GSTV

IPL 2020: રાજસ્થાન સામે ધોનીની CSKએ વાળ્યો ધબડકો, હવે પ્લેઑફની રાહ પણ મુશ્કેલ

ધોની

અબુ ધાબી ખાતે ચેન્નાઈ સુપરકિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયેલી IPLની 37મી મેચમાં રાજસ્થાન રોયલ્સે ચેન્નાઈ સુપરકિંગ્સને 7 વિકેટથી પરાજય આપ્યો છે.રાજસ્થાનની જીતના હીરો જોસ બટલર રહ્યો. તેણે 48 બોલમાં 70 રનની અણનમ ઈનિંગ રમી. બટલરે 7 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી અણનમ 70 રન બનાવ્યા. એ સિવાય બેન સ્ટોક્સ 19, રોબિન ઉથપ્પા 04 રન બનાવ્યા. ચૈન્નઈ માટે ચાહરે 2 અને જોશ હેઝલવુડે એક વિકેટ ઝડપી.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઇએ IPLની આ સિઝનનો સૌથી નાનો ટાર્ગેટ આપ્યો છે. ચૈન્નઈએ 20 ઓવરમાં 5 વિકેટે 125 રન કર્યા અને રાજસ્થાનને જીત માટે 126 રનનો લક્ષ્ય આપ્યો. આ પહેલા સનરાઇઝર્સ હૈદરાબાદે કોલકાતા નાઈટ રાઈડર્સને સિઝનનો સૌથી નાનો 143 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

મહેન્દ્ર સિંહ ધોની લીગમાં પોતાની 200મી મેચ રમી હતી અને આ સાથે ધોની લીગમાં 200 મેચ રમનાર પ્રથમ ખેલાડી બન્યો છે. IPLમાં પોતાની 200મી મેચમાં મહેન્દ્રસિંહ ધોનીએ 28 રન બનાવ્યા હતા.

ચૈન્નઈ તરફથી મહેન્દ્રસિંહ ધોનીએ 28 રન, રવિન્દ્ર જાડેજાએ અણનમ 36, સેમ કરને 21 રન બનાવ્યા. જ્યારે રાજસ્થાન માટે જોફરા આર્ચર, કાર્તિક ત્યાગી, શ્રેયસ ગોપાલ અને રાહુલ તેવટિયાએ 1-1 વિકેટ ઝડપી.

Read Also

Related posts

રૂપાણી સરકારની વધશે મુશ્કેલી : કોરોનાકાળમાં શિક્ષકોની આ માગ નહિં સતોષાય તો રાજ્યભરમાં ઉગ્ર આંદોલનની ચીમકી

Nilesh Jethva

બુમરાહને માત્ર બે જ ઓવર, કોહલીની આ તે કેવી કપ્તાની, ગૌતમ ગંભીરે વ્યક્ત કરી અકળામણ

pratik shah

ચોરના નામે ચિઠ્ઠીઃ મોક્ષધામમાંથી થઈ ગઈ સામાનની ચોરી, ગ્રામજનોએ લખેલી ભાવનાત્મક ચિઠ્ઠી થઈ વાયરલ

Karan
Do NOT follow this link or you will be banned from the site!