GSTV

શું ઈરાનની ન્યુક્લીયર સાઈટસ થશે તબાહ? ઈઝરાયલની વાયુસેનાના ફાઈટર જેટ્સ કરી રહ્યા છે તૈયારી!

Last Updated on November 23, 2021 by pratik shah

ઝરાયેલની સેના છેલ્લા કેટલાક સમયથી જે રીતે તૈયારી કરી રહી છે તે જોતા ઈરાનના ન્યુક્લિયર પ્લાન્ટસ પર તે હુમલો કરશે તેવી અટકળો અને ચર્ચાઓ શરુ થઈ છે. ઈરાન કોઈ પણ હિસાબે અણુ બોમ્બ હાંસલ કરવા માંગે છે.આ માટે તે પોતાના ન્યુક્લીયર પ્લાન્ટસને પૂરજોશમાં ચલાવી રહ્યુ છે અને બીજી તરફ ઈઝરાયેલ કોઈ પણ સંજોગોમાં ઈરાનને અણુ બોમ્બ બનાવતા રોકવા માંગે છે.

ઈઝરાયેલના રણમાં એક એર બેઝ પર વોર ગેમનુ આયોજન

તાજેતરમાં ઈઝરાયેલના રણમાં એક એર બેઝ પર વોર ગેમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ અને તેમાં ઈઝરાયેલ સહિત સાત દેશોના લડાકુ વિમાનોએ ભાગ લીધો હતો.આ વોર ગેમનો હેતુ ઈરાનને ચેતવણી આપવાનો હોવાનુ કહેવાઈ રહ્યુ છે.

ઈઝરાયેલી સરકારે ઈરાનના ન્યુક્લીયર સાઈટસ પર સંભવિત હુમલા માટે ઈઝરાયેલની સેનાને તૈયાર કરવા માટે 1.5 અબજ ડોલરનુ અલાયદુ બજેટ ફાળવ્યુ છે.બીજી તરફ ઈઝરાયેલના નેતાઓ અને સૈન્ય અધિકારીઓ આંતરે દિવસે ઈરાનને હુમલાની ચેતવણી આપી રહ્યા છે.

ઈરાન અને દુનિયાની પાંચ મહાસત્તાઓ વચ્ચે 2015માં જે કરાર થયા હતા તેને ફરી બહાલ કરવા માટે ચર્ચા

આ જાણકારી એવા સમયે સામે આવી છે જ્યારે ઈરાન અને દુનિયાની પાંચ મહાસત્તાઓ વચ્ચે 2015માં જે કરાર થયા હતા તેને ફરી બહાલ કરવા માટે ચર્ચા થવાની છે.આ સમજુતિ હેઠળ ઈરાન પોતાની પરમાણુ ગતિવિધિઓ પર કંટ્રોલ લાવવાનુ હતુ અને તેના બદલામાં ઈરાન પરના નિયંત્રણો હટાવવાનો પ્રસ્તાવ હતો.જોકે 2018માં અમેરિકા પાછુ હટયુ હતુ અને તેણે ફરી નિયંત્રણો લગાવી દીધા હતા. દુનિયાના ઘણા દેશોને ઈરાન પર ભરોસો નથી અને તેમને લાગે છે કે, ઈરાન પરમાણુ બોમ્બ હાંસલ કરવા માંગે છે.

READ ALSO

Related posts

રેલ્વેનો મહત્વનો નિર્ણય! જો તમે ઉંચા અવાજે મ્યુઝીક સાંભળ્યું કે ઘોંઘાટ કર્યો તો થશે કાર્યવાહી, ગ્રુપમાં મુસાફરી કરનાર યાત્રીઓ માટે પણ નવા નિયમો

pratik shah

UP Opinion Polls / ભાજપ અને સપા વચ્ચે જબરદસ્ત ટક્કર, કોણ મારશે બાજી? જાણો યુપીના 11 લાખ લોકોએ શું આપ્યો જવાબ

GSTV Web Desk

UP ચૂંટણી! શું ભાજપ આવશે કે જશે? મત વિસ્તારના લોકોનો રોષ જોઈને ભાગવું પડ્યું નેતાને! હાથ જોડીને કારમાં બેસીને થયા પલાયન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!