GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

ઇરાને અમેરિકાનું જાસૂસી ડ્રોન તોડી પાડ્યા પછી, યુએસ પ્રમુખે ઈરાનને આપી આ ધમકી

અમેરિકા અને ઇરાનની વચ્ચેનો તણાવ ઉગ્ર બન્યો છે.. ઇરાને અમેરિકાનું જાસૂસી ડ્રોન તોડી પાડ્યું છે. તાજેતરમાં, ઇરાનના મીડિયાએ દાવો કર્યો છે કે તેની સેનાએ અમેરિકન ડ્રૉનને તોડી પાડવાની પુષ્ટી કરી છે. જેને લઇને બંને દેશો વચ્ચે યુદ્ધની આશંકા વધુ પ્રબળ બની છે.ઇરાને અમેરિકાનું ડ્રોન તોડી પાડતા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનને ચેતવણી આપી છે.

ટ્રમ્પે ટ્વિટ કરીને કહ્યું કે ઇરાને મોટી ભૂલ કરી નાંખી છે.. ઇરાનની સમાચાર એજન્સી રિવોલ્યૂશનરી ગાર્ડે અમેરિકાના જાસૂસી ડ્રોન MQ-4Cને એન્ટી એરક્રાફ્ટ ગનથી તોડી પાડ્યું હતુ. જેનો અમેરિકાએ પણ સ્વિકાર કર્યો છે.

આ ઘટના પર અમેરિકાની સેનાએ હજુ સુધી કોઇ પ્રતિક્રિયા નથી આપી.. પરંતુ હવે ટ્રમ્પના નિવેદનથી સ્પષ્ટ છે કે બંને દેશોની વચ્ચેનો તણાવ વધી શકે છે.. આ પહેલા સોમવારે અમેરિકાએ મધ્ય એશિયામાં 1000 વધારાના સૈનિકોને તૈનાત કરવાનું એલાન કર્યું હતુ.તે જ સમયે,યુનાઇટેડ સ્ટેટ્સ સાથેના વધતા તણાવ પર ઇરાનના રાષ્ટ્રપતિ હસન રુહાનીએ કહ્યું છે કે તેમનો દેશ કોઈપણ દેશ સાથે યુદ્ધ ઇચ્છતા નથી.

જો કે, તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ઈરાન આખરે તેના વિરુદ્ધના કોઈપણ યુદ્ધને જીતી લેશે. તેમણે જણાવ્યું હતું કે, “અમે કોઈ પણ દેશ સાથે યુદ્ધ નહીં કરીશું.

READ ALSO

Related posts

હાથીની હત્યા કરવા બદલ IPCની આ ધારા મુજબ મળશે સજા, લાગુ થશે આ એક્ટ

Nilesh Jethva

પાકિસ્તાનમાં ભારતીય ડિપ્લોમેટને પરેશાન કરવા આઇએસઆઇના માણસો કરી રહ્યા છે આવી હરકતો

Nilesh Jethva

કોરોના મહામારી વચ્ચે ફાર્મા એક્સપોર્ટમાં ઉછાળો, ભારતની આ દવાઓની વિશ્વમાં માંગ વધી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!