GSTV
Gujarat Government Advertisement

ક્રિકેટ/ આઈપીએલની બાકીની મેચો રમાડવા માટે આ દેશે કરી ઓફર, ભારતની પ્રથમ પસંદ આ દેશ

ipl

Last Updated on May 8, 2021 by Harshad Patel

કોરોનાનું સંક્રમણ બાયોબબલ હોવા છતાં આઈપીએલ રમી રહેલા ખેલાડીઓ અને સ્ટાફ સુધી પહોંચી ગયા બાદ આઈપીએલને અધવચ્ચે રોકી દેવાની ફરજ પડી હતી. હવે બાકીની મેચો રમાડવા માટે શ્રીલંકાએ ઓફર કરી છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડની મેનેજિંગ કમિટીના પ્રમુખ અર્જુન ડી સિલ્વાએ કહ્યું હતું કે, બાકીની મેચોની યજમાની કરવા માટે અમે તૈયાર છીએ.

ભારતના ક્રિકેટ બોર્ડ માટે પહેલી પસંદ યુએઈ

જોકે કેટલાક સૂત્રોનું કહેવું છે કે, ભારતના ક્રિકેટ બોર્ડ માટે પહેલી પસંદ યુએઈ છે. તેના પર ડી સિલ્વાએ કહ્યું હતું કે, અમે જાણીએ છે કે, ભારત માટે યુએઈ પહેલો વિકલ્પ છે પણ શ્રીલંકાની ઓફર પણ નજર અંદાજ કરી શકાય તેમ નથી. શ્રીલંકામાં જુલાઈ-ઓગસ્ટ દરમિયાન લંકા પ્રિમિયર લીગ યોજાવાની છે અને જો આઈપીએલની બાકી મેચો સપ્ટેમ્બરમાં અહીંયા રમાડાય તો અમારા મેદાનો તૈયાર હાલતમાં હશે.

બાકીની મેચો ના રમાડાય તો 2 હજાર કરોડનો ફટકો

દરમિયાન ભારતના ક્રિકેટ બોર્ડના અધિકારીઓ પણ ટુર્નામેન્ટ પૂરી કરવા માટે ઉત્સુક છે. કારણકે જો બાકીની મેચો ના રમાડાય તો બીસીસીઆઈને બે હજાર કરોડ રુપિયાનો ફટકો પડે તેમ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

“અંધારી” ગામમાં ઉજાસ / અમદાવાદ જિલ્લામાં સંપૂર્ણ આદિવાસી સમુદાયની વસ્તી ધરાવતું અનોખું ગામ

Zainul Ansari

શ્વાસ અધ્ધર / અમદાવાદથી દિલ્હી જતી ફલાઇટ સાથે પક્ષી અથડાતા એન્જીન નુકસાનગ્રસ્ત, પક્ષીઓ આવવાનું કારણ જાણી ચોંકી ઉઠશો

Pravin Makwana

સાવધાન/ ભૂલથી પણ આ લિંક પર ના કરતા ક્લિક : નહીં થઈ જશો કંગાળ, SBI એ પોતાના ગ્રાહકોને કર્યા એલર્ટ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!