GSTV

ઈરાનના પરમાણુ વિજ્ઞાનિકની હત્યા પાછળ મોટો ખુલાસો, આ હથિયારથી કરાઈ હતી હત્યા

Last Updated on February 13, 2021 by Pritesh Mehta

ગત વર્ષે નવેમ્બરમાં ઈઝરાયેલની જાસૂસી એજન્સી મોસાદે ઈરાનના પરમાણુ વિજ્ઞાનીની તહેરાન નજીક હત્યા કરી હતી. બ્રિટનમાંથી પ્રસિદ્ધ થતાં જ્યુ ક્રોનિકલ મેગેઝીનના અહેવાલ પ્રમાણે આ હત્યા માટે એક ટન વજનની ઓટોમેટિક-અત્યાધુનિક ગન વાપરવામાં આવી હતી.

ઈરાન

ઈઝરાયેલની જાસૂસી એજન્સી મોસાદના સૂત્રોને ટાંકીને પ્રસિદ્ધ થયેલા અહેવાલમાં દાવો થયો હતો કે ઈરાનના પરમાણુ વિજ્ઞાનીની હત્યા કરવા માટે એક ટન વજનની ઓટોમેટેડ ગન વાપવામાં આવી હતી. એ ગનનું સંચાલન સેટેલાઈટથી થતું હતું. આવડી વિશાળ ગન ઈરાનમાં પહોંચાડવા માટે પણ ખાસ ઓપરેશન હાથ ધરાયું હતું. અસંખ્ય ટૂકડામાં આ ગન ઈરાનમાં પહોંચી હતી અને પછી ઓપરેશન માટે બધા ટૂકડા જોડી દેવાયા હતા.

ઈરાનના વિજ્ઞાની મોહસિન ફખરીજાહેનની હત્યા તહેરાન નજીક ગત વર્ષે નવેમ્બરમાં થઈ હતી.  વિજ્ઞાાનીની હત્યામાં જે ટેકનોલોજીનો ઉપયોગ થયો હતો તે ખરેખર આશ્વર્યજનક હતો. અગાઉ ક્યારેય આવી ટેકનિકનો ઉપયોગ થયો ન હતો. મોસાદના સૂત્રોને ટાંકીને કહેવાયું હતું કે ઓપરેશનમાં ૨૦ જાસૂસો સામેલ હતા. એમાં ઈરાનના નાગરિકોનો પણ સમાવેશ થતો હતો.

ગન એવી રીતે ગોઠવી દીધી હતી કે ત્યાં કોઈની પણ હાજરી જરૃરી ન હતી. એક સ્થળે ગન ગોઠવી દીધા પછી તેનું સંચાલન સેટેલાઈટથી કરાયું હતું. લાખો કિલોમીટર દૂરથી વિશાળ ગનમાંથી ગોળી છોડાઈ હતી. આ ઘટનાના ત્રણ-સાડા ત્રણ મહિના પછી હવે સિલસિલાબંધ વિગતો મોસાદના અધિકારીઓએ જ જાહેર કરી હતી. એ ઘટનાની વિગતો બ્રિટનના મેગેઝીને પ્રસિદ્ધ કરી હતી. મોસાદે આ વિજ્ઞાાનીને ઠાર કરવા માટે આઠ મહિના સુધી મહેનત કરી હતી.

ઈઝરાયેલની જાસૂસી એજન્સી મોસાદ તેના હેરતઅંગેજ કારનામા માટે જગવિખ્યાત છે. મોસાદે અગાઉ પણ પહેલી નજરે અશક્ય લાગે એવા ઓપરેશન્સ પાર પાડયા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

BIG BREAKING: DGCAનો મહત્વનો નિર્ણય, 15 ડિસેમ્બરથી શરૂ નહીં થાય ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ: ઓમિક્રોનનો ખતરો છે મુખ્ય કારણ

pratik shah

શશિ થરૂરે હવે પુરૂષ સાંસદો સાથેની તસ્વીર શેર કરી, કહ્યું- હવે કોઈ વાયરલ નહીં કરે !

Pravin Makwana

World AIDS Day: 57 ટકા ભારતીયો નથી કરતાં ગર્ભનિરોધકનો ઉપયોગ, ગુજરાતનું આ શહેર રેંકિંગમાં સૌથી નીચે

Bansari
Do NOT follow this link or you will be banned from the site!