GSTV

જીવનની લડાઈ હારી ગયો આ IPS અધિકારી, હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

ઝેર ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કરનારા કાનપુરના એસપી સુરેન્દ્ર દાસ ઘણા દિવસોથી જીવન અને મૃત્યુ વચ્ચે સંઘર્ષ કરી રહ્યાં હતાં. આખરે સુરેન્દ્ર દાસે રવિવારે અંતિમ શ્વાસ લીધા હતાં. શનિવારે તેમની સ્થિતિ અંત્યત બગડી ગઈ હતી. ત્યારબાદ તબીબોએ તેમનું તાત્કાલિક ઓપરેશન કરાવ્યું હતું. ઓપરેશન સફળ રહ્યું હતું, પરંતુ રવિવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતાં. ઓગષ્ટમાં તેમને કાનપુરમાં એસપીના પદ પર પોસ્ટિંગ મળી હતી.

રીજન્સી હોસ્પિટલના સીએમઓ ડૉ. રાજેશ અગ્રવાલે મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું કે સુરેન્દ્ર દાસને બચાવવામાં અમે વામણા સાબિત થયા છે. તેમણે જણાવ્યું કે શરીરમાં હૃદયે કામ કરવાનું બંધ કરી દીધુ હતું અને 12:19 મિનિટ પર તેમનું મોત થઈ ગયુ હતું. ડૉ. રાજેશે જણાવ્યું કે, તેમના શરીરમાં સવારે ભારે તણાવ હતો. પરંતુ શરીરમાં જેટલુ લોહીની જરૂર હતી, તેટલુ મળી શક્યુ ન હતું.

મુખ્યપ્રધાને શોક વ્યક્ત કર્યો

રાજ્યના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સીએમઓ તરફથી કરેલા ટ્વિટમાં કહેવામાં આવ્યું છે, ‘મુખ્યપ્રધાને દિવંગત આત્માની શાંતિની પ્રાર્થના કરી નિરાધાર કુંટુબના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.’ યુપી ડીજીપી ઓપી સિંહે પણ ટ્વિટ કરી સુરેન્દ્રના દેહાંત પર દુ:ખ વ્યક્ત કર્યુ છે. તેમણે લખ્યું, ‘યુવાન અને મહેનતુ આઈપીએસ અધિકારી સુરેન્દ્ર દાસનું સમય પહેલા અને દુર્ભાગ્યપૂર્ણ મૃત્યુથી અમે દુ:ખી છીએ. તેમણે પરિવાર સાથે પણ સંવેદના વ્યક્ત કરી છે.

લગ્ન જીવનથી પરેશાન થઈ ઉઠાવ્યું હતું આ પગલુ

ઉલ્લેખનીય છે કે લગ્ન જીવનમાં સંતુલન ના બેસતા આઈપીએસ અધિકારીએ સલ્ફાસ ખાઈ લીધી હતી. ફોરેન્સિક ટીમને તેમના રૂમમાંથી ફોરેન્સિક ટીમને ત્રણ પાઉચ મળ્યા હતાં. જન્માષ્ટમીના દિવસે તેમની પત્ની ડૉ. રવીનાએ નૉનવેજ બર્ગર મંગાવીને ખાઈ લીધુ હતું. જે બાબતે બંને વચ્ચે માથાકુટ થઈ હતી. છેલ્લા 40 દિવસોથી દાસે પોતાની માતા સાથે વાતચીત કરી નથી. તેમના પિતા ફોજમાં હતાં. જ્યારે તેમની માતા, ભાઈ અને ભાભી લખનઉમાં રહેતા હતાં.

Related posts

ડોલ્ફીન જોવા ગોવા નહી જવું પડે, ગુજરાતના આ દરિયા કાંઠે પણ મળે છે જોવા

Mayur

હોટેલમાં પાર્ક વાહન મામલે સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ચૂકાદો, હોટલની છે જ જવાબદારી

Mayur

…તો અમે આશ્રમને સળગાવી દઈશું, કરણી સેનાનો ક્રોધ ભભૂકી ઉઠ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!