાં માર્કેટમાં આ વિસ્ફોટ થયો છે.

blast

આસપાસ લોકોની ભીડ એકઠી થતા જ હુમલાખોરે પોતાની જાતને ઉડાવી દીધી

આત્મઘાતી હુમલાખોર ખુદને બીમાર બતાવીને આ માર્કેટમાં ઘુસ્યો હતો. તેની આસપાસ જ્યારે લોકોની ભીડ એકઠી થઇ ત્યારે તેણે પોતાની જાતને જ ઉડાવી દીધી. વિસ્ફોટ બાદ સર્વત્ર લોહીનાં ડાઘ અને માર્ગ પર ફાટેલા તૂટેલી હાલતમાં કપડાં વિખરાયેલા જોવા મળ્યાં હતાં.

હજુ સુધી કોઇ પણ આતંકી સંગઠને જવાબદારી નથી લીધી

જો કે તમને જણાવી દઇએ કે, આ હુમલાની હજી સુધી કોઇ પણ આતંકી સંગઠને જવાબદારી નથી લીધી. 2017માં ઇસ્લામિક સ્ટેટને હરાવીને ભગાવ્યા બાદથી ઇરાકની રાજધાનીમાં સતત આત્મઘાતી હુમલાની ઘટનાઓ ખૂબ ઓછી થઇ ગઇ છે. તમને જણાવી દઇએ કે અંતિમ દુર્ઘટના 2018ના જાન્યુઆરી મહીનામાં થઇ હતી.

READ ALSO :

Related posts

પૂર્વ નાણામંત્રીની કોંગ્રેસ હાઇકમાન્ડને અપીલ, પ્રિયંકા ગાંધીને કન્યાકુમારીથી ઉમેદવાર બનાવવા કરી વિનંતી

Pritesh Mehta

સરકારી નોકરી: જૂનિયર એન્જિનીયર અને ટેકનિકલ ઓફિસર સહિતની કેટલીય જગ્યાઓ માટે આવી ભરતી, 537 જગ્યાઓ છે ખાલી

Pravin Makwana

બંગાળ ચૂંટણી: કોંગ્રેસ પાર્ટીએ જાહેર કરી ઉમેદવારોની યાદી, અગાઉ ભાજપ અને ટીએમસી જાહેર કરી ચુક્યા છે યાદી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!