GSTV
News World ટોપ સ્ટોરી

ઈરાકના કુર્દિસ્તાન વિસ્તારમાં ઈરાને કર્યો મિસાઈલ હુમલો, ગર્ભવતિ મહિલા સહિત 13 લોકોના મોત, 58 ઘાયલ

મહસા અમીનીના મોત બાદ હિજાબ વિવાદને લઈને વિશ્વભરમાં આલોચનાનો સામનો કરી રહેલા ઈરાને ઈરાકના કુર્દીસ્તાન પર મિસાઈલ હુમલો કર્યો છે. આ હુમલામાં એક ગર્ભવતી મહિલા સહિત 13 લોકોના મોત થયા છે અને લગભગ 58 લોકો ઘાયલ થયા હોવાનું અનુમાન છે. આ હુમલો ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ દ્વારા કરવામાં આવ્યો છે.

ઈરાને કુર્દીસ્તાન પર હુમલો કરવા માટે મિસાઈલની સાથે સાથે ડ્રોનની પણ મદદ લીધી છે. આ હુમલો કુર્દિસ્તાનમાં ઈરાન વિરોધી જૂથોને ટાર્ગેટ કરતા કરવામાં આવ્યો છે. ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડનું કહેવું છે કે તેણે એવા લોકોને હુમલામાં મારી પાડ્યા છે જેઓએ હાલમાં જ રમખાણોને સમર્થન આપ્યું હતું. જણાવી દઈએ કે લગભગ 12 દિવસ પહેલા હિજાબ ન પહેરવા બદલ ઈરાની પોલીસે મહસા અમીની નામની મહિલાની અટકાયત કરી હતી. જ્યાં કસ્ટડીમાં જ અમીનીનું મોત થયું હતું. જે પછીથી સમગ્ર ઈરાનમાં સરકાર વિરોધી પ્રદર્શનો તેજ થઈ ગયા છે.

ઘણાં પ્રદર્શનકારીઓના થયા મોત

જણાવી દઈએ કે મહસા અમીનીની હત્યાના વિરોધમાં પ્રદર્શનો પર સુરક્ષાદળોની કાર્યવાહીમાં અત્યાર સુધીમાં અનેક લોકોના મોત થયા છે. સરકારે વધતા પ્રદર્શનોને જોતા ઈરાનમાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ લગાવી દીધો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. બીજી તરફ યુએનમાં ઘણા દેશોએ પ્રદર્શનકારીઓ પર બળપ્રયોગની નિંદા કરી છે. મહસા અમીનીની હત્યાના વિરોધમાં ન્યુયોર્ક શહેરમાં પણ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર ભવન સામે સેંકડો ઈરાનીઓએ પ્રદર્શન કર્યું.

હિજાબ સળગાવી વાળ કપાવી કરે છે વિરોધ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઈરાનમાં મહિલાઓ અગ્નિ પ્રગટાવી પોતાના હિજાબને સળગાવીને લોકોમાં ખુશી વ્યક્ત કરી રહી છે. તે જ સમયે કેટલીક મહિલાઓ તેમના લાંબા વાળ કાપીને ગુસ્સો વ્યક્ત કરી રહી છે.

મસ્ક સ્ટાર લિંકને કરશે એક્ટિવ

ટેસ્લાની સાથે સ્પેસએક્સના સ્થાપક એલોન મસ્કએ જણાવ્યું હતું કે ઈરાનમાં હિજાબ વિરોધી પ્રદર્શનને કારણે ઈન્ટરનેટ બંધ થવા વચ્ચે સેટેલાઇટ ઈન્ટરનેટ સેવા સ્ટારલિંક સક્રિય થઈ રહી છે. મસ્કે આ જાણકારી અમેરિકાના એક વરિષ્ઠ અધિકારીના ટ્વીટ પર આપી છે. અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકનના ટ્વીટનો જવાબ આપતા મસ્કે કહ્યું કે તેઓ ઈરાનમાં સ્ટારલિંકને સક્રિય કરી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

Amul Milk Price: શું વધવાની છે Amul દૂધની કિંમત? જાણો કંપનીએ શું જવાબ આપ્યો

GSTV Web Desk

ભાવનગર / પીએમ મોદી પાલીતાણામાં ભાજપની જનસભાને સંબોધન કરશે

Nakulsinh Gohil

વિશ્વના આ પાંચ દેશમાં કોઈ એરપોર્ટ નથી! બીજા દેશમાં કેવી રીતે જાય છે અહીંના લોકો, જાણો

Akib Chhipa
GSTV