અમેરિકાએ ઈરાનના ટોચના લશ્કરી કમાન્ડર જનરલ સુલેમાનીનો એક ડ્રોન હુમલામાં સફાયો કર્યા બાદ હવે સમગ્ર આરબ જગતમાં ઉકળાટ છે. અમેરિકાએ આ હુમલો કરવા માટે એમક્યુ-9 રીપર નામના ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. આ અત્યંત હાઈટેક ડ્રોન છે અને તે શસ્ત્રોનુ પણ વહન કરી શકે છે. આ ડ્રોન જાસૂસી કરવાની સાથે સાથે હવાઈ હુમલા પણ કરી શકે છે.અમેરિકાએ પહેલી વખત આ ડ્રોનનો ઉપયોગ કર્યો હોય તેવુ નથી. અગાઉ પણ અમેરિકા પોતાના આ ઘાતક હથિયારનો પ્રયોગ કરી ચુક્યુ છે.

રીપર નામનુ આ ડ્રોન 1701 કિલો હથિયાર લઈ જઈ શકે છે. તે મહત્તમ 50000 ફૂટ સુધીની ઉંચાઈએ ઉડી શકે છે. 2 પાયલોટ ધરતી પર બેઠા બેઠા તેને રીમોટ વડે ઓપરેટ કરે છે. તેની સાથે સાથે સેન્સર ઓપરેટર પણ તેમને ડ્રોનને ઓપરેટ કરવામાં મદદ કરે છે.

આ ડ્રોન પર ચાર લેઝર ગાઈડેડ હેલફાયર મિસાઈલ ફિટ કરાતી હોય છે.જેનુ નિશાન અચૂક હોય છે. ઉપરાંત હાઈટેક કેમેરા, સેન્સર અને લક્ષ્ય ભેદવા માટેની સિસ્ટમથી ડ્રોન સજ્જ હોય છે. દરેક ડ્રોનની કિંમત 3.65 કરોડ થવા જાય છે. તે લગભગ 1800 કિલોમીટર સુધી સતત ઉડાન ભરી શકે છે.

અમેરિકાની એરફોર્સમાં તે 2007થી સામેલ છે. તેનુ વજન લગભગ 2000 કિલો જેટલુ છે.તે પ્રતિ કલાક 368 કિમીની ઝડપથી ઉડાન ભરી શકે છે. સપ્ટેમ્બર 2015ના આંકડા પ્રમાણે અમેરિકા પાસે આવા 93 ડ્રોન હતા. એ પછી બીજા વધારે ડ્રોન અમેરિકાએ સામેલ કર્યા હોય તેવી શક્યતા છે. દરેક ડ્રોન 66 ફુટ પહોળુ અને 36 ફૂટ લાંબુ છે.
READ ALSO
- અમદાવાદ! સિવિલમાં મુખ્યમંત્રીએ લીધી CPRની ટ્રેનિંગ , કોરોનાની ગંભીર મહામારી પછી યુવાનોમાં હાર્ટએટેકનું પ્રમાણ વધ્યું
- વાંદરાનો મેકઅપ કરતી જોવા મળી વાંદરી, વીડિયોને જોઈને લોકો બોલ્યા- બ્યુટિશિયન
- ઉનાળામાં તમને પણ હૃદયમાં બળતરા અને ખાટા ઓડકારની સમસ્યા છે તો આ રીતોથી સમસ્યા કરો દૂર
- Crime News/ સુહાગરાતના દિવસે કન્યાએ આપ્યું માસિક ધર્મનું બહાનું, પતિને રાહ જોવડાવી કર્યો મોટો કાંડ
- પ્લાસ્ટિકની બોટલનું નહીં પણ માટીના વાસણનું પાણી પીવો, તમને એક પછી એક ઘણા જબરદસ્ત ફાયદા થશે