GSTV

Vivoની આ સ્વતંત્ર બ્રાન્ડ ભારતમાં લોન્ચ કરશે 5G સ્માર્ટફોન, મળશે ફ્લેગશિપ પ્રોસેસર

ચીનની સ્માર્ટફોન કંપની iQOO હવે ભારતના દરવાજા ખખડાવી રહી છે. ઉલ્લેખનીય છે કે, ચીનની BBK ઈલેક્ટ્રોનિક્સ હેઠળ આ કંપની આવે છે. BBK Electronics ની અંદર જ OnePlus, Vivo, Oppo અને Realme પણ આવે છે. એટલે કે, હવે ભારતમાં BBK Electronics ની પાંચ કંપનીઓ આઝાદ રીતે કામ કરશે. કહેવામા આવી રહ્યું છે કે, ભારતમાં આ કંપની લોન્ચ થતાની સાથે જ ભારતીય માર્કેટમાં વિક્ષેપ પાડી શકે છે.

કંપનીએ કહ્યું છે કે, ભારતમાં 5G લેસ Qualcomm Snapdragon 865 પ્રોસેસરવાળો સ્માર્ટફોન લોન્ચ કરનાર પ્રથમ કંપની બની જશે. કંપનીએ કહ્યું છે કે, આ સ્માર્ટફોન ફેબ્રુઆરીમાં લોન્ચ થશે. જો કે, સ્માર્ટફોન લોન્ચ કરવાની કોઈ સત્તાવાર તારીખ જણાવવામા આવી નથી.

વર્ષ 2019ના ફેબ્રુઆરીમાં આ બ્રાન્ડને ચીનમાં લોન્ચ કરવામાં આવી હતી. ત્યારબાદ આ કંપની ભારતમાં આવી રહી છે અને બાદમાં લગભગ તેની વૈશ્વિક હાજરી હશે. આ કંપની ભારતમાં સ્વતંત્ર ચલાવવાની તૈયારી કરી રહી છે. જે રીતે ભારતમાં Oppoની પેટાકંપની Realme છે, તેવી જ રીતે Vivo આ કંપનીને ચલાવવા માંગશે.

કંપની ભારતમાં પરર્ફોમન્સ આધારિત હાઈ એન્ડ સ્માર્ટફોન લોન્ચ કરશે

  • iQooની હેઠળ આ કંપની ભારતમાં પરર્ફોમન્સ આધારિત હાઈ એન્ડ સ્માર્ટફોન લોન્ચ કરશે. કંપનીએ કહ્યું છે કે, iQOOના સ્માર્ટફોન સારા ચાર્જિંગ, ગેમિંગ અને ડિઝાઈન પર વધારે ધ્યાન કેન્દ્રિત કરશે.
  • iQOOના માર્કેટિંગ ડાયરેક્ટર ગગન અરોડાએ કહ્યું કે, ભારતમાં પ્રીમિયમ સ્માર્ટફોન સેગ્મેન્ટમાં અમને ઘણી શક્યતાઓ દેખાઈ રહી છે. લોકો વર્તમાન સમયમાં પાવર પેક્ડ પરર્ફોમન્સવાળા સ્માર્ટફોન ઈચ્છે છે.
  • ચીનની ત્રણ સ્માર્ટફોન કંપનીઓએ હાલના સમયમાં એક સમાન રણનીતિ અપનાવી રહી છે. Oppo ભારતમાં Realme લાવી, Vivo પણ iQOO લાવી રહી છે, ત્યારે તાજેતરમાં જ Xiaomiએ પણ જાહેરાત કરી છે કે, POCOને સ્વતંત્ર બ્રાન્ડ તરીકે સ્થાપિત કરવામાં આવશે.

Related posts

ખેડબ્રહ્માના કોંગી ધારાસભ્યની અટકાયત થતા રોષ, આદિવાસી સમાજે આપી હાઇવે બ્લોક કરવાની ચીમકી

Pritesh Mehta

IND vs AUS: મેચના ચોથા દિવસે જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ આમ મળ્યા ગળે, જાણો શું હતું કારણ…

Ali Asgar Devjani

ગુજરાત યુનિવર્સીટી ફરી વિવાદમાં, સિન્ડિકેટ સભ્યની નિમણુંકને લઈને ઉઠ્યા સવાલો

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!