GSTV
Gujarat Government Advertisement

IPL 2020: રોહિત શર્માની આ નબળાઈનો ફાયદો ઉઠાવવા માગે છે શિખર ધવન

રોહિત

Last Updated on November 5, 2020 by Bansari

આઇપીએલની (IPL) ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગુરુવારે રાત્રે મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે પહેલી ક્વોલિફાયર મેચ રમાશે. આ મેચ જીતનારી ટીમ સીધી ફાઇનલમા પ્રવેશી જશે. જોકે હારનારી ટીમ સાવ બહાર નહીં થાય પરંતુ તેને એક તક મળશે. આ ટીમને વધુ એક મેચ રમીને ફાઇનલમાં પ્રવેશવાની તક રહેશે. આમ છતાં બંને ટીમ આ મેચ જીતીને જ ફાઇનલમાં પ્રવેશવાનો પ્રયાસ કરશે.

રોહિત શર્મા ઘાયલ, દિલ્હીને થશે ફાયદો

રોહિત

આ સંજોગોમાં દિલ્હી કેપિટલ્સની ટીમ કરતાં મુંબઈની ટીમ મજબૂત હોવા છતાં દિલ્હીને એક લાભ એ રહેશે કે હરીફ ટીમનો કેપ્ટન રોહિત શર્મા ઘાયલ છે. દિલ્હીના ઓપનર અને આ સિઝનમાં બે સદી ફટકારનારા શિખર ધવને જણાવ્યું હતું કે મુંબઈની ટીમના કેપ્ટન રોહિત શર્માને હેમસ્ટ્રિંગ ઇજા છે અને આ ઇજામાંથી પરત ફરીને લય પ્રાપ્ત કરવામાં સમય લાગે છે. હવે અમારી ટીમ ગુરુવારે રમાનારી મેચમાં આ નબળાઈનો લાભ ઉઠાવવાનો પ્રયાસ કરશે.

શિખરે રોહિત માટે શું કહ્યું

ધવન

રોહિત શર્મા હેમસ્ટ્રિંગની ઇજાને કારણે બે સપ્તાહ સુધી રમી શક્યો ન હતો અને હજી બે દિવસ અગાઉ જ તેણે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચ સાથે પુનરાગમન કર્યું હતું. શિખર ધવને જણાવ્યું હતું કે રોહિત શર્મા શ્રેષ્ઠ ક્રિકેટર છે. પણ તે વધારે મેચો રમ્યો નથી તે કેવી લયમાં છે તેની મને ખબર નથી. આમ થવાને કારણે તેની લય ખરાબ થઈ હશે અને અમે તેનો લાભ ઉઠાવી શકીએ તેમ છીએ.

ધવને કહ્યું હતું કે મારી શુભકામના તેની સાથે જ છે પરંતુ અહીં અમે હરીફ ટીમમાં છીએ અને એ નાતે અમે તેની ઇજાને ધ્યાનમાં રાખીને દિલ્હી કેપિટલ્સ માટે રણનીતિ ઘડીશું. રોહિત શર્માને ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટેની ટીમમાં પસંદ કરાયો નથી પરંતુ ભારતીય ટીમમાં લાંબા સમયથી તેનો સાથી રહી ચૂકેલો ધવન પોતાના વિશે કહે છે કે તે આઇપીએલનું ફોર્મ ઓસ્ટ્રેલિયામાં જાળવી રાખવાનો પ્રયાસ કરશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

જોખમ બનતું ઇઝરાયલ-હમાસ વચ્ચેનું યુદ્ધ: ગાઝામાં ત્રણ ઇમારતો ધરાશાયી, 26ના મોત

Pritesh Mehta

પ્રયાગરાજમાં ગંગા-યમુનાના દક્ષિણી છેડે મૃતદેહોને દફનાવવાની સંખ્યામાં વધારો, માટી ઉડતાની સાથે જ દુર્ગંધ ફેલાતા લોકોમાં ભય

Dhruv Brahmbhatt

આતંકવાદ મુદ્દે પાકિસ્તાનના પાડોશી દેશે જ તેને દેખાડ્યો અરીસો, સંભળાવી ખરીખોટી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!