GSTV

ચમયચક્ર બદલાયું / એક સમયે પાણીથી સમૃદ્ધ ઈરાનમાં જળસંકટ ઘેરાયું, અનેક વિસ્તારોની સ્થિતિ અત્યંત વિકટ બની

Last Updated on August 3, 2021 by Zainul Ansari

એક સમય ઈરાનમાં પાણીની કોઈ કમી વર્તાતી ન હતી. પરંતુ આજે સમયચક્ર બદલાયું છે અને સ્થિતિ વિપરીત થઈ બની છે. એક સમયે પાણીથી સમૃદ્ધ ઈરાન આજે પાણીની વિકટ સમસ્યા સામે તરસી રહ્યું છે. ઈરાનમાં જળસંકટ ઘેરું બન્યું છે.

ઈરાનમાં હાલ મોટું જળસંકટ ઘેરાયું છે. જેને કારણે દેશમાં અનેક વિસ્તારોની સ્થિતિ અત્યંત વિકટ બની છે. લોકો પાણી માટે તરસી રહ્યાં છે. ઈરાનમાં પાણીનો મુખ્ય સ્રોત ભૂગર્ભ જળ છે. પરંતુ વિશ્વના જે દેશોમાં ઝડપથી ભૂગર્ભજળ ઓછું થઈ રહ્યું છે. પર્યાવરણ વિશેષજ્ઞો વર્ષ 2015થી ચેતવતા આવ્યા છે કે જો ઈરાનમાં જળસંકટનો કઈ ઉકેલ શોધવામાં નહીં આવે તો લાખો લોકો સામૂહિક હિજરત કરશે તેવી સ્થિતિ સર્જાશે.

વિશ્વનું સૌથી મોટું તળાવ સુકાયું

ઈરાનનું ઉર્મિયા તળાવ વિશ્વનું સૌથી મોટું ખારા પાણીના તળાવ તરીકે જાણીતું છે. પરંતુ આજે સ્થિતિ એવી છેકે આ તળાવ મોટાભાગે સુકાઈ રહ્યું છે. 1930 ચોરસ માઈલમાં ફેલાયેલા ઉર્મિયા તળાવ છેલ્લા દાયકામાં એવું તો સુકાઈ ગયું છે કે પાણી દસમા ભાગ કરતાં પણ ઓછું થઈ ગયું છે. 90ના દાયકામાં ઝડપથી વધી રહેલી કૃષિ પ્રવૃત્તિઓ અને દુષ્કાળ વચ્ચે લોકોએ પોતાના પાક માટે ભૂગર્ભ જળનો ઉપયોગ કર્યો અને ઘણા બંધ બાંધ્યા.

જમીનની ફળદ્રુપતા ઘટી

ભૂગર્ભ જળ ઝડપથી કાઢવાના કારણે જમીનમાં મીઠાનું પ્રમાણ વધી શકે છે જેની સીધી અસર ખેતી પર થઈ શકે છે. કેમકે જમીનની ફળદ્રુપતા ઘટી જતાં પૂરતો પાક તૈયાર થઈ શકશે નહીં. અને ખેડૂતોને નુકસાન વેઠવા સાથે દેશના અર્થતંત્ર પર માઠી અસર પડશે.

Read Also

Related posts

ભારતની Agni-V પરમાણુ બેલાસ્ટિક મિસાઈલથી ચીનના પેટમાં તેલ રેડાયું, યુએનમાં કરી ફરિયાદ

Damini Patel

રૂપાણી સરકારના એક સિનિયર પ્રધાને કરોડોમાં જમીનનો સોદો કર્યાની ચર્ચાએ જોર પકડ્યું, ઘેર બેઠાના બીજા જ દિવસે સોદો પાડ્યો

Dhruv Brahmbhatt

મોદીની સામે મમતા બેનરજી, દીદીએ કહ્યું- રાહુલ ગાંધી નરેન્દ્ર મોદી સામે ટક્કર લઈ શકે તેમ નથી

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!