GSTV

IPL Schedule 2020: ફેન્સની રાહ થઈ ખતમ, જાણો ક્યાં, ક્યારે અને કેટલા વાગે રમાશે મેચ

ipl

Last Updated on September 7, 2020 by pratik shah

IPL 2020 Full Schedule: IPL 2020 ના કાર્યક્રમનું ટાઈમ ટેબલ જાહેર કરી દેવામાં આવ્યું છે. જેમાં પહેલી મેચ 19 સપ્ટેમ્બરના રોજ રમાશે. આ મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિગ્સ વચ્ચે પહેલી મેચ રમાશે.

આ રહ્યું IPL 2020નું ફુલ શિડ્યુલ

ક્રિકેટ અને IPLના ચાહકો જેની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યાં હતાં તે ક્ષણ આખરે આવી ગઇ છે. IPL 2020ના શિડ્યુલને જાહેર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસને કારણે આ વખતે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના આયોજનમાં વિલંબ થયો છે. 29મી માર્ચને બદલે તે છેક 19મી સપ્ટેમ્બરે શરૂ થશે. આ ઉપરાંત ભારતને બદલે તેનું આયોજન યુનાઇટેડ આરબ અમિરાતમાં થવાનું છે.

આટલા માટે શિડ્યૂલમાં થઈ રહ્યુ હતું મોડુ

કારણ કે, આ વર્ષે મેચ અબુધાબી અને દુબઈમાં થવાની છે એટલા માટે બંને જગ્યાએ કોરોના બિમારીના કારણે કોરન્ટાઈનના અલગ અલગ નિયમ છે. આઈપીએલના ચેરમેન બ્રૃજેશ પટેલે શનિવારના રોજ કંન્ફોર્મ કર્યુ હતું કે, ટૂર્નામેન્ટની 13મી સીઝનનું સિડ્યૂલ રવિવારે એટલે કે, આજે જાહેર થશે.

આઈપીએલના ચેરમેન બૃજેશ પટેલે શનિવારે આ વાતની જાણકારી આપી હતી કે રવિવારે સંપૂર્ણ શિડ્યુલ જારી કરવામાં આવશે. તેણે આ પહેલા આઈપીએલના શેડ્યુઅલને લઈને અનેક પ્રશ્નો પણ ઉઠાવ્યા હતા. આખરે બીસીસીઆઈ તેને જાહેર કરવામાં આટલો વિલંબ કેમ કરી રહી છે. જ્યારે ટૂર્નામેન્ટની શરૂઆત 19 સપ્ટેમ્બરથી થવાની છે.

કેટલીક ફ્રેંચાઈઝીઓએ ભારતીય બોર્ડ પાસે જલ્દી જલ્દીથી શેડ્યુઅલ જાહેર કરવાની અપીલ કરી હતી. કારણ કે, તમામ ટીમ તેના હિસાબે પ્લાન કરી શકે, બીસીસીઆઈએ હાલમાં જ અમીરાત ક્રિકેટ બોર્ડના અધિકારીઓ સાથે વાત કરીને અને કાર્યક્રમ તથા વાહન પરિવહનને લઈને તમામ મુદ્દાઓ થાળે પડી ગયા છે.

ipl

19 સપ્ટેમ્બરથી શરૂ થશે IPL 2020

ટૂર્નામેન્ટ 19 સપ્ટેમ્બરથી શરૂ થઈને 53 દિવસો સુધી ચાલશે. IPL ફાઈનલ 10 નવેમ્બરના રોજ થશે. આ વખતે IPL 10 ડબલ હેડર મેચ રમાશે.આ વખતે સાંજે મેચ 7.30 વાગ્યાથી રમાશે. આયોજકોએ નિયમિત સમયથી 30 મિનિટ આગળ જવાનો નિર્ણય કર્યો છે. જે પહેલા રાત્રે 8 વાગ્યાનો હતો.

દુબઇમાં IPLની તૈયારીઓમાં વ્યસ્ત છે ખેલાડીઓ

IPLની ગવર્નિંગ કાઉન્સિલ અને બીસીસીઆઈએ આ અગાઉ 30મી ઓગસ્ટે કાર્યક્રમ જાહેર કરવાની યોજના બનાવી હતી અને આ અંગેની જાહેરાત પણ થઈ ગઈ હતી પરંતુ કોઈ કારણોસર આમ શકય બન્યું ન હતું.

દરમિયાન IPLમાં ભાગ લેનારી તમામ ટીમ દુબઈ પહોંચી ગઈ છે. બીસીસીઆઈ અને અમિરાત સરકારના નિયમો હેઠળ તમામ ટીમના ખેલાડીઓએ ત્યાં પહોંચ્યા બાદ કોરોન્ટાઇનનું પણ પાલન કરી લીધું છે અને હવે વિવિધ ટીમોએ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. આમ ટીમો તો ભાગ લેવા માટે સજ્જ થઈ ગઈ છે.

ચેન્નઈ સુપરકિંગ્સમાંથી 13 સભ્યો કોરોના પોઝિટિવ

આપને જણાવી દઈએ કે, ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમના બે ખેલાડીઓ સહિત 13 સભ્યો કોરોના ચેપ લાગ્યાં હતાં, જેના કારણે તેમનો પ્રેક્ટિસ સેશન છેલ્લે 4 સપ્ટેમ્બરના રોજ શરૂ કરાયો હતો. બધી ટીમો આતુરતાથી આઈપીએલ કાર્યક્રમની રાહ જુએ છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સના ઝડપી બોલર શ્રીલંકાના લસિથ મલિંગા અને ડિફેન્ડિંગ રનર્સ-અપ ચેન્નઈ સુપર કિંગ્સના બે ઉપ-કપ્તાન સુરેશ રૈના અને ઓફ સ્પિનર ​​હરભજન સિંઘ વ્યક્તિગત કારણોસર આઈપીએલમાંથી ખસી ગયા છે. ચેન્નાઈ સુપરકિંગ્સના 13 સભ્યો હજી 14 દિવસની ક્વોરેન્ટાઇનમાં છે.

Read Also

Related posts

મેકઓવર: યોગી કેબિનેટનું આજે વિસ્તરણ, જિતિન પ્રસાદની જગ્યા ફિક્સ, આનંદીબેન પટેલ સાંજે લેવડાવશે શપથ

Pravin Makwana

સ્વામીએ મોદી સરકારની વિરુદ્ધમાં જઈ મમતાનો સપોર્ટ કર્યો, કયો કાયદો મમતા બેનરજીને રોમ જતા રોકે છે ?

Pravin Makwana

મોદી સરકારમાં મંત્રી રહી ચુકેલા ભાજપના નેતાનું વિવાદાસ્પદ નિવેદન, અમારાથી કામ ન થાય તો અમે જજને આગળ ધરી દઈએ છીએ !

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!