GSTV

અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવથી ભારતને ભારે નુક્સાન પણ મલાઈ ખાઈ રહ્યું છે પાકિસ્તાન

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવની અસર હવે ભારતના કારોબાર પર પણ થવા લાગી છે. બંને દેશો વચ્ચે તણાવને કારણે ભારતીય ચોખા ઉદ્યોગ અને ડાંગરની ખેતી તેના માઠા પરિણામો ભોગવી રહી છે. ઈરાન સાથે ચોખાની નિકાસમાં બ્રેક લાગ્યા બાદ બાસમતી ચોખા ઉગાડનારા ભારતના ખેડુતો અને નિકાસકારો ખરાબ રીતે પ્રભાવિત થયા છે. ચોખાના એક નિકાસકારના જણાવ્યા મુજબ, બંને દેશોના તણાવને કારણે ઈરાનમાં 1800 કરોડ રૂપિયાનું પેમેન્ટ હજી સુધી અટકેલુ છે. બીજી તરફ નિકાસ પરના ગ્રહણને કારણે ખેડુતોને બજારમાં ચોખાના યોગ્ય ભાવ નથી મળી રહ્યા. ઉલ્લેખનીય છે કે ઈરાન ભારતમાં ચોખાનો સૌથી મોટો વપરાશકાર છે. દેશમાં ઉત્પાદિત બાસમતી ચોખાના આશરે 35 ટકા ચોખા ફક્ત ઈરાનમાં જ નિકાસ થાય છે.

ગત વર્ષે ઇરાનને 14 લાખ મેટ્રિક ટન ચોખાની નિકાસ કરી

ગયા વર્ષની વાત કરીએ તો ભારતીય નિકાસકારો અને ખેડૂતોએ ઇરાનને 14 લાખ મેટ્રિક ટન ચોખાની નિકાસ કરી હતી. અખિલ ભારતીય ચોખાના નિકાસકાર મંડળના મહામંત્રી પંકજ ગોયલે જણાવ્યું હતું કે ઈરાનને વેપારમાં પડતી મુશ્કેલીઓને કારણે ચોખા ઉદ્યોગ સૌથી વધુ મુશ્કેલીમાં મુકાઈ રહ્યો છે. હાલમાં ચોખાની નિકાસમાં બે તૃતીયાંશ ઘટાડો થયો છે. સામાન્ય સંજોગોમાં ઈરાન અને ભારત ઓઈલના બદલામાં ચોખાના સોદા કરતા હતા. અત્યારે ભારતે ઈરાનથી ઓઈલની આયાત કરવાનું બંધ કરી દીધું છે જેના કારણે ચોખાની નિકાસ પર પણ ગ્રહણ લાગી ગયું છે.

બાસમતી ચોખાના ભાવોમાં ઘટાડો જોવા મળી રહ્યો

નિકાસ અટકી જતાં બાસમતી ચોખાના ભાવોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. પૂસા 1121 ડાંગર જેમાંથી બાસમતી ચોખા બનાવવામાં આવે છે તે આ વર્ષે 2700 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે વેચાય છે, જે ગયા વર્ષે 3300 રૂપિયા ક્વિન્ટલ પર વેચાઇ હતી. ખૂબ ઓછી નિકાસને લીધે ભાવ પ્રતિ ક્વિન્ટલ 600 રૂપિયા નીચે આવી ગયા છે. એવા અહેવાલો પણ મળી રહ્યા છે કે ઈરાન હવે ભારતને બદલે પાકિસ્તાનથી બાસમતી અને અન્ય ચોખાની આયાત કરવાનું નક્કી કરી શકે છે. જો આવું થાય, તો ભારતીય ઉદ્યોગપતિઓ અને ખેડુતોને ચોક્કસ નુકસાન વેઠવું પડશે. આની અસર સરકારના વિદેશી વિનિમય ભંડાર પર પણ પડી રહી છે.

 દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

GO CORONA GO / કોરોનાને ભગાડવા માટે સાધૂ મહારાજે કર્યો અન્નનો ત્યાગ, માથા પર ઉગાડી દીધા જ્વારા

Pravin Makwana

લવ જેહાદ વિરુદ્ધ કાયદાને લઈને અસદુદ્દીન ઓવૈસી અને ગીરીરાજસિંહ આમને સામને

Nilesh Jethva

ITની રડાર પર કોંગ્રેસ હેડક્વાર્ટર/ 106 કરોડ રૂપિયાનાં બિનહિસાબી રોકડનાં વિતરણનો ઘટસ્ફોટ, સોનિયા ગાંધી પાસે માગ્યો જવાબ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!