GSTV

ગુજરાતમાં IPS અધિકારીઓને નવું વર્ષ ફળ્યું, રૂપાણી સરકારે જાહેર કર્યા પ્રમોશન

Last Updated on January 1, 2019 by Karan

ગુજરાતના પોલીસતંત્રમાં રૂપાણી સરકારે સૌથી મોટી ખુશખબર આપી છે. નવા વર્ષના પ્રથમ દિવસે જ આઈપીએસ અધિકારીઓના પ્રમોશન જાહેર કર્યા છે. જેના પગલે પોલીસતંત્રમાં ખુશીની લાગણી ફેલાઈ છે. પ્રમોશન મેળવવામાં આઈપીએસનો સમાવેશ થાય છે. ગુજરાત કેડરના 16 IPS અધિકારીઓને રાજ્ય સરકારે બઢતી આપી છે. જ્યારે આ બેચના બે અધિકારી મનોજ નિનામા અને જી.વી.બારોટને સિલેકશન ગ્રેડ અપાયું નથી. 2001ની બેંચના 6 ડીઆઈજી રેન્કના અધિકારીઓને આઇજીમાં બઢતી અપાઈ છે. જ્યારે 2006 બેંચના 16 આઇપીએસ એધિકારીમાંથી 14 એસપી રેંકના આઈપીએસ અધિકારીઓને સિલેક્શન ગ્રેડ આપવામાં આવ્યો છે. 1986 બેંચના સતીશ શર્માને ડીજીમાં બઢતી અપાઈ છે.

કોને મળ્યા પ્રમોશન

  • સતિષ કુમાર શર્મા
  • ડો. વિપુલ અગ્રવાલ
  • ડી.એન. પટેલ
  • એમ.એ. ચાવડા
  • જી.એલ. સિંઘલ
  • જે આર મોથલિયા

સુરતના પોલીસ કમિશ્નર સતિષ શર્માને  ડીજી તરીકે બઢતી આપી તેઓને મૂળ જગ્યાએ જ અર્થાત સુરતમાં જ ચાલુ રખાયા છે. આ ઉપરાંત ડીઆઇજી કક્ષાના અધિકારીઓ ડો. વિપુલ અગ્રવાલ, રાજકોટના પુર્વ રેન્જ વડા  ડી.એન.પટેલ, ગાંધીનગરના રેન્જ વડા મયંકસિંહ ચાવડા, કમાન્ડો ટ્રેનીંગના જી.એલ.સિંઘલ અને અમદાવાદના એડીશ્નલ પોલીસ કમિશ્નર ટ્રાફીક જે.આર.મોથલીયાને પણ આઇજી ગ્રેડમાં  બઢતી આપી મૂળ જગ્યાએ ચાલુ રખાયા છે. એસપી કક્ષાએ જેમને સીલેકશન ગ્રેડ અપાયો છે તેમાં નિલેશ જાજડીયા, બીપીન આહીર, જામનગર એસપી શરદ સિંઘલ, ચિરાગ કોટડીયા, આર.જે.પારગી, પી.એલ.માલ, એમ.એસ.ભાભોર, આર.એફ.સાંગડા, બી.આર.પાંડોર, એન.એન.ચૌધરી, એ.જી.ચૌહાણ, એમ.કે.નાયક, આર.વી.અસારી અને કે.એન.ડામોરનો સમાવેશ છે. જયારે એડમીનીસ્ટ્રેટીવ ગ્રેડમાં જે ૮ એસપી કક્ષાના અધિકારીઓ મુકાયા છે તેમાં જયપાલસિંહ રાઠોડ, લીના પાટીલ, શ્વેતા શ્રીમાળી, નિર્લિપ્ત રાય, દિપક મેઘાણી, અંતરીપ સુદ, મહેન્દ્ર બગારીયા અને સુનીલ જોષીનો સમાવેશ છે.

  • સતિશ કુમાર શર્માને ડી.જી.પી ગ્રેડમાં પ્રમોટ કરાયા છે. જેઓ હાલમાં સુરતના પોલીસ કમિશનર છે.
  • વિપુલ અગ્રવાલ હાલમાં અમદાવાદમાં એસીપી છે જેઓને આઇજીપી ગ્રેડમાં બઢતી અપાઈ છે.
  • ડીઅને પટેલ જેઓ હાલમાં સુરતમાં એસીપી જેઓને પણ આઇજીપી ગ્રેડમાં બઢતી અપાઈ છે.
  • એમએ ચાવડા હાલમાં ગાંધીનગર રેન્જના ડીઆઈજી છે. જેઓને આઈજીપી ગ્રેડમાં બઢતી અપાઈ છે.
  • જી એલ સિંઘલ પણ હાલમાં ગાંધીનગર રમાન્ડો સેન્ટરના ડીઆઇજી છે.જેઓને આઈજીપી રેન્જમાં બઢતી મળી છે.
  • જે આર મોથલિયા જેઓ અમદાવાદ સીટી ટ્રાફિકમાં એસીપી છે જેઓને આઇજીપી ગ્રેડમાં પ્રમોટ કરાયા છે.

Related posts

ગુરુ પૂર્ણિમા/ ડાકોર- શામળાજીમાં ઉમટ્યું માનવ મહેરામણ, અંબાજી સહિત આ યાત્રાધામોમાં શ્રદ્ધાળુઓ લીધો દર્શનનો લ્હાવો

Bansari

મુખ્યમંત્રી પદની ઈચ્છા નથી પણ પક્ષ જે કામ સોંપશે તે કરીશ, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈવાળાએ રાજકારણમાં સક્રિય રહેવાના આપ્યા આ સંકેત

Bansari

આ જ બાકી હતું! હરખપદુડા કોર્પોરેટરે વેક્સિનેશન સેન્ટરમાં કેક કાપી કર્યુ બર્થ ડે સેલિબ્રેશન, થઇ આ મોટી કાર્યવાહી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!