GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

હોલિવુડ અભિનેત્રી જેવી દેખાવા 50 સર્જરીઓ કરાવનાર ઈન્સ્ટા ફેમસ ચહેરો બન્યો જેલમાં કોરોના સંક્રમિત

હોલીવુડની અભિનેત્રી એન્જેલીના જોલીની જેમ દેખાવા માટે અનેક સર્જરી કરાવનાર ઈરાનની ઇન્સ્ટાગ્રામ સ્ટાર સહરતબરને જેમાં કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. તે હાલમાં તેહરાનની એક હોસ્પિટલમાં વેન્ટિલેટર પર છે. ઝોમ્બી જેવી દેખાતી આ મહિલા ઇન્સ્ટાગ્રામ પર ખૂબ પ્રખ્યાત થઈ હતી, પરંતુ ગયા વર્ષે ઓક્ટોબરમાં ભ્રષ્ટાચાર ફેલાવા અને હિંસા ભડકાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.

હાર તબરનું અસલી નામ ફાતેમિહ ખિશવંદ

ડેઇલી મેઇલ મુજબ સોશ્યલ મીડિયા સ્ટાર સહાર તબર 22 વર્ષની છે. સહાર તબરનું અસલી નામ ફાતેમિહ ખિશવંદ છે. તે ઈરાનની રાજધાની તેહરાનની વતની છે. સહરતબર તેના ચહેરાની ઘણી વખત સર્જરી કરાવી ચૂકી છે. સહરતબર સોશ્યલ મીડિયા પર પોતાના ચહેરાની તસવીરો પોસ્ટ કર્યા બાદ ઘણી પ્રસિદ્ધિ મેળવી ચૂકી છે. કોરોના વાયરસનો રોગચાળો જોઈને, સહરતબરના વકિલે તેને મુક્ત કરાવવા ખૂબજ પ્રયાસ કર્યા પરંતુ તે અસફળ રહ્યા. વકીલના જણાવ્યા મુજબ, ઈરાનમાં અમેરિકન સેન્ટર ફોર હ્યુમન રાઇટ્સે કહ્યું છે કે દેશમાં જેલોમાં કોરોના ફેલાઈ રહ્યો હોવાને લઈને જામીન આપવાનો ઈન્કાર કર્યો હતો. માનવ અધિકારના વકીલ પાયેમ ડેરાફશને બુધવારે જણાવ્યું હતું કે, અમને ખબર પડી છે કે સહર તબરને કોરોનાનો ચેપ લાગ્યો છે. જ્યારે તેની અટકાયતનો હુકમ આ સમયે વધારવામાં આવ્યો છે.

યુવાનોને ભ્રષ્ટાચાર માટે પ્રોત્સાહિત કરવાના આરોપ

તસ્નીમ ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ સહરને ઓક્ટોબરમાં હિંસા ભડકાવવા, અન્યાયી રીતે આવક મેળવવા અને યુવાનોને ભ્રષ્ટાચાર માટે પ્રોત્સાહિત કરવાના આરોપ હેઠળ ઓક્ટોબરમાં ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ તેહરાનની કોર્ટના આદેશ પર સહર તબરની અટકાયત કરવામાં આવી હતી. માહિતી મુજબ તેહરાનની આ અદાલત સાંસ્કૃતિક અને સામાજિક ગુનાઓ તેમજ નૈતિક ભ્રષ્ટાચાર પર ખાસ નજર રાખે છે.

સહરને જામીન પર છોડવાનો વારંવાર ઇનકાર

ડેઇલી ન્યૂઝ અનુસાર, ન્યાયાધીશ મોહમ્મદ મોધીશેહે બતાવ્યું હતું કે દેશમાં 70,000 થી વધુ કોરોના વાયરસના કેસ નોંધાયા પછી પણ સહરને જામીન પર છોડવાનો વારંવાર ઇનકાર કરવામાં આવ્યો હતો. ડેરાફશને કહ્યું કે અધિકારીઓને દરેક બાબતને નકારવાની ટેવ પડી ગઈ છે. અધિકારીઓ દાવો કરે છે કે સહરને કોઈ ચેપ લાગ્યો નથી. આ વાતનો ઇનકાર કરવાનો તેમને કોઈ મતલબ નથી. હાલમાં જેલના નિર્દેશકે સહરને હોસ્પિટલમાં દાખલ કરાવી છે.

સહર તહરે કથિત રીતે 50 સર્જરી કરાવી

એવું કહેવામાં આવી રહ્યું છે કે ઓસ્કાર વિજેતા હોલીવુડ અભિનેત્રી એન્જેલીના જોલીની જેમ દેખાવા માટે સહર તહરે કથિત રીતે 50 સર્જરી કરાવી હતી. જે પછી સહરે 2017 માં એક સોશિયલ મીડિયા સ્ટાર તરીકેની ખ્યાતિ મેળવી હતી. પાછળથી, તેણે કબૂલ્યું કે તેનો દેખાવ મોટે ભાગે મેકઅપની અને એડિટીંગ દ્વારા મેળવ્યો હતો. જુલાઇમાં, સહરે પહેલી વખત પોતાનો જૂનો અસલ ચહેરો બતાવ્યો. તેણે સર્જરી પહેલા અને પછીની સાઈડ બાય સાઈડ તસ્વીરો બતાવી હતી. સહરે સ્વિકાર કર્યો હતો કે તેણે કેટલીક સર્જરીઓ જેવી કે – નાક, હોઠ ફિલર અને લિપોસક્શન કરાવ્યા હતા. આ સાથે જ સહરે ખુલાસો કર્યો કે સોશિયલ મીડિયા પર તેનો સૌથી અસાધારણ દેખાવ મેકઅપની અને એડિટિંગને કારણે પણ જોવા મળ્યો હતો.

ચહેરા પર ફોટોશોપ અને મેકઅપ કરવામાં આવ્યું

તેણે કહ્યું, ‘ચહેરા પર ફોટોશોપ અને મેકઅપ કરવામાં આવ્યું છે. જ્યારે પણ હું સોશિયલ મીડિયા પર ફોટો પોસ્ટ કરું છું, ત્યારે હું મારા ચહેરાને રમુજી રીતે રંગ કરું છું. હું માનું છું કે તે પોતાને વ્યક્ત કરવાની એક રીત છે, તે એક પ્રકારની કળા છે. મારા ચાહકો જાણે છે કે આ મારો વાસ્તવિક ચહેરો નથી.

મારે મારા ચહેરા સાથે કંઈક કરવું છે

સહરે આગળ કહ્યું, ‘મેં ક્યારેય હોલીવુડની અભિનેત્રી એન્જેલીના જોલીની જેમ દેખાવાનું વિચાર્યું નથી. આ સિવાય મને કાર્ટૂન કેરેક્ટર ‘કોર્પસ બ્રાઇડ’ જેવો ચહેરો જોઈતો નહોતો. હવે હું સમજી ગઈ છું કે મારે મારા ચહેરા સાથે કંઈક કરવું છે. પરંતુ પોતાની જાતમાં બીજાને જોવી એ પોતાનો અંત નથી. કેટલીક તસવીરોમાં તેણી સામાન્ય રીતે તેહરાનની શેરીઓમાં વાળ પર ઢીલી હિજાબ અને નાક પર સફેદ પટ્ટી પહેરેલી જોવા મળી હતી. ઇસ્લામિક દેશોમાં કોસ્મેટિક સર્જરી અત્યંત લોકપ્રિય છે, જેમાં દર વર્ષે હજારો સર્જરીઓ થાય છે. ઈરાનમાં સોશ્યલ મીડિયા પ્લેટફોર્મમાં ઈંસ્ટાગ્રામ જ એક માત્ર મીડિયા સેવા છે. બાકી ફેસબુક, ટ્વિટર અને ટેલિગ્રામ મેસેંન્જર સેવા પ્રતિબંધિત છે.

READ ALSO

Related posts

705 કરોડના નાણાકીય ગોટાળા માટે GVK ગ્રૂપના પિતા-પુત્ર સામે CBIએ કસ્યો ગાળિયો

Arohi

7000 રૂપિયા સસ્તો થઇ ગયો Samsungનો આ ધાંસૂ ફોન, 8000 રૂપિયાનું બોનસ પણ મળશે

Bansari

LAVA આપી રહ્યું છે ફોન બનાવવાનો મોકો, મળશે હજારોના કેશ પ્રાઈઝ સાથે જ આ ખાસ લાભ! આ રીતે કરો રજીસ્ટ્રેશન

Arohi
Do NOT follow this link or you will be banned from the site!