GSTV
Gujarat Government Advertisement

અમ્પાયર વાઇડ આપવાના જ હતા પરંતુ ધોનીને ગુસ્સો આવ્યો અને પછી શું બન્યું?

ધોની

Last Updated on October 14, 2020 by Mansi Patel

આઇપીએલમાં મંગળવારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે દુબઈ ખાતે ટી20 ક્રિકેટ મેચ રમાઈ હતી. આ મેચ ખાસ રોમાંચક રહી ન હતી અને ચેન્નાઈનો વિજય લગભગ નક્કી જ હતો પરંતુ તેમ છતાં છેલ્લી ઓવરોમાં થોડો રોમાંચ આવ્યો હતો અને તેમાં એક એવો નિર્ણય હતો જેને કારણે વિવાદ પણ સર્જાયો હતો. એક ક્ષણ એવી આવી હતી જ્યારે વિકેટ પાછળ ધોની ગુસ્સે થઈ ગયો હતો અને એ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે.

આ મેચમાં હૈદરાબાદની ટીમ 168 રનના ટારગેટ સામે રમી રહી હતી. છેલ્લે છેલ્લે રાશીદ ખાન આક્રમક બેટિંગ કરી રહ્યો હતો. 19મી ઓવરમાં અમ્પાયર પૌલ રાઇફલ એક બોલને બસ વાઈડ આપવા જતા જ હતા. તેમણે બંને હાથ ફેલાવીને પોતાના સ્થાનેથી ફરીને સ્કોરર તરફ ઇશારો કરવાનો બાકી જ હતો ત્યાં તો તેમણે વિકેટ પાછળ ધોનીને ગુસ્સે થતો તથા નિરાશ થઈને આ ક્રિયા પર પોતાની પ્રતિક્રિયા આપતા જોયો અને અમ્પાયરે વાઇડ આપવાનું માંડી વાળ્યું.

એ વખતે હૈદરાબાદને બે ઓવરમાં 27 રનની જરૂર હતી. પહેલા બોલે રાશીદ ખાને બે રન બનાવ્યા અને ત્યાર પછીના બોલે શાર્દૂલ ઠાકુરે વાઇડ બોલ ફેંક્યો હતો. ત્યાર પછીનો બોલ પણ વાઇડ જ લાગતો હતો અને અમ્પાયર પૌલ રાઇફલ વાઇડ જાહેર કરવા જતા જ હતા પણ તેમણે આમ કર્યું નહીં.

બન્યું એવું કે પૌલ રાઇફલ જેવા વાઇડ માટે ફર્યા કે ધોનીએ વિરોધ કરવાની શરૂઆત કરી દીધી. બોલર પણ વિરોધ કરવા લાગ્યો. અમ્પાયર દબાણમાં આવી ગયા અને તેમણે વાઇડ જાહેર કરવાનો નિર્ણય ફેરવી નાખ્યો. આ જોઇને ડગઆઉટમાં બેઠેલો સનરાઇઝર્સ હૈદરાબાદનો સુકાની ડેવિડ વોર્નર પણ અચરજ પામ્યો હતો કેમ કે તે પણ માનતો હતો કે એ બોલ વાઇડ છે  અને અમ્પાયરે આમ કરવું જોઇએ પરંતુ પૌલ રાઇફલ અલગ જ વિચારતા હતા.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

જીજી હોસ્પિટલ યૌન શોષણ કેસ: મહિલા આયોગે ડીજીપીને લખ્યો પત્ર, તપાસનો રિપોર્ટ મોકલાવ આપી સૂચના

Pritesh Mehta

SIP: આ સ્કીમમાં કરો 4500 રૂપિયાનું રોકાણ, બદલામાં મળશે 1 કરોડથી પણ વધુ, જાણો કેવી રીતે?

Vishvesh Dave

રામાયણના નિર્માતા રામાનંદ સાગરની પ્રપૌત્રીએ સોશિયલ મીડિયા પર લગાવી આગ, તસવીરો જોઇને ધબકારો ચુકી જશો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!