GSTV

IPL પહેલાં આ સિનિયર ખેલાડીઓને લય મેળવવામાં મુશ્કેલી નહીં પડે, ટીમના કોચે વ્યક્ત કર્યો સંતોષ

ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે)ના કોચ લક્ષ્મીપતિ બાલાજીએ કહ્યું હતું કે તેમની ટીમમાં ઘણા ખેલાડીઓ 30 વર્ષથી વધુ ઉંમરના છે પરંતુ તે તેમના માટે નુકસાનકારક નહીં પરંતુ ફાયદાકારક સાબિત થશે. કોરોના વાયરસને કારણે લાંબા વિરામ બાદ IPL ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની ટીમો 13મી સિઝનની તૈયારી કરી રહી છે. મહેન્દ્રસિંહ ધોની આગામી આઈપીએલ સિઝનમાં ત્રણ વખત વિજેતા સીએસકેનું નેતૃત્વ કરવાનો છે જે યુએઈમાં 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી યોજાશે.

રમતને ઘણા વર્ષોથી સમજતા હોઈ પુનરાગમન માટે કામ આવશે

સિનિયર ખેલાડીઓ માટે લય મેળવવામાં મુશ્કેલી પડશે તેવો સવાલ પૂછતાં બાલાજીએ આ વાતનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે, ‘મને નથી લાગતું કે તે એટલું મુશ્કેલ હશે કારણ કે તમે સમગ્ર જીવનમાં આ રમત રમી છે. તમે આ રમતને ઘણા વર્ષોથી સમજો છો, જે પુનરાગમન માટે કામમાં આવશે.’

અનુભવ ચોક્કસપણે મહત્વપૂર્ણ રહેશે

તેણે કહ્યું, ‘અનુભવ ચોક્કસપણે મહત્વપૂર્ણ રહેશે. આઈપીએલ જેવી મોટી ટુર્નામેન્ટમાં આ વાત સાબિત થઈ છે.’ કેપ્ટન સિવાય ફ્રેન્ચાઇઝીમાં શેન વોટસન અને ડ્વેઇન બ્રાવો જેવા અનુભવી ખેલાડીઓ હાજર છે. બાલાજીએ કહ્યું કે ધોની એક એવો ખેલાડી છે જે પ્રક્રિયાને અનુસરે છે જેમાં તે ફેરફાર અને બહાર નીકળવાની જગ્યાએ તક અને ‘એક્સપોઝર’ આપવામાં ભરોસો રાખે છે.

ધોની હંમેશાં સહકાર આપનારો સુકાની રહ્યો

તેણે વધુમાં કહ્યું, ‘ધોની હંમેશાં સહકાર આપનારો સુકાની રહ્યો છે. તેની કેપ્ટનશિપમાં કોઈ ‘શોર્ટ કટ’’ નથી. તેણે ઉમેર્યું કે, ‘જો બધું યોજના મુજબ ચાલશે તો અમે યુએઈ રવાના થતા પહેલા 16 ઓગસ્ટથી કેમ્પનું આયોજન કરીશું તે ફક્ત ભારતીય ખેલાડીઓ માટે જ રહેશે.’

READ ALSO

Related posts

જાહેરક્ષેત્રની 12 બેન્કોના 19,964 કરોડ રૂપિયા માત્ર 3 મહિનામાં ડૂબ્યા : રાખજો સાવધાની, આ બેન્ક નંબર વન

Bansari

અગત્યનું/ પાલતુ જાનવર માટે હવે લેવું પડશે લાયસન્સ, આ કામ નહીં કરો તો થશે કાર્યવાહી

Bansari

ગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!