GSTV
News Trending World

શિકાગો એરપોર્ટ બન્યું ‘અખાડા’, મહિલાઓએ વાળ ખેંચીને એકબીજાને મારમાર્યો, જુઓ VIDEO

અમેરિકામાં શિકાગો એરપોર્ટ પર મારામારીનો વિડીયો સોશિયલ મીડિયા પર વ્યાપક પાયા પર ફેલાયો છે. તેમા લોકો એકબીજા સાથે છૂટા હાથની મારામારી કરી રહ્યા છે અને એકબીજા પર લાતો અને મુક્કાનો વરસાદ વરસાવી રહ્યા છે. જો હવે આવું ભારત જેવા દેશમાં થયું હોત તો આ જ લોકો કહેતા હોત કે યુ ડર્ટી પીપલ.

સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે લોકો એકબીજા પર લાતો અને મુક્કાનો વરસાદ વરસાવી રહ્યા છે. જ્યારે સિક્યોરિટી ગાર્ડ તેમને અટકાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

અમેરિકાના શિકાગો એરપોર્ટ પર બનેલો આ બનાવ સોમવારનો છે. પ્રવાસીઓ વિમાનમાંથી ઉતરી રહ્યા હતા ત્યારે આ મારામારી થઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે લડાઈનો પ્રારંભ ગાળોથી થયો હતો. આ મારામારી એરપોર્ટના બેગેજ એરીયામાં થઈ છે. અહીં લોકો પોતાનો સામાન લેવા આવે છે.

આ દરમિયાન એક ૨૪ વર્ષની મહિલા પર બે જણાએ હુમલો કર્યો. પોલીસે તેમની ધરપકડ કરી છે. આરોપીઓની ઓળખ ૧૮ વર્ષના ક્રિસ્ટોફર હેપ્ટન અને ૨૦ વર્ષના ટેબ્રા હિન્ક્સ તરીકે થઈ છે. તેમના પર ઝગડો કરવાનો કેસ નોંધવામાં આવ્યો છે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. પહેલા તો એક્ વ્યક્તિ બીજી વ્યક્તિ પર ઝપટતો દેખાય છે. તે સમયે એક અન્ય વ્યક્તિ લીલા રંગના ટી શર્ટમાં આવે છે. કેટલીક મહિલાઓ જમીન પર પડી ગઈ હોવા છતાં મારામારી કરી રહી છે અને વાળ ખેંચી રહી છે. પોલીસે જો કે આ ઘટના અંગે બીજી કોઈ જાણકારી આપી નથી.

READ ALSO

Related posts

મહારાષ્ટ્રમાં અમિત શાહના રાહુલ પર પ્રહાર: ‘રાહુલ બાબા દેશને બદનામ કરવામાં વ્યસ્ત, ભારતમાં બહુ ઓછા લોકો તેમની વાત સાંભળે છે’

Hardik Hingu

WTC FINAL : શુભમન ગિલના આઉટ પર સર્જાયો વિવાદ, સોશિયલ મીડિયામાં #NOTOUT ટ્રેન્ડ થયું

Hardik Hingu

જન્મ કુંડળીમાં હંસ યોગ હોય તો કેવા પરિણામ મળે છે? જાણો

Hardik Hingu
GSTV