GSTV
Home » News » Video: ખેલાડીએ એવો કેવો બોલ ફેંક્યો કે સીધું અમ્પાયરનું માથુ જ ફોડી નાંખ્યુ

Video: ખેલાડીએ એવો કેવો બોલ ફેંક્યો કે સીધું અમ્પાયરનું માથુ જ ફોડી નાંખ્યુ

ક્રિકેટ અને ઇજાને ઘણા ઉંડા સંબંધો છે. અત્યાર સુધી ક્રિકેટના ખેલાડીઓ ઇજાગ્રસ્ત થતાં હતાં પરંતુ પાછલા ઘણાં સંયથી અમ્પાયર પણ ઘાયલ થયા હોવાની ખબરો મળતી રહે છે. તાજેતરમાં જ બીબીએલ દરમિયાન પણ એક દર્શક ઘાયલ થઇ ગયો હતો. તેવામાં હવે ભારતમાં ચાલી રહેલી ઘરેલૂ ટૂર્નામેન્ટ ઇરાની કપમાં એક એમ્પાયર ઘાયલ થઇ ગયાં.

ઇરાની કપ મેચ દરમિયાન એક થ્રો પર અમ્પાયર સીકે નંદન ઇજાગ્રસ્ત થઇ ગયા. રેસ્ટ ઑફ ઇન્ડિયાની બીજી ઇનિંગની 95મી ઓવર હતી. જ્યારે લૉન્ગ ઑન તરફથી એક ફિલ્ડરે બોલ થ્રો કર્યો. બોલ અમ્પાયરના માથા પર આવીને વાગ્યો. બંને ઇનિંગમાં સદી ફટકારનારા હનુમા વિહારીએ લૉન્ગ ઑફ પર બોલને પુશ કર્યો સિંગલ લેવા માટે દોડ્યો.

નંદર પાછળ તરફ ફર્યા અને થ્રો સીધા તેના માથા પર આવીને વાગ્યો. તે દુખાવાથી કરણસતા રહ્યાં. પરંતુ તરત જ ફિઝિયોએ આવીને તેમની સારવાર કરી. તે પછી પણ તેમણે અમ્પાયરિંગ ચાલુ રાખ્યુ.

જણાવી દઇએ કે 2014માં ઇજિપ્તના નેશનલ ક્રિકેટ ટીમના અમ્પાયરનું બોલ વાગવાના કારણે નિધન થયું હતુ. હાલ મેદાન પર હાજર રહેતા અમ્પાયરોની સુરક્ષાને લઇને ચર્ચા થઇ રહી છે. ખાસ કરીને બોલીંગ એન્ડ પર ઉભેલા અમ્પાયરને લઇને ચિંતા વધતી જાય છે.

Read Also

Related posts

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોની મળી મોટી સફળતા, મોટા પ્રમાણમાં ઝડપાયા….

Path Shah

બીજેપીનો જીતનો ઉત્સાહ સાતમા આકાશે, 50 કિલો વિશેષ બરફીનાં આપાયા ઓર્ડર

Path Shah

આઈસીસી ઓલ-રાઉન્ડર્સનાં રેન્કિંગમાં મોટો ફેરફાર, હવે આ ખેલાડી છે નંબર 01

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!