GSTV
Home » News » ઈરાને બ્રિટનના રાજદૂતની ધરપકડ કરી લેતા મામલો બિચક્યો, લાગ્યો હતો આ મોટો આરોપ

ઈરાને બ્રિટનના રાજદૂતની ધરપકડ કરી લેતા મામલો બિચક્યો, લાગ્યો હતો આ મોટો આરોપ

ઇરાન સરકાર વિરૂદ્ધ ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે ઇરાને બ્રિટનના રાજદૂતની ધરપકડ કરી લેતા મામલો વધુ ગરમાયો છે. ઇરાન સરાકરે બ્રિટનના રાજદૂત રોબર્ટ મૈકેયર પર સરકાર વિરોધી પ્રદર્શનમાં ભાગ લેવાનો આરોપ મુકી તેની ધરપકડ કરી લીધી. જો કે થોડી વાર બાદ તેને મુક્ત કરી દેવામાં આવ્યા છે.

યુક્રેનના વિમાનને ભૂલથી તોડી પાડ્યું હોવાની કબૂલાત કર્યા બાદ ઇરાનમાં ચોતરફ સરકાર વિરોધી પ્રદર્શન થઇ રહ્યા છે. બ્રિટનના રાજદૂત પર પણ આ વિરોધ પ્રદર્શનમાં સામલે થવાનો તેમજ પ્રદર્શનકારીઓને ભડકાવવાનો આરોપ લાગ્યો છે. ઇરાને કહ્યું કે બ્રિટનના રાજદૂતે આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કર્યું. એવું મનાઇ રહ્યું છે કે બ્રિટનના રાજદૂત વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોની શોકસભામાં સામેલ થયા હતા.

આ દરમ્યાન આ શોકસભા વિરોધ પ્રદર્શનમાં ફેરવાઇ ગઇ. જે બાદ બ્રિટનના રાજદૂત પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની ધરપકડ કરી લેવાઇ… જો કે આંતરરાષ્ટ્રીય દબાણને કારણે તેને મુક્ત કરી દેવાયા. ઇરાનના અખબારે રાજદૂત રોબર્ટ મૈકેયરની ધરપકડ બાદનો ફોટો પણ રજૂ કર્યો… સમગ્ર મામલે બ્રિટનના વિદેશપ્રધાન ડોમિનિક રોબે જણાવ્યું કે કોઇ પણ આધારપૂરાવા વગર તહેરાનમાં અમારા રાજદૂતની ધરપકડ કરવી એ આંતરરાષ્ટ્રીય કાયદાનું સરાજાહેર ઉલ્લંઘન છે.

READ ALSO

Related posts

ટ્રમ્પની ભારત મુલાકાત પર ભાજપના જૂના સાથીએ માર્યા ચાબખા, ગરીબ અને મધ્યમવર્ગને રતીભાર પણ અસર નહીં થાય

Mayur

મોટેરા સ્ટેડિયમ 1.20 લાખ લોકોથી ખીચોખીચ, દુનિયાભરની નજર આ ઐતિહાસિક પળ પર

Karan

ગાંધી આશ્રમની મુલાકાતે પહોંચેલા ટ્રમ્પને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપી આ ખાસ ભેટ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!