GSTV

IPLમાં ચાર વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સનો માર્ગ કપરો રહેશે

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ 19મી સપ્ટેમ્બરથી અમિરાતમાં શરૂ થઈ રહી છે. દરેક ક્રિકેટ ફેન્સ આ માટે આતુરતથી રાહ જોઈ રહ્યો છે. હવે નક્કી થઈ ગયું છે કે આઇપીએલ યોજાવાની જ છે ત્યારે ફેન્સ એ વાતની ચર્ચા કરી રહ્યા છે કે કઈ ટીમ કેવો દેખાવ કરશે. કઈ ટીમ મજબૂત રહેશે તો કઈ ટીમનો દેખાવ કંગાળ રહેશે. આ યાદીમાં કોઈ ટીમ હોય તો તે ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ છે. તેઓ કમસે કમ અમિરાતમાં પોતાના અગાઉના પ્રદર્શનનું પુનરાવર્તન કરવા માગશે નહીં.

મુંબઈ ઇન્ડિયન્સ ચાર વખત ચેમ્પિયન બનેલી છે. આ ઉપરાંત આઇપીએલમાં સૌથી વધારે મેચો તેણે જ જીતેલી છે પરંતુ અમિરાતમાં તેનો દેખાવ સારો રહ્યો નથી. મુંબઈ ઇન્ડિયન્સની ટીમ ક્યારેય અમિરાતમાં એકેય મેચ જીતી શકી નથી.

2014માં ભારતમાં લોકસભાની ચૂંટણીને કારણે આઇપીએલના પ્રારંભિક તબક્કાની મેચો બીસીસીઆઈએ અમિરાતમાં યોજી હતી. જેમાં મુંબઈની ટીમ પાંચ મેચ રમી હતી. રોહિત શર્માની ટીમ આ પાંચેય મેચો હારી ગઈ હતી.  આમ અમિરાતના મેદાનો પર મુંબઈ ઇન્ડિયન્સના વિજયનું ખાતું હજી પણ શૂન્ય જ છે.

જોકે 2014 બાદ રોહિત શર્માની આગેવાની હેઠળની મુંબઈની ટીમ ત્રણ વખત ચેમ્પિયન બની ચૂકી છે. ટીમમાં ઘણા ફેરફાર થઈ ગયા છે અને તેના ઘણા ખેલાડી એ વખતે બિનઅનુભવી હતા પરંતુ હવે તેમના ભાથામાં અનુભવ આવી ગયો છે. આ વખતે મુંબઈની ટીમ એવી આશા રાખશે કે તેઓ યુએઈમાં પોતાનો ભૂતકાળ ભુલાવીને નવો ઇતિહાસ રચે.

READ ALSO

Related posts

કઠોળના ખેડૂતોને પાકના નહીં મળે ભાવ, કેન્દ્ર સરકારનો આ નિર્ણય વિલન બનશે

Mansi Patel

બિહાર મેં બહાર હૈં/ નવા નવા ગઠબંધનની મૌસમ ખીલી, પપ્પુ યાદવ અને ચંન્દ્રશેખર આઝાદે હાથ મિલાવ્યો

Pravin Makwana

300 ચેકડેમમાં કરોડોનું કૌભાંડ, ડેમ બન્યા નથી ને અધિકારીઓએ ખોટા બીલ રજુ કરી પાસ કરાવી લીધા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!