GSTV
Home » News » IPL 2019: અનેક ધુરંધરો હોવા છતાં એકપણ વાર ફાઇનલ્સ સુધી નથી પહોંચી આ એકમાત્ર ટીમ, આવો છે રેકોર્ડ

IPL 2019: અનેક ધુરંધરો હોવા છતાં એકપણ વાર ફાઇનલ્સ સુધી નથી પહોંચી આ એકમાત્ર ટીમ, આવો છે રેકોર્ડ

IPL 2019

આઇપીએલ 2019 શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે. આઇપીએલની 12મી સીઝન 23 માર્ચથી શરૂ થઇ રહી છે. તેની ઉદ્ઘાટન મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં ડિફેન્ડીંગ ચેમ્પિયન ચેન્ઇ સુપરકિંગ્સ અને વિરાટ કોહલીની રૉયલ ચેલેન્જર્સ બેંગલોર ચેન્નઇના ચેપોક સ્ટેડિયમમાં ટકરાશે.

બે વર્ષના પ્રતિબંધ બાદ આઇપીએલમાં વાપસી બાદ 2018માં ખિતાબ જીતતા ચેન્નઇની ટીમે મુંબઇ ઇન્ડિયન્સની બરાબરી કરી છે કારણ કે આ બંને ટીમો 11 વર્ષના આઇપીએલ ઇતિહાસમાં ત્રણ-ત્રણવાર ખિતાબ હાંસેલ કરવામાં સફળ રહી છે. પરંતુ ખિતાબી જીતોને ધ્યાનમાં લેતાં સૌથી ઉમદા ટીમનો દરજ્જો કોને મળ્યો છે? જીત-હારની યાદીમાં ટીમોની રેન્કિંગ કેવી રીતે કરવામાં આવે છે?

અહીં 2008ની પહેલી સીઝનની શરૂઆતથી લઇને અત્યારસુધી 2019ની સ્થિતી સુધીના આંકડાઓ રજૂ કરી રહ્યાં છીએ.

દિલ્હી કેપિટલ્સ (અગાઉ ડેરડેવિલ્સ)

દિલ્હીની ટીમને હવે નવુ નામ મળ્યું છે. આ સાથે જ તેની ગેમમાં પણ નવીનતા જોવા મળે તેવી આશા છે. દિલ્હીની ટીમ સ્ટેન્ડિંગ્સમાં અંતિમ સ્થાન પર સૌથી વધુ વાર રહી છે. આ મામલે આ ટીમ ચારવાર અંતિમ સ્થાન પર રહેતા કિંગ્સ ઇલેવન પંજાબ, જે ત્રણવાર અંતિમ સ્થાન પર રહી છે, તેના કરતાં પણ પાછળ છે.

હાલની ટીમોમાં દિલ્હીની ટીમ જ એકમાત્ર એવી ટીમ છે જે કોઇપણ આઇપીએલની ફાઇનલમાં પહોંચી નથી. કહેવાની જરૂર નથી કે તેનો ઓવરઓલ વિનિંગ રેટ કોઇપણ અન્ય ટીમથી ઓછો છે.

દિલ્હી કેપિટલ્સનું સીઝનવાર પ્રદર્શન

2008 : સેમી-ફાઇનલિસ્ટ (7માં જીત, 7માં હાર, લીગ સ્ટેજમાં ચોથા નંબરે)

2009 : સેમી-ફાઇનલિસ્ટ (10માં જીત, 5માં હાર, લીગ સ્ટેજમાં પ્રથમ નંબરે)

2010 : નોકઓઉટ સ્ટેજ સુધી ન પહોંચી (7માં જીત, 7માં હાર, લીગ સ્ટેજમાં પાંચમા નંબરે)

2011 : પ્લેઑફમાં નથી પહોંચી (4માં જીત, 9માં હાર, લીગ સ્ટેજમાં અંતિમ નંબરે)

2012 : ત્રીજા નંબરે રહી (11માં જીત, 7માં હાર, લીગ સ્ટેજમાં પ્રથમ નંબરે)

2013 : પ્લેઑફમાં નથી પહોંચી (3માં જીત, 13માં હાર, લીગ સ્ટેજમાં અંતિમ નંબરે)

2014 : પ્લે ઑફમાં નથી પહોંચી (2માં જીત, 12માં હાર, લીગ સ્ટેજમાં અંતિમ નંબરે)

2015 : પ્લે ઑફમાં નથી પહોંચી (2માં જીત, 12માં હાર, લીગ સ્ટેજમાં અંતિમ નંબરે)

2016 : પ્લે ઑફમાં નથી પહોંચી (7માં જીત, 7માં હાર, લીગ સ્ટેજમાં છઠ્ઠા નંબરે)

2017 : પ્લે ઑફમાં નથી પહોંચી (6માં જીત, 8માં હાર, લીગ સ્ટેજમાં છઠ્ઠા નંબરે)

2018 : પ્લે ઑફમાં નથી પહોંચી (5માં જીત, 9માં હાર, લીગ સ્ટેજમાં અંતિમ નંબરે)

આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સની જીત-હારનો ઓવરઓલ રેકોર્ડ

દિલ્હી કેપિટલ્સે અત્યાર સુધી આઇપીએલમાં કુલ 162 મેચ રમી છે. જેમાંથી 67 મેચમાં તેને જીત મળી છે અને 92 મેચમા હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે 3 મેચમાં પરિણામ મળ્યાં ન હતા. આ ટીમની જીતનો દર 41.4 ટકા છે.

Read Also

Related posts

હિમાદાસ અને મોહમ્મદ અનસે ચેક ગણરાજ્યમાં લહેરાવ્યો તિરંગો, જીત્યા ગોલ્ડ મેડલ

Path Shah

ઈંગ્લેન્ડના દિગ્ગજ ફુટબોલર એશ્લે કોલે નિવૃત્તિની કરી ઘોષણા

Path Shah

ચીનમાં પ્રદર્શન પર ઉતર્યા લોકતંત્ર સમર્થક પ્રદર્શનકારી, લાખો લોકોએ રેલી કાઢી કર્યો વિરોધ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!