GSTV
Gujarat Government Advertisement

IPL/ નિકોલસ પૂરને છેલ્લા બોલે સિક્સર ફટકારીને પંજાબને મેચ જીતાડી, આ મામલે રોહિત-ધોનીની કરી બરાબરી

નિકોલસ

Last Updated on October 16, 2020 by Bansari

કિંગ્સ ઇલેવન પંજાબના ડાબોડી બેટ્સમેન નિકોલસ પૂરને ગુરુવારની મેચમાં માત્ર એક જ બોલ રમ્યો હતો જેમાં તેણે એક સિક્સર ફટકારી દીધી હતી. આમ તેનો આ ઇનિંગ્સનો સ્ટ્રાઇક રેટ 600નો થયો હતો. જોકે તેના કરતાં પણ વધારે મહત્વન બાબત તો એ હતી કે તેણે રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામેની આ મેચમાં પોતાની ટીમને છેલ્લા બોલે સિક્સર ફટકારીને વિજય અપાવ્યો હતો.

RCBએ 171 રનનો સ્કોર ખડકી દીધો, પંજાબે જીતી મેચ

ipl

રોયલ ચેલેન્જર્સ બેંગલોરે પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં છ વિકેટે 171 રનનો સ્કોર ખડકી દીધો હતો જેના જવાબમાં કિંગ્સ ઇલેવન પંજાબે બરાબર 20 ઓવરમાં જ બે વિકેટે 177 રન ફટકાર્યા હતા. આમ નિકોલસ પૂરને આવીને મેચના છેલ્લા બોલે સિક્સર ફટકારી દીધી હતી. આઇપીએલના ઇતિહાસમાં માત્ર નવ જ પ્રસંગ બન્યા છે જ્યારે કોઈ બેટ્સમેને મેચના છેલ્લા બોલે સિક્સર ફટકારીને ટીમને વિજય અપાવ્યો હોય.

રોહિત-ધોનીના નામે છે આ રેકોર્ડ

2009માં રોહિત શર્માએ આવી જ રીતે છેલ્લા બોલે સિક્સર ફટકારીને ડેક્કન ચાર્જર્સને કોલકાતા નાઇટ રાઇડર્સ સામે વિજય અપાવ્યો હતો. રોહિત શર્મા આવી રીતે ત્રણ વાર કમાલ કરી ચૂક્યો છે. તેણે 2011માં પૂણે વોરિયર્સ સામે અને 2012માં ડેક્કન ચાર્જર્સ સામે આ રીતે છેલ્લા બોલે સિક્સર ફટકારીને તેની ટીમને સફળતા અપાવી હતી. બંને વખતે તે મુંબઈ ઇન્ડિયન્સ માટે રમતો હતો.
રોહિત ઉપરાંત અંબાતી રાયડુ, સૌરભ તિવારી, ડ્વેઇન બ્રાવો, મહેન્દ્રસિંહ ધોની, મિચેલ સેન્ટનર અને હવે નિકોલસ પૂરને મેચના છેલ્લા બોલે સિક્સર ફટકારીને ટીમને વિજય અપાવી ચૂક્યા છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

બનાસકાંઠા: શરાફી મંડળીમાં દોઢ કરોડથી વધુની કરી હેરફેર, મંત્રી અને ચેરમેન વિરુદ્ધ ફરિયાદ થતાં ખળભળાટ મચ્યો

Pravin Makwana

ભાજપ ભોટ સાબિત થયો/ સીએમ તો બદલી કાઢ્યા પણ આપવું પડશે રાજીનામું, આ છે કાયદાના નિયમો

Harshad Patel

વડાપ્રધાનની રેસમાં સરવેના નામે ધુપ્પલ : સૌથી મોટો ઝટકો અમિત શાહને લાગ્યો, આ 2 નેતાઓ કરતાં પણ પાછળ ગણાવાયા

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!