iQOOના લેટેસ્ટ સ્માર્ટફોન Neo 3 5Gએ કમાલ કરી દીધી છે. કંપનીએ પહેલી સેલમાં 100 મિલિયન યુઆન એટલે કે આશરે 106 કરોડ રૂપિયાની કિંમતના યુનિટ્સ વેચ્યા અને તે પણ ફક્ત 30 મિનિટની અંદર. ફોનની પહેલી સેલ 29 એપ્રિલે હતી અને આ સેલનો ડેટા કંપનીએ આજે જારી કર્યો છે. નવા ફોનની આ રેકોર્ડ સેલથી કંપની ખૂબ જ ખૂશ છે.

iQOO Neo 3ની શરૂઆતની કિંમત 2,698 યુઆન એટલે કે આશરે 27,700 રૂપિયા છે. આ ફોન ત્રણ વેરિએન્ટ 6જીબી+ 128 જીબી, 8 જીબી + 128 જીબી અને 12 જીબી + 128 જીબીમાં આવે છે.
iQOO Neo 3ના સ્પેસિફિકેશન ફોનમાં 6.57 ઇંચની ફુલ એચડી પ્લસ એલસીડી પેનલ આપવામાં આવી છે. ફોનમાં એચડીઆર 10 સપોર્ટ આપવામાં આવ્યો છે. ફોન 144 Hzના રિફ્રેશ રેટ સાથે આવે છે અને તેનો આસ્પેક્ટ રેશિયો 20:9 છે. ફોનમાં એડ્રીનો 650 જીપીયુ સાથેન સ્નેપડ્રેગન 865 ચિપસેટ આપવામાં આવી છે. ફોન યુએફએસ 3.1 સ્ટાન્ડર્ડ સ્ટોરેજ સાથે આવે છે. ફોનમાં ખાસ 11 ટિયર કૂલુમિગ સિસ્ટમ આપવામાં આવી છે, જે ઇન્ટરનલ ટેંપરેચરને 10 ડિગ્રી સુધી ઓછુ કરી દે છએ.

ફોટોગ્રાફી માટે ફોનમાં AI ટ્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવે છે. તેમાં 48 મેગાપિક્સલનો પ્રાઇમરી સેંસર, 8 મેગાપિક્સલ અને મેગાપિક્સલ મેક્રો લેંસ આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે ફોનમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. એન્ડ્રોઇડ 10 ઓપરેટિંગ સિસ્ટમ સાથે આવતા આ ફોનમાં 4500 એમએએચની બેટરી આપવામાં આવી છે. જે 44 વૉટ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
Read Also
- Solar Highway / દેશના આ રાજ્યમાં બની રહ્યો છે પહેલો સોલર એક્સપ્રેસ વે, જાણો શું છે ખાસ વાત
- India Vs South Africa Series: ભારતીય ટીમના પ્રવાસથી ક્રિકેટ સાઉથ આફ્રિકા થશે માલામાલ
- તેલંગાણાના નવા સીએમ રેવંત રેડ્ડી KCRને મળવા હોસ્પિટલ પહોંચ્યા
- છત્તીસગઢના નવા મુખ્યમંત્રી પર લાખો રૂપિયાનું દેવું, જાણો તેમની પાસે કેટલી છે સંપત્તિ
- લખતરના ઢાંકી પમ્પીંગ સ્ટેશન પાસે માથું અને હાથ-પગ વગરનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો