આ છે ભારતીય ક્રિકેટનો જાદુઇ બોલર, બંને હાથે બોલીંગ કરીને બેટ્સમેનને લાવી દે છે ચક્કર

નાગપુરમાં વિદર્ભ ક્રિકેટ એસોશિએશન સ્ટેડિયમમાં ફરી એકવાર અક્ષય કર્ણેવર બેટ્સમેન માટે માથાનો દુખાવો સાબિત થઇ રહ્યો છે. રણજી ચેમ્પિયન વિદર્ભ અને શેષ ભારત વચ્ચે ચાલી રહેલી ઇરાની ટ્રોફીની મેચમાં ચારેય તરફ વિદર્ભના જાદુઇ બોલર અક્ષય કર્ણેવારની જ ચર્ચા થઇ રહી છે.

આ લેફ્ટ આર્મ સ્પિનર ફરી એકવાર બંને હાથે બોલીંગ કરતાં કહેર મચાવી રહ્યો છે. ખાસ વાત તો એ છે કે બસીસીઆઇએ પોતાની ઑફિશિયલ વેબસાઇટ પર તેની બોલીંગનો વીડિયો પોસ્ટ કર્યો. તે બાદ તેનો વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

પોતાની અનોખી બોલીંગ ક્વોલીટી વિશે વાત કરતાં અક્ષયે કહ્યું હતું કે, હું સામાન્ટ રીતે ઑફ સ્પિન બોલીંગ કરૂ છું. બોલીંગ ઉપરાંત હું ઘણાં કામ બંને હાથે કરી શકું છુ. ઘણીવાર મારા પરિવારના સભ્યો પણ ચોંકી ઉઠે છે કે હું કયું કામ કયા હાથે કરૂ છુ. મારા કોચે જ મને લેફ્ટ આર્મ બોલીંગ માટે કહ્યું. ટીમમાં લેફ્ટ આર્મ સ્પિનરની કમીના કારણે મે સખત બોલીંગ પ્રેક્ટિસ કરી અને સફળ રહ્યો. હવે હું બંને હાથે રામથી બોલીંગ કરી શકું છુ.

અક્ષયે ગત 10 વર્ષોમાં ફર્સ્ટ ક્લાસ, લિસ્ટ-એ તથા ટી-20 મેચમાં ઘણીવાર બંને હાથે બોલીંગ કરી છે. મહત્વની વાત એ છે કે અક્ષય સ્થિતી પ્રમાણે કયા હાથે બોલીંગ કરવી તેની પસંદગી કરે છે. તે સ્વાભાવિક રીતે લેફ્ટ આર્મ સ્પિનર છે પરંતુ તે કોઇ લેફ્ટ આર્મ બેટ્સમેન તેની સામે હોય છે ત્યારે તે રાઇટ આર્મ સ્પિન બોલીંગ કરવાનું પસંદ કરે છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter