GSTV
Home » News » ઇરાએ શેર કર્યા ચેતન ભગતના પ્રાઇવેટ ઇમેલ, જણાવી ‘મિસ યુ કિસ યુ’ની સમગ્ર કહાની

ઇરાએ શેર કર્યા ચેતન ભગતના પ્રાઇવેટ ઇમેલ, જણાવી ‘મિસ યુ કિસ યુ’ની સમગ્ર કહાની

બોલીવુડમાં શરૂ થયેલી મી ટૂની આંધીના લપેટામાં ઘણાં બોલીવુડ સ્ટાર્સ અને મોટા માથાઓના નામ સામે આવી ચુક્યાં છે. યોગ ગુરુ ઇરા ત્રિવેદીએ જાણીતા લેખક ચેતન ભગત પર આરોપ લગાવ્યાં હતાં જે બાદ તેમની વચ્ચેના વિવાદે જોર પકડ્યુ છે. તેવામાં હવે ઇરાએ ચેતન સાથે ઇમેઇલ પર થયેલી વાતચીતને જાહેર કરી છે.

 

ઉલ્લેખનીય છે કે કેટલાંક દિવસો પહેલાં જ ચેતન ભગતે ઇરાના ઇમેઇલ જાહેર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ઇરાએ જ તેમને ‘મિસ યુ અને કિસ યુ’જેવો મેસેજ મોકલ્યો હતો. તેવામાં હવે ઇરાએ પણ આગળના ઇમેઇલને દુનિયા સમક્ષ રજૂ કર્યા છે.

ઇરાનો ચેતનને ઇમેલ

 

જે ઇમેલનો સ્ક્રીન શૉટ ચેતને શેર કર્યો હતો તેમાં ઇરાએ મેસેજના અંતમાં મિસ યુ કિસ યુ લખ્યુ હતું.

ચેતનનો ઇરાને જવાબ

 

તેના જવાબમાં ચેતને પણ કેટલીક વાતો લખી છે. અને અંતે મિસ યુ ના જવાબમાં થેન્ક્સ કહ્યુ અને કિસ યુના જવાબમાં લખ્યું કે શું આ ફક્ત અલંકાર છે કે પછી અહીં કંઇક બદલાઇ રહ્યું છે?

ઇરાનો ચેતનને જવાબ

તે પછીના જવાબમાં ઇરાએ બંને વચ્ચે ચાલી રહેલી યોગ ગુરુની વાત અંગે પણ વાતચીત કરી.

ચેતનનો ઇરાને જવાબ

જો કે તે પછીના ઇમેલમાં ચેતને યોગ ગુરુની વાતને આગળ વધારી પરંતુ અંતમાં તેણે પુછ્યું કે K (કિસ) વાળા સવાલનું શું થયુ?

શું છે મામલો

ચેતન ભગત અવારનવાર પોતાની વિવાદીત ટ્વિટ અને નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે મહિલાનું શોષણ કરવાના આરોપને લઇને તેઓ ચર્ચામાં આવ્યાં છે. ઇરાએ ચેતન ભગત સાથે વૉટ્સએપ પર થયટેલી ચૅટના સ્ક્રીન શૉટ સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતાં. જે પછી ચેતને તે મહિલાની માફી માગવી પડી હતી.

ચેતન ભગતે સ્ક્રીનશૉટનો ઉલ્લેખ કરતાં ફેસબુક પર લખ્યું હતું કે, મને આ ઘટનાનું ખૂબ જ દુખ છે. હું માફી માગુ છું. આ સ્ક્રીન શૉટ ઘણા વર્ષો જૂનો છે. તેમણે લખ્યું  કે તેમને તે મહિલા ખૂબ જ ખાસ લાગી હતી. એક સારી વ્યક્તિ અને સૌથી અલગ લાગી હતી. તેઓ જાણતા હતાં કે તે મહિલાના લગ્ન થઇ ચુક્યા છે અને આ રીતે ફિલિંગ્સની સાથે તે કોઇ સંબંધ તરફ આગળ ન વધી શકે પરંતુ તેમ છતાં તેઓ તે મહિલા સાથે એક અલગ કનેક્શન અનુભવતા હતાં.

આ ઉપરાંત ચેતન ભગતે તે મહિલા સાથે પોતાની પત્ની અનુષાની પણ માફી માગી છે અને તે મહિલા વચ્ચે કોઇપણ શારીરિક કે વાંધાજનક ન હતું. તેમણે તે મહિલાનો નંબર પણ ડીલીટ કરી નાંખ્યો હતો અને વર્ષોથી તેમની કોઇ મુલાકાત નથી થઇ.

સ્ક્રીન શૉટના મેસેજમાં ચેતન ભગત અને ઇરા વચ્ચેની ચેટ જોઇ શકાય છે જેમાં તેઓ ઇરાને ઇમ્પ્રેસ કરવાનો પ્રયાસ કરતાં હોય તેવું લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે તનુશ્રી દત્તાએ નાના પાટેકર વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો ત્યારે તેના પક્ષમાં ઉભા રહેનાર વ્યક્તિઓમાં ચેતન ભગત પણ સામેલ હતા.

Related posts

બની રહી છે નદીમાં તરતી હોટલ, 2020 માટે અત્યારથી બુકિંગ કરાવી રહ્યા છે લોકો

Mansi Patel

કાંકરિયામાં રાઈડ તૂટી પડવાની ઘટના, રાજ્ય સરકાર સફાળી જાગી તમામ મેળામાં થશે કડક તપાસ

Path Shah

World Emoji Day: ઈમોજી સ્ટાઈલમાં જુઓ આ બોલિવુડ સ્ટાર્સનાં રિએક્શન

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!