GSTV

અમેરિકા અને ઈરાન વચ્ચેની માથાકૂટમાં નિકાસકારો ચિંતામાં, ક્રૂડ સિવાય આ વસ્તુ પણ ફસાય

Last Updated on January 5, 2020 by Mayur

અમેરિકાના હવાઇ હુમલામાં ઇરાનના જનરલ કાસીમ સુલેમાનીનું મોત થયા પછી ઉભી થયેલી તંગદિલીને પગલે ચાના નિકાસકારો અને પ્લાન્ટેશન કંપનીઓની ચિંતા વધી ગઇ છે. ઉલ્લેખનીય છે કે ભારતની ચાની સૌથી વધુ નિકાસ ઇરાનમાં થાય છે. નિકાસકારો અને ઉત્પાદકોને ચિંતા સતાવી રહી છે કે ઇરાન અને અમેરિકા વચ્ચેના સંબધો વધુ ખરાબ થશે તો અમેરિકા ઇરાન પર વધુ પ્રતિબંધો નાખી શકે છે જેના કારણે ઇરાનમાં ભારતીય ચાની થતી નિકાસ પર પ્રતિકૂળ અસર પડશે.

એક નિકાસકારના જણાવ્યા અનુસાર વેપાર માટે સ્થિરતા જરૂરી છે. અમેરિકા સતત ઇરાનને નિશાન બનાવી રહ્યું છે અને બીજી તરફ ઇરાન પર બદલો લેવાનું વચન આપી રહ્યું છે. જેના કારણે સમગ્ર એશિયામાં તંગદિલી અને ભાયનો માહોલ પેદા થયો છે. જાન્યુઆરીથી નવેમ્બર, ૨૦૧૯ દરમિયાન ભારતે ઇરાનમાં પાંચ કરોડ કિલોગ્રામથી વધુ ચાની નિકાસ કરી હતી. ઇરાનમાં ભારતીય ચાની નિકાસ પ્રથમ વખત પાંચ કરોડ કિલોગ્રામને પાર થઇ છે. ભારત ઇરાનમાં સરેરાશ ૩.૯૧ ડોલર પ્રતિ કિલોના ભાવે ચાની નિકાસ કરે છે. ગયા વર્ષે ભારતે ઇરાનમાં કુલ ૧૯.૭૪ કરોડ ડોલરની ચા વેચી હતી.

ઇરાનમાં નિકાસ કરતા ચાના એક ઉત્પાદકે જણાવ્યું છે કે હવે સ્થિતિ વધુ જટિલ બનતી જાય છે. જો ઇરાનમાં ભારતીય ચાની નિકાસને જરા પણ અસર થશે તો ભારતીય ટી પ્લાન્ટેશન કંપનીઓ મુશ્કેલીમાં મૂકાશે તેમાં કોઇ શંકા નથી. જો કે ભારતીય ટી એસોસિએશને જણાવ્યું છે કે ઇરાન અને અમેરિકા વચ્ચે તંગદિલી વધશે તો પણ ભારતીય ચાના નિકાસકારોને નુકસાન થશે નહીં.

તેમણે જણાવ્યું હતું કે ભારત અને ઇરાન વચ્ચે રૂપિ-રિયાલ કરાર થયેલોે છે જેના કારણે ઇરાન ભારતના વેપારી હિતોનું રક્ષણ કરશે. ઇરાનમાં ચીનની ચા પણ વેચાઇ રહી છે પણ તેનો ભાવ ભારતની ચા કરતા બમણો હોવાથી ભારતની ચા વધુ લોકપ્રિય છે.

READ ALSO

Related posts

ક્વાડ પર અકળાયું ચીન, કહ્યું: સમયની વિરુદ્ધમાં છે આવા સમૂહોનું ગઠન, તેમને નહિ મળે સમર્થન

Pritesh Mehta

Twitter: નવા આઇટી નિયમો હેઠળ ટ્વિટરે નિયુક્ત કર્યા અધિકારીઓ, કેન્દ્રએ આપી હાઇકોર્ટમાં જાણકારી

Pritesh Mehta

વ્હાઈટ હાઉસમાં પ્રેસિડેન્ટ બાયડેન સાથે પીએમ મોદીની મુલાકાત, ભારત-US માટે આ દશક મહત્વનું

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!