GSTV
News Trending World

‘પહેલા હિજાબ પહેરો પછી ઈન્ટરવ્યુ લો’, ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસે અમેરિકી પત્રકારને પરત મોકલ્યા

ઈરાનનાં રાષ્ટ્રપતિ ઇબ્રાહિન રઈસે હિજાબ ના પહેરવા પર અમેરિકી મહિલા પત્રકારને ઈન્ટરવ્યુ આપવાનો ઈન્કાર કરી દીધો હતો. આ મામલો એવા સમયે સામે આવ્યો છે જ્યારે મિડલ ઈસ્ટ દેશમાં હિજાબનો મુદ્દો ગરમાયેલો છે. વાસ્તવમાં હિજાબ નિયમને તોડવાના કારણે પોલીસ કસ્ટડીમાં એક મહિલાના મોતથી લોકો ભડક્યા છે અને રસ્તા પર ઉતરી આવ્યા છે.

હિજાબ

CNNની ચીફ ઈન્ટરનેશનલ એન્કર ક્રિસ્ટિયન એમનપોરની સાથે ઈરાની રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસનું ઈન્ટરવ્યુ કરવાના હતાં, પરંતુ પત્રકારે હિજાબ પહેરવાનો ઈન્કાર કરવા પર તેને રદ્દ કરી દેવામાં આવ્યુ હતું. ક્રિસ્ટિયને ટ્વિટ કરીને જણાવ્યુ કે હેડસ્કાર્ફ પહેરવા માટે કહેવામાં આવ્યુ, પણ તેમણે આવું કરવાથ ઈન્કાર કરી દીધો. જેના પછી અચાનક ઈન્ટરવ્યુ કેન્સલ કરી દેવામાં આવ્યુ હતું.

40 મિનિટ સુધી ઈરાનના રાષ્ટ્રપતિની જોઈ રાહ

ક્રિસ્ટિયનના ઈન્ટરવ્યુ માટે ઈરાની રાષ્ટ્રપતિની 40 મિનીટ સુધી રાહ જોવામાં આવી હતી, પરંતુ તે આવ્યા નહીં. મહિલા પત્રકારે જણાવ્યુ કે આ મહોરમનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે, તેથી હેડસ્કાર્ફ પહેરવો પડશે. તેના પર તેમણે કહ્યુ કે આપણે ન્યુયોર્કમાં છીએ અને અહીં હેડસ્કાર્ફને લઈને એવો કોઈ કાયદો નથી. તેના પહેલા કોઈપણ ઈરાની રાષ્ટ્રપતિએ આવી માંગ રાખી નથી, જ્યારે તે ઈરાનની બહાર ઈન્ટરવ્યુ કરી રહી હોય.

હિજાબ

ઈરાનમાં હિજાબને લઈને કેમ થઈ રહ્યો છે હોબાળો?

ત્યારે, અમેરિકાએ ઈરાનમાં કસ્ટડી દરમિયાન યુવતીની મોત બાદ ત્યાંની ધર્માચાર પોલીસ અને અન્ય સરકારી એજન્સીના અધિકારી પર પ્રતિબંધ મુક્યો છે. આ પ્રતિબંધો યુવતીની મોત બાદ ઈરાનમાં હિંસા ભડકાવવા અને પછી સુરક્ષા દળો સાથે થયેલી અથડામણમાં 9 લોકોની મોત બાદ લગાવવામાં આવ્યા છે. ધર્માચાર પોલીસે ગયા અઠવાડિયે 22 વર્ષીય મહસા અમીનીને એવું કહીને કસ્ટડીમાં લેવામાં આવી હતી કે તેણે તેના વાળોને હિજાબથી યોગ્ય રીતે ઢાંક્યા નહતાં. અમીની પોલીસ સ્ટેશનમાં પડી ગઈ હતી અને ત્રણ દિવસ બાદ તેની મોત થઈ ગઈ હતી.

READ ALSO:

Related posts

શું Flipkart પર નકલી iPhone વેચાઈ રહ્યો છે? સોશિયલ મીડિયામાં એક ટ્વીટે મચાવ્યો હોબાળો

Damini Patel

ક્યારેક બ્રાલેટ પર સાડી બાંધી તો ક્યારેક પબ્લિકમાં ખોલ્યુ પેન્ટનું બટન! ઉર્ફીએ વટાવી દીધી બોલ્ડનેસની તમામ હદ

Hemal Vegda

ગુજરાત ચૂંટણી/ ભાજપ હાર્ડકોરને બદલે સોફ્ટ હિન્દુત્વના પંથે, મોદીએ આ મુદ્દાઓને સાઈડલાઈન કરી દીધા

HARSHAD PATEL
GSTV