GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

આખી દુનિયાને ઘુંટણીયે પાડવા માટે ઇરાન પાસે હુકમનો એક્કો, અડધી દુનિયાના દીવા ઠારી નાખશે?

અમેરિકા બાદ હવે ઇરાન અને બ્રિટન વચ્ચે શરૂ થયેલું ટેન્કર વોર આખી દુનિયાને ભારે પડી શકે તેમ છે. બ્રિટનના જે જહાજનો કબ્જો જ્યાં લેવાયો એ હોર્મુઝની ખાડીના જોરે ઇરાન સમગ્ર દુનિયાને ઘુંટણીયે પાડી શકે તેમ છે. કેમ કે આ સમુદ્રી વિસ્તારમાંથી દુનિયાનું 30 ટકા પેટ્રોલિયમ પસાર થાય છે. ઇરાન જો ધારે તો આ માર્ગ ગમે ત્યારે બંધ કરી શકે છે. આથી જ દુનિયાના તમામ શક્તિશાળી દેશો પણ ઇરાન સામે કાર્યવાહી કરવા તેલ અને તેલની ધાર જોઇ રહ્યા છે.

આરબ દેશો અને ઇરાન વચ્ચે આવેલી હોર્મુઝની ખાડી છેલ્લા ઘણા સમયથી દુનિયાના ટોચના દેશોની યુદ્ધભૂમિ બની છે. હોર્મુઝની ખાડી ફરતે ઇરાન, સાઉદી અરેબિયા, કુવૈત, યુએઇ, મસ્કત વગેરે દેશો આવેલા છે. પરંતુ હોર્મુઝની ખાડીનો બહુ મોટો કાંઠો ઇરાનને અડકે છે.

હોર્મુઝની ખાડી અડધી દુનિયાના દીવા ઠારી નાખે

ભૌગોલિક દ્રષ્ટિકોણથી હોર્મુઝની ખાડીનું દુનિયાના તમામ દેશો માટે એકસરખું મહત્વ છે. હોર્મુઝની ખાડી આમ તો માંડ 30 થી 35 કિલોમીટર પહોળી છે. પરંતુ અહીંથી દરરોજ સવા બે કરોડ બેરલ જેટલું પેટ્રોલિયમ પસાર થાય છે. દુનિયાના સમુદ્રોમાં દરરોજ અસંખ્ય ઓઇલ ટેન્કરો એક સ્થળેથી બીજા સ્થળે પેટ્રોલિયમ અને ગેસ લઇને જતા હોય છે. પરંતુ એ પૈકીનું 30 ટકા પેટ્રોલિયમ હોર્મુઝની ખાડીમાંથી પસાર થાય છે. આ ખાડીનું સાંકડું નાકું જો ઇરાન બંધ કરી દે તો અડધી દુનિયાના દીવા ઠરી જાય તેમ છે. આથી જ ઇરાન પાસે બીજું કંઇ હોય કે ન હોય. હોર્મુઝની ખાડી તેના માટે હુકમનો એક્કો છે.

હોર્મુઝની ખાડી યુરોપ-અમેરિકા માટે આશિર્વાદ સમાન રસ્તો

યુરોપ-અમેરિકાથી એશિયા તરફ આવ-જા કરતા જહાજો માટે હોર્મુઝની ખાડી એ સૌથી શોર્ટકટ માર્ગ છે. હોર્મુઝની ખાડીમાંથી જહાજો સુએઝ નહેર થઇને સીધા જ ભૂમધ્ય સમુદ્ર પહોંચી શકે. જેના કારણે એશિયાથી યુરોપ-અમેરિકા જતા જહાજોની સફરમાં હજારો કિલોમીટરનો ઘટાડો થઇ જાય છે. જો આ ખાડી બંધ થઇ જાય તો તમામ જહાજોએ આખો આફ્રિકા ખંડ ફરીને આગળ વધવું પડે. આથી તેમની સફરમાં હજારો કિલોમીટર વધી જાય. અને સરવાળે ઓઇલની હેરાફેરી ખર્ચાળ બને. અને આ ખર્ચાને પહોંચી વળવા માટે અંતે પેટ્રોલિયમ મોંઘુ કરવું પડે.

READ ALSO

Related posts

હવે આખી ગલવાન ઘાટી પર ચીને દાવો કર્યોઃ ભારતને દૂર રહેવાની ચેતવણી આપી

Nilesh Jethva

ભારતમાં કોરોના પોઝિટીવ 1.50 લાખને પાર, માત્ર 8 દિવસમાં વધ્યા નવા 50 હજાર કેસ

Harshad Patel

ડરના જરૂરી હૈઃ 3 અઠવાડિયામાં ભારતમાં કોરોનાનાં 1 લાખથી વધારે કેસ, 2600થી વધારે મોત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!