ઈરાનના ટોપ ન્યૂક્લિયર સાયંટિસ્ટ મોહસિન ફખરીજાદેહની હત્યા કરી દેવામાં આવી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ તેહરાન પાસે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. મોહસિન ફખરીજાદેહ દ ફાદર ઓફ ઈરાનિયન બોમ્બ કહેવાય છે.
ઈરાનના ક્રાંતિકારી ગાર્ડ કમાંડરનું કહેવુ છે કે, ઈરાન, વૈજ્ઞાનિકોની હત્યાનો બદલો લેશે, જેવુ ભૂતકાળમાં થયુ છે. દેશના પરમાણુ ઉર્જા કાર્યક્રમમાં મહત્વનું સ્થાન ધરાવતા ટોપ ઈરાની પરમાણુ વૈજ્ઞાનિક મોહસેન ફખરીજાદેહ મહાબડીની હત્યા તેહરાનના પૂર્વ દામવંદમાં કરી દેવામાં આવી છે. મીડિયા રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે આ વૈજ્ઞાનિકને શુક્રવારના રોજ 27 નવેમ્બર 2020ના રોજ દામવંદના અબાર્ડ વિસ્તારમાં મારી નાખવામાં આવ્યા છે.

ફખરીજાદેહ ઈમામ હુસૈન યુનિવર્સિટીમાં ભૌતિક વિજ્ઞાનના પ્રોફેસર હતા. તેઓ ઈરાની રક્ષા મંત્રાલય અને સશસ્ત્રદળના એક સીનિયર વૈજ્ઞાનિક હતા.
READ ALSO
- કોરોના સંક્રમણ અટકાવવા નવી ટેક્નિક, airport પર ભીડ વધતા જ વાગવા લાગશે અલાર્મ
- આ કારણે કપિલ શર્માથી ક્યારેય નારાજ ના હોઈ શકે સુનીલ ગ્રોવર, કોમેડી કિંગ અંગે કહ્યું કે- ‘કપ્પુ એવો માણસ છે કે…’
- હાર્યા બાદનું ડહાપણ/ ઓસ્ટ્રેલિયન કોચને લાગ્યો મોટો ઝાટકો, કહ્યું- ટીમ ઈન્ડિયાને હવે ક્યારેય હળવાશમાં નહીં લઈએ
- ઘરેલૂ ઉપાય/ નખની આજૂબાજૂમાં ઉખડતી ચામડીથી હવે પરેશાન થવાની જરૂર નથી, આવી રીતે મળશે રાહત
- ગુપકાર ગઠબંધનને પ્રથમ મોટો ઝાટકો, સજ્જાદ લોને આ આરોપ લગાવતા છોડ્યો સાથ