GSTV
Bollywood Entertainment Hollywood Photos Trending

ઈરાનમાં હિજાબ વિવાદ વચ્ચે એશ્વર્યા રાયની હમશક્લ મોડલની તસવીર થઈ વાયરલ, જુઓ PHOTOS

ઈરાનમાં હિજાબ ન પહેરવા બદલ પોલીસ કસ્ટડીમાં 22 વર્ષની યુવતી મહેસા અમીનીના મોત બાદ આખો દેશ સળગી રહ્યો છે. ઠેર ઠેર દેખાવો થઈ રહ્યા છે. મહિલાઓએ વાળ કાપવાની સાથે હિજાબ સળગાવી વિરોધ પણ કર્યો હતો. ઘણી ઈરાની અભિનેત્રીઓએ દુનિયાભરમાં પોતાની ઓળખ બનાવી છે. 32 વર્ષીય મહલાખા જાબેરી તેમાંથી એક છે. મહલાઘાએ મહસા અમીનીના મૃત્યુનો વિરોધ પણ વ્યક્ત કર્યો છે. તેણે તેના ઈન્સ્ટાગ્રામ પર આ અંગે એક પોસ્ટ પણ કરી છે. મહાલાઘા તેના બોલ્ડ સ્ટાઈલ માટે જાણીતી છે. સોશિયલ મીડિયા પર પણ લોકો તેની સરખામણી ઐશ્વર્યા રાય સાથે કરે છે. તેને ‘ઈરાનની ઐશ્વર્યા રાય’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

ઈરાન

મહાલાઘા તેના ગ્લેમરસ લુક માટે જાણીતી છે. મહલાઘાની ઊંચાઈ, આંખો અને વાળ મોટાભાગે ઐશ્વર્યા રાયને મળતા આવે છે. તેની તસવીરોમાં ઐશ્વર્યાની ઝલક જોવા મળે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 4 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર તેના ફોટા અને વીડિયો શેર કરીને પોતાના વિશે અપડેટ કરતી રહે છે.

ઈરાન

મહલાઘાએ 2021 અને 2022માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર ધૂમ મચાવી છે. મહલાઘાના ગ્લેમરસ ફોટોશૂટ હંમેશા ચર્ચામાં રહે છે. મહાલાઘા 2019માં ભારત આવી છે. તેણે પોતાની પોસ્ટ પર મંદિરના ફોટો સાથે ટ્રેડિશનલ લુકમાં લખ્યું, “હેલો ફ્રોમ ઈન્ડિયા!”.

મહલાઘાનો જન્મ ઈરાનના ઈસ્ફહાન શહેરમાં થયો હતો. આ શહેર તેના પર્શિયન આર્કિટેક્ચર માટે જાણીતું છે. જોકે, મોડલિંગ કરિયરના કારણે મહલાઘા હવે અમેરિકા શિફ્ટ થઈ ગઈ છે. મહાલાઘા ટ્વિટર પર પણ સક્રિય છે. તે ઈરાનની રાજકીય પરિસ્થિતિ પર નિખાલસતાથી પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતી રહે છે.

મોડલિંગ સિવાય મહાલાઘાને ખાલી સમયમાં ઘોડેસવારી અને શોપિંગનો શોખ છે. તેને ફિલ્મોનો ઘણો શોખ છે. અંગ્રેજી રોમેન્ટિક અને સાયન્સ ફિક્શન ફિલ્મો જોવાનું પસંદ કરે છે.

જબેરીએ ઘણા ફેશન ફેસ્ટિવલમાં ભાગ લીધો છે. તેણે પોતાનું મોડેલિંગ કરિયર ઈરાનથી કર્યુ હતું પરંતુ બાદમાં તેણે પોતાનું સપનું સાકાર કરવા માટે યુએસ જવું પડ્યું હતું. તે ઘણા ફેસેમ મેગેઝીનના કવર પેજ પર જોવા મળી છે.

READ ALSO:

Related posts

રાજસ્થાન / રાજકીય સંકટ વચ્ચે સીએમ ગેહલોત પહોચ્યા દિલ્હી, સોનિયા ગાંધી સાથે કરશે મુલાકાત

Hardik Hingu

Ekta Kapoor વિરૂદ્ધ જારી થયું અરેસ્ટ વૉરેન્ટ, જાણો શું છે સમગ્ર મામલો

Hemal Vegda

IND vs SA / આફ્રિકા સામે પ્રથમ ટી-20માં ભારતનો શાનદાર વિજય, મેન ઓફ ધ મેચ બન્યો આ ખેલાડી

Hardik Hingu
GSTV