GSTV

IPO માર્કેટનું વર્ષ 2018 કંઇક આવું રહ્યું, ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ

Last Updated on December 31, 2018 by Karan

2018નું વર્ષ હવે સમાપ્ત થશે. દરમિયાન, પ્રાયમરી માર્કેટમાં પણ ઘણું ઉત્તેજન જોવા મળી રહ્યું છે. આ વર્ષે અત્યાર સુધીમાં લગભગ 24 કંપનીઓ પોતાના આઈપીઓ લાવી છે, પરંતુ અત્યાર સુધી તેમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. મોટાભાગના આઈપીઓ તેમના લિસ્ટિંગના ભાવોની નીચે ટ્રેડ કરી રહ્યા છે અને લિસ્ટિંગના ભાવથી તેઓ 56% થી નીચે ગબડ્યા છે. તે જ સમયે, ટોચના સ્તરથી બધી કંપનીઓના શેરમાં ઘટાડો થયો છે. નિષ્ણાતો માને છે કે, આઈપીઓની ઊંચી વેલ્યુએશનને કારણે ઘણી કંપનીઓના આઇપીઓના પ્રદર્શનમાં સુધારો થયો નથી. બીજી બાજુ, નબળા સ્થાનિક અને વૈશ્વિક સંકેતોને કારણે શેરબજાર પર દબાણની અસર પણ તેમના પ્રદર્શનને પ્રભાવિત કરે છે.

ઘણી કંપનીઓના આઇપીઓ પ્રથમ છ માસિક ગાળામાં આવ્યા હતા, પરંતુ નકારાત્મક રિટર્ન પછી બીજા ભાગમાં પ્રાથમિક બજાર સુસ્ત રહ્યું હતું. માર્કેટ રેગ્યુલેટર સેબીએ આઇપીઓની મંદી અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે અને રોકાણકારોને આકર્ષવા માટેના મૂલ્યને ધ્યાનમાં લેવા માટે ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સને વિચારવા જણાવ્યું છે. સેબીના ચેરમેન અજય ત્યાગીના જણાવ્યા મુજબ, સેબીએ વર્ષ 2018માં 60,000 કરોડ રૂપિયાની આઇપીઓને મંજૂરી આપી હતી, પરંતુ આમાંના ઘણા આઈપીઓ હજુ સુધી આવ્યાં નથી. 24 ઓક્ટોબરના અંત સુધીમાં કંપનીઓએ આઈપીઓમાંથી રૂ. 30,959 કરોડ એકત્ર કર્યા હતા, પરંતુ આમાંના મોટા ભાગના રોકાણ માર્ચ ક્વાર્ટરમાં એકત્ર થયા હતા. તાજેતરના આઈપીઓ માર્કેટને જોતાં કંપનીઓ આઇપીઓ લાવવા માટે સાવચેત છે.

ગયા વર્ષે 120 કંપનીઓએ આઇપીઓ મારફત રૂ.67,147 કરોડ એકત્ર કર્યા હતા. પરંતુ આ વર્ષે આશરે અડધું જ ફંડ એકત્રિત કરવામાં આવ્યું છે. ઘણી કંપનીઓએ આઇપીઓ માટે સેબીને દસ્તાવેજો સુપરત કર્યા છે, તેમ છતા તેમાં તેજી દેખાતી નથી. ટ્રેડ સ્વિફ્ટના રિસર્ચ હેડ સંદીપ જૈન કહે છે કે, કેટલાક આઈપીઓનું મોંઘુ વેલ્યુએશન પણ એક કારણ છે. ત્યારે આ કારણોસર બજારમાં મોટો સુધારો થયો છે.

ક્રૂડના ઊંચા ભાવ, રૂપિયામાં નબળાઇ, વિદેશી રોકાણકારો દ્વારા વેચાણ, મોંઘવારી વધવાની આશંકાઓ, સરકારના ચાલુ ખાતાની ખોટ, ટ્રેડ વોર, જિયો પોલિટિકલ ટેન્શન અને રાજનૈતિક અસ્થિરતા જેવા કારણોથી બજારમાં દબાણ રહ્યું છે. આવામાં આઈપીઓ માર્કેટમાં વધુ વળતર મળી શક્યું નથી. મોટાભાગના શેર ઇશ્યૂના ભાવ નીચે ગયા હતા. હાલમાં સારા આઇપીઓ પસંદ કરવા માટે પ્રથમ કંપની પ્રોફાઇલ્સ અને ટ્રેક રેકોર્ડ્સ જુઓ, પછી કંપની માટે એજન્સીઓ દ્રારા થયેલ રેટિંગ જુઓ. જુઓ કે, નફો આવે છે કે નહીં. આઇપીઓની વેલ્યુએશન જરૂર જોવી એ એક અગત્યની બાબત છે. જો તે ખર્ચાળ હોય, તો રોકાણ ટાળો. જો વર્તમાન સમયગાળામાં આઇપીઓ હોય તો લાંબા સમય સુધી રોકાણ કરો.

READ ALSO

Related posts

સર ટી હોસ્પિટલ ફરી વિવાદમાં / નર્સિંગ સ્ટાફના 100થી વધુ કર્મચારીઓને એકાએક કરી દેવાયા છુટા

Pritesh Mehta

કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં 2 ઠરાવો પસાર, સોનિયા ગાંધી પંજાબના નવા મુખ્યમંત્રીની કરશે પસંદગી

Vishvesh Dave

રાજીનામા બાદ કેપ્ટનનું મોટું નિવેદન : નવજોત સિંહ સિદ્ધુ પાકિસ્તાનના પીએમ ઇમરાન અને આર્મી ચીફ બાજવાના મિત્ર, તે દેશની સુરક્ષા માટે નથી ઠીક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!