GSTV
Gandhinagar ગુજરાત ટોપ સ્ટોરી

લોટરી લાગી / રાજ્યના પોલીસ વિભાગમાં મોટા ફેરફાર, આ IPS અધિકારીઓને મળ્યા પ્રમોશન

IPS

ગુજરાત પોલીસ વિભાગમાં વર્ષની શરૂઆતમાં મોટા ફેરફારો થયા છે. એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ADGP) અને ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (IGP) તરીકે આઈપીએસ અધિકારીઓને બઢતી અપાઈ છે. જ્યારે 3 આઈપીએસ અધિકારીઓને ગ્રેડ પ્રમોશન અપાયો છે.

રાજ્યના બે IPS અધિકારીઓને એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ADGP) તરીકે બઢતી આપવામાં આવી છે. 1997 બેંચના IPS અનુપમ ગેહલોતને બઢતી આપી ADGP, CID (ઈન્ટેલિજન્ટ) ગાંધીનગરમાં નિમણૂંક કરવામાં આવ્યા છે. તેઓ હાલ IGP, CID, ગાંધીનગર ખાતે ફરજ બજાવતા હતા. સાથે જ 1997 બેંચના IPS ખુરશીદ અહેમદને પણ ADGP તરીકે બઢતી આપવામાં આવી છે. તેઓ રાજકોટ સીટીના સ્પેશિયલ પોલીસ કમિશનર (ટ્રાફિક અને ક્રાઈમ) તરીકે ફરજ નિભાવશે. તેના પહેલા તેઓ જોઈન્ટ પોલીસ કમિશનર, રાજકોટ સીટી (ટ્રાફિક અને ક્રાઈમ) તરીકે ફરજ નિભાવતા હતા.

રાજ્ય સરકારે ત્રણ IPS અધિકારીઓને ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (IGP) તરીકે બઢતી આપી છે. 2004 બેંચના IPS સંદિપ સિંહ, 2004 બેંચના IPS ગૌતમ કુમાર એમ. પરમાર અને 2004 બેંચના ડી.એચ. પરમારને IGP તરીકે બઢતી આપવામાં આવી છે.

સંદિપસિંહ રાજકોટમાં ડેપ્યુટી જનરલ ઓફ પોલીસ તરીકે ફરજ બજાવતા હતા. જ્યારે IPS ગૌતમકુમાર એમ. પરમાર એડિશનલ કમિશનર ઓફ પોલીસ, સેક્ટર-2, અમદાવાદમાં ફરજ નિભાવતા હતા અને IPS ડી.એચ. પરમાર ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (M.T.) ગાંધીનગર ખાતે ફરજ નિભાવતા હતા.

જ્યારે રાજ્ય સરકારે ત્રણ IPS અધિકારીઓને ગ્રેડ પ્રમોશન આપ્યો છે. 2009 બેંચના IPS વિરેન્દ્રસિંહ યાદવ, IPS વિધિ ચૌહાણ અને IPS વિશાલકુમાર બળદેવભાઈ વાઘેલાને ગ્રેડ પ્રમોશન આપવામાં આવ્યો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:

Related posts

શાહનો હુંકાર / ગુજરાતમાં સહકારી સંસ્થાઓને મદદ કરવામાં કોઈ કસર બાકી રાખવામાં આવશે નહીં

Hardik Hingu

મહારાષ્ટ્રમાં કોરોના કેસ વધતા ફફડાટ, પ્રથમ વખત ઝડપથી ફેલાતા B.A.4 વેરિયંટના દર્દી મળ્યા

Zainul Ansari

ખોડલધામ ટ્રસ્ટ પ્રમુખ નરેશ પટેલના વેવાઈના બંગલામાં થયેલી હત્યા કેસનો આરોપી ઝડપાયો

GSTV Web Desk
GSTV