GSTV
Home » News » IPL 2019: એક ક્લિકે જુઓ ચેન્નઇ સુપર કિંગ્સનુ સીઝનવાર પ્રદર્શન, જાણો જીત-હારનો ઓવરઓલ રેકોર્ડ

IPL 2019: એક ક્લિકે જુઓ ચેન્નઇ સુપર કિંગ્સનુ સીઝનવાર પ્રદર્શન, જાણો જીત-હારનો ઓવરઓલ રેકોર્ડ

chennai super kings record

આઇપીએલ 2019 શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે. આઇપીએલની 12મી સીઝન 23 માર્ચથી શરૂ થઇ રહી છે. તેની ઉદ્ઘાટન મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં ડિફેન્ડીંગ ચેમ્પિયન ચેન્ઇ સુપરકિંગ્સ અને વિરાટ કોહલીની રૉયલ ચેલેન્જર્સ બેંગલોર ચેન્નઇના ચેપોક સ્ટેડિયમમાં ટકરાશે.

બે વર્ષના પ્રતિબંધ બાદ આઇપીએલમાં વાપસી બાદ 2018માં ખિતાબ જીતતા ચેન્નઇની ટીમે મુંબઇ ઇન્ડિયન્સની બરાબરી કરી છે કારણ કે આ બંને ટીમો 11 વર્ષના આઇપીએલ ઇતિહાસમાં ત્રણ-ત્રણવાર ખિતાબ હાંસેલ કરવામાં સફળ રહી છે. પરંતુ ખિતાબી જીતોને ધ્યાનમાં લેતાં સૌથી ઉમદા ટીમનો દરજ્જો કોને મળ્યો છે? જીત-હારની યાદીમાં ટીમોની રેન્કિંગ કેવી રીતે કરવામાં આવે છે?

અહીં 2008ની પહેલી સીઝનની શરૂઆતથી લઇને અત્યારસુધી 2019ની સ્થિતી સુધીના આંકડાઓ રજૂ કરી રહ્યાં છીએ.

ચેન્નઇ સુપરકિંગ્સ

‘કેપ્ટન કૂલ’ એમએસ ધોનીની કેપ્ટન્સીવાળી ચેન્નઇ સુપરકિંગ્સ ત્રણ આઇપીએલનો ખિતાબ જીતીને મુંબઇ ઇન્ડિયન્સની બરાબર ઉભી છે જ્યારે ભ્રષ્ટાચારના આરોપના કારણે બે વર્ષનો પ્રતિબંધ મુકાવાના કારણે તેને 2016 અને 2017માં આ હરિફાઇમાં ભાગ લેવાની તક મળી ન હતી.

તેનું ઓવરઓલ વિનિંગ રેટ આઇપીએલની તમામ ટીમો કરતાં સારો છે. સીએસકે જ એકમાત્ર એવી ટીમ છે જેણે 60 ટકાથી વધુ મેચમાં જીત નોંધાવી છે. સાથે જ આ એક એવી ટીમ છે જેણે દરેક વાર લીગ સ્ટેજ પાર કર્યો છે.

ચેન્નઇ સુપરકિંગ્સનું સીઝન અનુસાર પ્રદર્શન

2008 : ઉપવિજેતા (9માં જીત, 7માં હાર, લીગ સ્ટેજમાં ત્રીજા નંબરે)

2009 : સેમી-ફાઇનલિસ્ટ (8માં જીત, 6માં હાર, લીગ સ્ટેજમાં બીજા નંબરે)

2010 : વિજેતા (9માં જીત, 7માં હાર, લીગ સ્ટેજમાં ત્રીજા નંબરે)

2011 : વિજેતા (11માં જીત, 5માં હાર,લીગ સ્ટેજમાં બીજા નંબરે)

2012 : ઉપવિજેતા (10માં જીત, 8માં હાર, લીગ સ્ટેજમાં ચોથા નંબરે)

ipl 2019 top foreign player

2013 : ઉપવિજેતા (12માં જીત, 6માં હાર, લીગ સ્ટેજમાં પ્રથમ નંબરે)

2014 : ત્રીજુ સ્થાન (10માં જીત, 6માં હાર, લીગ સ્ટેજમાં ત્રીજા નંબરે)

2015 : ઉપવિજેતા (10માં જીત, 7માં હાર, લીગ સ્ટેજમાં પ્રથમ નંબરે)

2018 : વિજેતા (11માં જીત, 5માં હાર, લીગ સ્ટેજમાં બીજા નંબરે)

IPLમાં ચેન્નઇ સુપરકિંગ્સની જીત-હારનો ઓવરઓલ રેકોર્ડ

સીએસકેએ અત્યાર સુધી આઇપીએલમાં લ 149 મેચ રમી છે જેમાંથી 90 મેચમાં તેણે જીત મેળવી છે અને 57 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે 2 મેચમાં પરિણામ નથી મળ્યુ. આ ટીમના જીતનો દર 60.4 ટકા છે.

Read Also

Related posts

ભારતની “અમૂલ” બની દક્ષિણ આફ્રિકાની ટીમની સ્પોન્સર, આ બંને ટીમો સાથે જોડાઈ ચૂકી છે

GSTV Desk

ઋષભ પંતની તો આવી બની: કોચ શાસ્ત્રીએ આપી દીધી ચેતવણી, ‘સુધરી જા નહી તો…’

Bansari

ફરી ધૂણ્યું સટ્ટાબાજીનું ભૂત, ક્રિકેટરોને અજાણ્યા નંબરો પરથી આવ્યા વૉટ્સએપ મેસેજ

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!