IPL : ખરબપતિ બિઝનેમેનનો દીકરો વેચાયો 30 લાખમાં, રિક્ષા ડ્રાઈવરના દીકરાની લાગી 2.60 કરોડ બોલી

IPL સિઝન 11ની હરાજીમાં બીજા દિવસ પમ રોમાંચક રહ્યો. બીજા દિવસે ફ્રેન્ચાઇઝીએ ખેલાડીઓની શાખ અને ભાગ્ય બન્નેંને દાવ પર લગાવ્યા. પહેલા દિવસની હરાજીથી નિરાશ કેટલાક ખેલાડીઓ બીજા દિવસે તક મળી. જ્યારે કેટલાક ખેલાડીઓને બીજા દિવસે પણ નિરાશા હાથ લાગી. જ્યારે કેટલાક નવા પ્લેયર્સની  કિસ્મત ચમકી તો તેમના પર ફ્રેન્ચાઇઝીને જબરદસ્ત બોલી લગાવી.

આઇપીએલમાં ક્રિકેટ પ્લેયર્સે પોતાની કિસ્મત અજમાવાની હોય છે. હકીકતમાં કેટલીક વાર જોવા મળ્યું છે ક મોટા મોટા ખેલાડીઓની ઓછી બોલી લગાવવામાં આવે છે. જ્યારે નવા ચહેરા અને યુવાઓ પર વધારે બોલી લગાવવામાં આવે છે. આવું જ કંઇક બીજા દિવસની હરાજીમાં જોવા મળ્યું.

એક તરફ ઓટો રીક્ષાચાલકના પુત્ર મોહમ્મદ સિરાજને આરસીબીએ 2 કરોડ 60 લાખમાં ખરીદ્યો. બીજી તરફ ભારતના ટોપ ઉદ્યોગપતિઓમાં એક કુમાર મંગલમ બિરલાના પુત્ર આર્યમન બિરલાને પહેલીવાર લાગેલ બોલીમાં કોઇપણ ફ્રેન્ચાઇઝીએ ન ખરીદ્યો. પરંતુ બીજી વારની બોલીમાં રાજસ્થાન રોયલ્સે 30 લાખ રૂપિયામાં ખરીદ્યો.

વર્ષ 2017માં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ડેબ્યૂ કરનાર હૈદરાબાદના 23 વર્ષના બોલર મોહમ્મદ સિરાઝને આઇપીએલના ગત સિઝનમાં દિલ્હી તરફથી રમતા જોવા મળ્યો હતો. આઇપીએલ દરમ્યાન સિરાઝે કુલ 6 મેચ રમ્યો હતો જેમાં 10 વિકેટ લીધી હતી.

આર્યમને ગત વર્ષે મધ્યપ્રદેશ માટે પોતાની પહેલી રણઝી ટ્રોફી મેચમાં પોતાના પ્રથમ શ્રેણીના કરિયરની શરૂઆત કરી હતી. આ મેચમાં સૌથી વધુ 16 વિકેટ  સાથે તેમણે બે ઇનિંગમાં 22 રન બનાવ્યા. મહત્વપૂર્ણ છે કે આર્યમન મુંબઇમાં રમતો હતો, પરંતુ લાખ પ્રયાસો બાદ પણ જ્યારે તે મુંબઇ રણજી ટીમમાં જગ્યા ન બનાવી શક્યો. ત્યારે તેણે મધ્યપ્રદેશથી શરૂઆત કરી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter