GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

ઇરાને 300 કિલો યુરેનિયમના ઉપયોગની પાર કરી મર્યાદા, અમેરિકા ગુસ્સામાં લાલઘૂમ..

અમેરિકા અને ઇરાન વચ્ચેની તકરાર ચરમસીમા પર પહોંચી ગઇ છે અને ગમે ત્યારે યુદ્ધ થાય તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. ઇરાન હવે ઉત્તર કોરિયાની જેમ પોતાના પરમાણુ હથિયારોનું પ્રમાણ ઝડપથી વધારી રહ્યું હોય તેવા અહેવાલો સામે આવ્યા છે.

United States Iran tension

 ઇરાને પરમાણુ બોમ્બ માટે વપરાતા યુરેનિયમના ઉપયોગની ૩૦૦ કીલોગ્રામની મર્યાદાને પાર કરી લીધી છે. જેને પગલે હવે અમેરિકા સહીતના દેશોએ ઇરાનને ભીસમાં લેવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનના આ પગલાની આક્રામક શબ્દોમાં ટીકા કરી હતી અને ચેતવણી આપી હતી કે ઇરાન આગ સાથે ખેલવાનું ગાંડપણ કરી રહ્યું છે.

૩૦૦ કિલો યુરેનિયમની મર્યાદા પાર કરી લીધી હોવાના જે દાવા ઇરાને કર્યા હતા તેની ખાતરી પણ થઇ ગઇ છે, એટમીક એનર્જી એજન્સીએ પણ જણાવ્યું હતું કે ઇરાન આ મર્યાદા પાર કરી ચુક્યું છે. દરમિયાન અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારોની સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ઇરાન આગ સાથે ખેલવાનો પ્રયાસ કરી રહ્યું છે. જેનું પરીણામ પણ તેણે ભોગવવું પડશે તેવી પણ ચેતવણી ટ્રમ્પે આપી હતી.

ટ્રમ્પે સાથે ચેતવણી આપી હતી કે ઇરાન જેટલી વખત પરમાણુ કરારો તોડવાનો પ્રયાસ કરશે તેટલુ તેના પર આર્થિક દબાણ પણ વધારવામાં આવશે અને પરીણામે ઇરાન આર્થિક રીતે પાયમાલ થઇ શકે છે.

એક તરફ ઇરાન આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે બીજી તરફ પરમાણુ ક્ષમતા વધારી રહ્યું છે જેનાથી સમગ્ર વિશ્વ માટે એક મોટો ખતરો ઉભો થઇ રહ્યો છે કેમ કે આતંકીઓના હાથમાં ગમે ત્યારે આ પરમાણુ હથિયારો આવી શકે છે જેનો ઉપયોગ તેઓ દુનિયાને બરબાદ કરવા કરી શકે છે. એટલે ઇરાન હાલ આગ સાથે ખેલી રહ્યું છે જેના પરીણામો સમગ્ર વિશ્વએ ભોગવવા પડી શકે છે.

READ ALSO

Related posts

સીમા પર તેજ હલચલ,ચીનનાં જવાબમાં ભારત વધારી રહ્યુ છે સૈન્ય તાકાત

Mansi Patel

‘પત્ની જેવો છે Corona વાયરસ’ ઈન્ડોનેશિયાનાં મંત્રીનાં નિવેદન પર થઈ ગયો હંગામો

Mansi Patel

રાજ્યમાં દુકાનો સાંજે 7 વાગ્યા સુધી દુકાનો ચાલુ રાખી શકાશે, સમગ્ર ગુજરાતમાં ST સેવા શરૂ કરાઈ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!